Republic Day: ફ્લેગ હોઇસ્ટિંગ અને ફ્લેગ અનફર્લિંગમાં શું તફાવત છે?
ભારત આજે પોતાનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે જો કે કોવિડને કારણે આ વખતે દેશમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત નથી થઈ રહ્યો. જણાવી દઈએ કે દેશમાં ગણતંત્ર દિવસ અથવા રિપબ્લિક ડેના અવસર પર સ્કૂલ- કોલેજોમાં કાર્યક્રમ થાય છે અને આ દિવસે રાષ્ટ્રીય અવકાશ રહે છે. જો કે કોરોનાને કારણે હજી ઘણા સ્થળોએ સ્કૂલ- કોલેજો નથી ખૂલ્યાં, એવામાં લોકો વર્ચ્યુઅલ સેલિબ્રેશન કરી રહ્યા છે.

26 જાન્યુઆરીના દિવસે દેશના રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે
જણાવી દઈએ કે દેશના રાષ્ટ્રીય પર્વ જેવા કે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના રોજ ઝંડો ફરકાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને દિવસના ધ્વજારોહણમાં તફાવત હોય છે. 26 જાન્યુઆરીના દિવસે દેશના રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે જ્યારે સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે.

ઝંડો ફરકાવવો
આની સાથે જ તમને વધુ એક ખાસ વાત જણાવવાની છે, સ્વતંત્રતા દિવસના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી દોરડાં દ્વારા ખેંચી ઉપર લઈ જવામાં આવે છે, પછી ધ્વજ ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ધ્વજારોહણ એટલે કે 'Flag Hoisting' કહેવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપર જ બાંધેલો રહે છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો એટલે કે 'Flag Unfurling' કહેવામાં આવે છે.

તિરંગો ફરકાવવાનો નિયમ શું છે
આપણો રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગો આપણું ગૌરવ છે. માટે તેને ફરકાવવાના પણ નિયમ હોય છે, જે દરેક ભારતીયવાસીએ જાણવા જરૂરી છે.
- તિરંગો હંમેશા સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ ફરકાવાય છે.
- તિરંગાને જમીન પર રાખવો ના જોઈએ.
- ઝંડાને ક્યારેય ઝૂકાવવામાં નથી આવતો, સિવાય કે દેશમાં કોઈ રાષ્ટ્રીય શોક હોય.
- ઝંડાને ક્યારેય પાણીમાં ડૂબાડી ના શકાય.
- ઝંડાના કોઈપણ ભાગને સળગાવવા, નુકસાન પહોંચાડવા અથવા તેનું અપમાન કરવા પર માણસે જેલ પણ જવું પડી શકે છે.

ગણતંત્ર દિવસ કેમ ઉજવીએ છીએ
26 જાન્યુઆરી 1950ના રોજ આપણું સંવિધન લાગૂ થયું હતું. આ કારણે આ દિવસને ગણતંત્ર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. જણાવી દઈએ કે ભારતીય સંવિધાનને બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનું સંવિધાન એક લેખિત સંવિધાન છે. ગણતંત્ર દિવસના અવસર પર અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સમ્માન આપવામાં આવે છે. જે બાદ આપણી સેના પોતાનું શક્તિ પ્રદર્શન અને પરેડ માર્ચ કરે છે.