જાડા લોકોને કોરોના વાયરસનુ સૌથી વધુ જોખમ, રિસર્ચમાં મળ્યા ચોંકાવનારા પરિણામ
કોરોના વાયરસ વિશે સમગ્ર વિશ્વમાં ખલબલી મચેલી છે ત્યાં એક નવી વાત સામે આવી છે કે જો તમે મોટાપાનો શિકાર હોય તો તમને કોરોના વાયરસથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે આ વાયરસ જાડા લોકો માટે ઘણુ ખતરનાક છે અને મોટાપાથી ગ્રસ્ત લોકોને 14 દિવસ આઈસોલેશનમાં રાખવા પૂરતુ નથી. સંશોધનકર્તાઓના એક સમૂહે મોટાપાથી પીડિત લોકોને 28 દિવસ એટલે કે બમણા સમય માટે ક્વૉરંટાઈનમાં રહેવાની સલાહ આપી છે.

ઓબેસિટી કોરોના વાયરસને આપી રહ્યુ છે આમંત્રણ
ઈટલીના સાયન્ટિફિક ઈન્સ્ટીટ્યુટ ફૉર રિસર્ચ, હોસ્પિટલાઈઝેશન એન્ડ હેલ્થકેરમાં થયેલા એક સંશોધનમાં જણાવતા શોધકર્તઓએ જણાવ્યુ કે ઈન્ફ્લુએન્ઝા જેવા વાયરસ જાડા લોકોને વધુ પ્રભાવિત કરે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે જે વ્યક્તિ કોવિડ-19થી સંક્રમિત છે અને ઓબેસિટીથી પણ ગ્રસિત છે તેમને ક્વૉરંટાઈન દરમિયાન 14 દિવસના બદલે 28 દિવસ સુધી નિરીક્ષણ કરવાની જરૂર છે. જાડા લોકો સામાન્ય લોકોની તુલનામાં ઘણા કારણોથી વધુ સંક્રમિત થાય છે.

જાડા લોકો કોરોના વાયરસ સામે લડવામાં ઓછા સક્ષમ
સંશોધનમાં ઈટલીના બે વૈજ્ઞાનિક એ પરિણામ પર પહોંચ્યા કે કોવિડ-19 અને મોટાપા વચ્ચે ઈન્ટરેક્શન એ વાત પર નિર્ભર કરે છે કે ઈન્ફ્લુએન્ઝા જેવા વાયરસ જાડા લોકો પર કેવી અસર કરે છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસ પાતળા લોકોની તુલનામાં મોટા લોકો માટે વધુ ખતરનાક હોય છે. ઈન્ફેક્શનની ચપેટમાં આવ્યા બાદ તેમની હેલ્થને વધુ દિવસ માટે મૉનિટર કરવી જરૂરી છે. શોધકર્તાઓ અનુસાર જાડા શરીરમાં સોજો હોઈ શકે છે. આ વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિને અટકાવી શકે છે જેના કારણે જાડા લોકો કોરોના વાયરસ સામે લડવામાં ઓછા સક્ષમ જોવા મળે છે.

મોટાપાથી ગ્રસ્ત કોરોનાના દર્દીની સ્થિતિ ઝડપથી બગડી
તેમણે એ પણ સલાહ આપી કે જાડા વ્યક્તિમાં ક્વૉંરંટાઈનનો સમય પાતળા લોકોની તુલનામાં બમણો હોવો જોઈએ. વળી, અમેરિકામાં પણ આ રીતનુ સંશોધન સામે આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના મહામારીમાં યુવા દર્દીઓ માટે મોટાપો સૌથી મોટુ જોખમ બનેલુ છે. કેન્સર,ફેફસા, હ્રદય રોગના દર્દીઓના મુકાબલે મોટાપાથી ગ્રસ્ત કોરોના દર્દીઓની સ્થિતિ ઝડપથી બગડી રહી છે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે મોટાપાગ્રસ્ત દર્દીઓમાં સંક્રમણ ઝડપથી ફેલાવાનુ જોખમ હોય છે અમેરિકામાં મોટી સંખ્યામાં મોતનુ આ મોટુ કારણ સામે આવ્યુ છે. આ અભ્યાસ એક માર્ચથી બે એપ્રિલ વચ્ચે થયો અને ક્લનીિકલ ઈન્ફેક્શિયસ સિસીઝ જર્નલમાં પ્રકાશિત થયો.