• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આવી આદતોવાળા વ્યક્તિ સાથે ક્યારેય લગ્ન ન કરવા નહિતર જિંદગી બની જશે નર્ક

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આપણા સહુમાં કોઈને કોઈ કમી તો હોય જ છે, દુનિયાની કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. મિસ્ટર રાઈટને શોધવો એક એવી સફર છે જેમાં કદાચ જ કોઈને સફળતા મળે છે. એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આપણી અપેક્ષાઓ પર ખરો ઉતરે પરંતુ લગ્ન એ જિંદગીભરનો સંબંધ હોય છે. લગ્નના બંધનમાં બંધાતા પહેલા તમે એ બાબતો સુનિશ્ચિત કરી લો કે તેનામાં આ અમુક આદતો ન હોવી જોઈએ કારણકે અમુક વાતો તમને લાંબા સમયની આફતનુ સ્વાગત કરવાથી બચાવી શકે છે.

જો વારંવાર પોતાના વચનમાંથી ફરી જાય

જો વારંવાર પોતાના વચનમાંથી ફરી જાય

જો તે ઘણા બધા વચનો આપે પરંતુ તેના પર ક્યારેય ટકી ન શકે તો સમય આવી ગયો છે કે તમે આ વ્યક્તિ વિશે ફરીથી વિચારો. એક કે બે વાર માફ કરી શકાય છે પરંતુ આ રીતની રોજની સ્થિતિ એ નથી જે તમે ઈચ્છો છો. આવા લોકો કદાચ તમને મૂર્ખ બનાવી રહ્યા છે.

તમને કંટ્રોલ કરતા હોય

તમને કંટ્રોલ કરતા હોય

આ ખા, આ પહેર, આ રીતે ચાલ, તુ ક્યાં છે?... આ પ્રકારના સવાલો શરૂઆતમાં સારા લાગે છે જેવી કે તમે વ્યાખ્યા કરતા હોવ છો પરંતુ લાંબા સમય બાદ તમને તેમાં મૂંઝવણ અનુભવાશે. જો તે તમને નિયંત્રિત કરવાની કોશિશ કરતો હોય તો શું તમે ખરેખર આવા વ્યક્તિ સાથે રહેવા માંગો છો?

જો તમને પ્રાથમિકતા ન આપે

જો તમને પ્રાથમિકતા ન આપે

લેવડ-દેવડ અને વહેંચણી બધા સંબંધોના આધાર છે અને તે સમાન હોવા જોઈએ. જો વ્યક્તિ ટુ-વે ટ્રાફિકમાં વિશ્વાસ ન કરે તો તેને તમારા જીવનમાંથી બહાર કરી દેવો જોઈએ કારણકે વ્યક્તિ વધુ સારા માટે હકદાર છે. એક એવો સાથી જે આ બધા માટે છે. માતા-પિતા બાદ તમારી પ્રાથમિકતાની સૂચિમાં સૌથી ઉપર હોવો જોઈએ.

ક્યારેય માફી ના માંગે

ક્યારેય માફી ના માંગે

તે વારંવાર ભૂલ કરે છે અને સૉરી બોલે છે. ક્ષમા કરવી એ કોઈ અલ્પવિરામ કે પૂર્ણ વિરામ નથી પરંતુ એક ભાવના છે જેને અનુભવવી જોઈએ અને તેના પર કાર્ય કરવુ જોઈએ જેથી તેનુ પુનરાવર્તન ન થાય. જો તે આવુ કરતો ન હોય તો તમારે આવી આત્મા સાથે ભવિષ્યની કલ્પના ન કરવી જોઈએ અને તમારા સંબંધ પર પુનર્વિચાર કરવો જોઈએ.

તમારુ મંતવ્ય એના માટે જરુરી નથી તો..

તમારુ મંતવ્ય એના માટે જરુરી નથી તો..

નાનો અહંકાર ઠીક છે કારણકે તે બધામાં હોય છે પરંતુ જો તમારુ મંતવ્ય તેના માટે કોઈ મહત્વ નથી ધરાવતુ અને તે તેના પર બિલકુલ ધ્યાન નથી આપતો તો તમારે તેના વિશે બે-ત્રણ વાર વિચારવુ જોઈએ. તમારુ મંતવ્ય તેના માટે હંમેશા મહત્વ ધરાવવુ જોઈએ. તેણે એ બધા માટે સમજૂતી નથી કરવાની પરંતુ જો ક્યારેય પણ તેની વાત ન માને અને ચર્ચાઓ વચ્ચે તમને નીચા બતાવવાની કોશિશ કરે અને તમારે પોતાના માટે લડવુ પડે તો કૃપા કરીને ખુદની ગરિમાનુ સમ્માન કરો.

વારંવાર ખોટુ બોલે

વારંવાર ખોટુ બોલે

દુનિયામાં પેથોલૉજિકલ જૂઠ છે માટે તેની સાથે એક સંબંધ બિનજરુરી તણાવને આમંત્રિત કરવા સમાન છે. સફેદ જૂઠ ઠીક છે પરંતુ નાનામાં નાની વસ્તુઓ વિશે સતત ખોટુ બોલવુ એ એક મોટી લાલ ઝંડી છે.

English summary
Relationship Tips: Never marry a man who has these habits. here are the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X