6 સેક્સ માન્યતાઓ: જેને સાંભળીને તમે રોકી નહી શકો હાસ્ય
એ તો બધા જાણે છે કે સેક્સ દરેકના દિમાગ પર છવાયેલું રહે છે. પરંતુ જ્યારે વાત આવે છે કે સેક્સ એજ્યુકેશનની તો આપણને જાણવા મળે છે કે હજુ સુધી પણ આપણે સેક્સ સંબંધ કેટલીક માન્યતાઓ પર વિશ્વાસ કરીએ છીએ. જો કે ઇન્ટરનેટ પર સેક્સ સંબંધી ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે પરંતુ તેમછતાં પણ આપણે માન્યતાઓ અને સત્યતામાં અંતર કરી શકતા નથી.
અમે તમને કેટલી સેક્સ માન્યતાઓ વિશે જણાવી રહ્યાં છીએ જેના વિશે તમે ઘણું બધુ સાંભળ્યું હશે પરંતુ તેને લઇને મોટાભાગે દુવિધામાં રહેતા હશો કે આ સત્ય છે કે નહી. આવો જાણીએ કેટલીક સેક્સ માન્યતાઓ વિશે જેને વાંચીને તમને ફક્ત હસવાનું આવશે.

માન્યતા
મોટાભાગના ટીનેજર્સ આ વાત પર વિશ્વાસ કરે છે કે ઓરલ સેક્સથી મહિલા પ્રેગ્નેંટ થઇ જાય છે.

માન્યતા
ટીનેજર્સ છોકરીએ એ વાત વિશ્વાસ કરે છે કે પુરૂષનું વીર્ય ગળી જવાથી પ્રેગ્નેંટ થઇ જવાય છે.

માન્યતા
ટીનેજર્સ એમ પણ માને છે કે ગુદા સેક્સ પણ મહિલા પ્રેગ્નેંટ થઇ જાય છે.

સત્ય
સચ્ચાઇ તો એ છે કે ઓરલ સેક્સથી મહિલા પ્રેગ્નેંટ થતી નથી, તથા પુરૂષનું વીર્ય ગળી જવાથી મહિલા પ્રેગ્નેંટ થતી નથી, અને સાથે જ ગુદા મૈથુનથી મહિલાઓ પ્રેગ્નેંટ થતી નથી.

માન્યતા
મહિલાઓ એવું માને છે કે જ્યારે સુધી પુરૂષ યોનિમાં ડિસ્ચાર્જ નથી કરતો ત્યાં સુધી તે સલામત સેક્સ કરી રહી છે.

સત્ય
એવું નથી. પુરૂષના લિંગમાંથી ઇરેક્શન બાદ પ્રવાહી વહેવાનું શરૂ થઇ જાય છે, જેમાં સ્પર્મ પણ સામેલ હોય છે. આ પ્રવાહી મહિલાને પ્રેગ્નેંટ કરવા માટે પુરતું છે. જો ખરેખર તમે પ્રેગ્નેંટ થવા માંગતા નથી તો તમારે સલામત સેક્સ માણવું જોઇએ અથવા તો પિલ્સ લેવી જોઇએ.

માન્યતા
છોકરીઓ મોટાભાગે એમ વિચારે છે કે પહેલીવાર સેક્સ માણવાથી પ્રેગ્નેંટ ન થવાય.

સત્ય
પહેલીવાર સેક્સ માણવાથી પણ પ્રેગ્નેંટ થઇ શકાય. હંમેશા સલામત સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ.

માન્યતા
આ ખૂબ જૂની માન્યતા છે પરંતુ અત્યારે પણ આ વાત પર લોકો વિશ્વાસ કરે છે કે જે પુરૂષોના પગ મોટા હોય છે તેમના લિંગની સાઇઝનો અંદાજો લગાવી શકાય છે.

સત્ય
સચ્ચાઇ તો એ છે કે લિંગ અને પગની સાઇઝને કોઇ સંબંધ નથી. એક સામાન્ય વ્યક્તિનું પણ લિંગ મોટું હોઇ શકે છે.

માન્યતા
જો તમે બેબી પ્લાન નથી કરી રહ્યાં તો આ પ્રકારની માન્યતા પર ધ્યાન ના આપશો કે પીરિયડ્સ દરમિયાન સેક્સ માણવાથી પ્રેગ્નેંટ ન થવાય

સત્ય
મહિલા ગમે ત્યારે પ્રેગ્નેંટ થઇ શકે છે જો તે કંટ્રાસેપ્શનનો ઉપયોગ ન કરે. જો કે સ્પર્મ સેક્સ પછી પણ કેટલાક દિવસો સુધી શરીરમાં હાજર રહે છે. જેનાથી મહિલા પ્રેગ્નેંટ થઇ શકે છે.

માન્યતા
લોકો મોટાભાગે એવું માને છે કે જો મહિલાઓનું હાઇમન પડ નથી તો તે વર્જિન નથી.

સત્ય
હાઇમન પડ ગમે ત્યારે તૂટી શકે છે. વર્જિનિટી સાથે કોઇ લેવા દેવા નથી. કસરત, સાઇક્લિંગ, ઘોડેસવારી, સ્વિમિંગ જેવી પ્રવૃતિ કરવાથી પણ તૂટી શકે છે.