For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ પડતો અભ્યાસ ખરાબ કરી શકે છે તમારું દિમાગ..!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 13 ઓગષ્ટ: અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ઓછા ભણતરના કારણે મુશ્કેલીથી આજીવિકા કમાતા લોકોમાં મગજની બિમારી હોવાનો ખતરો વધુ રહે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ એક નવા સંશોધન બાદ જાણવા મળ્યું છે કે વધુ પડતા ભણતરના કારણે પણ માનસિક બિમારીનો ખતરો થઇ શકે છે.

શોધકર્તાઓનું કહેવું છે કે શોધમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમનું ભણતર તેમની નોકરીઓની અપેક્ષા કરતાં ઘણું વધારે છે, તેમનામાં માનસિક તણાવ જેવી બિમારીઓનો ખતરો વધુ જોવા મળ્યો હતો. આ શોધમાં 21 યૂરોપીય દેશોના 16,600 નોકરીયાત લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. શોધમાં સામેલ વ્યક્તિઓની ઉંમર 25 થી 60 વચ્ચે હતી.

માનસિક તણાવનો ખતરો

માનસિક તણાવનો ખતરો

સાયન્સ સમાચારની વેબસાઇટ 'લાઇવસાયન્સ ડોટ કોમ'ના શોધકર્તા તથા બેલ્જિયમની ઘેંટ યૂનિવર્સિટીના સામાજિક વિજ્ઞાનના પ્રોફેસર પીટ બ્રેકના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે 'વધુ શિક્ષિત લોકોમાં માનસિક તણાવનો ખતરો વધુ થવાનું મુખ્ય કારણ એ છે કે પરિભાષાનુસાર તેમને પોતાની નોકરીમાં એવા પડકાર નથી મળતા જેના માટે તેમને શીખેલા પોતાના બધા કૌશલ્યોનો ઉપયોગ કરવો પડે.

માનસિક તણાવનું માપદંડ

માનસિક તણાવનું માપદંડ

શોધકર્તાએ શનિવારે ન્યૂયોર્કમાં થયેલી અમેરિકન સામાજિક સમિતિની બેઠકમાં પોતાનું રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. શોધકર્તાઓએ રિસર્ચમાં ભાગ લેનારને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબના આધારે માનસિક તણાવનું માપદંડ કર્યું હતું.

યોગ્ય વ્યક્તિઓ પર નિર્ભર

યોગ્ય વ્યક્તિઓ પર નિર્ભર

બ્રેકે કહ્યું હતું કે તે અપેક્ષાકૃત ઓછી પ્રતિષ્ઠિત નોકરીઓમાં પોતાને જોવે છે, તથા તે મદદ માટે યોગ્ય વ્યક્તિઓ પર નિર્ભર રહે છે. તે મદદ પુરી પાડવામાં સક્ષમ વ્યક્તિઓના બદલ બીજા વ્યક્તિ પાસેથી મદદ માંગે છે, જેના કારણે પણ તેમનામાં માનસિક તણાવનો ખતરો વધી જાય છે.

અભ્યાસ કરતાં નીચા સ્તરની નોકરી

અભ્યાસ કરતાં નીચા સ્તરની નોકરી

બ્રેકના રિસર્ચ દ્વારા જાણવા મળેલા પરિણામોનું માનીએ તો એવું લાગે છે કે જેમને કેરિયરની શરૂઆતમાં પોતાના અભ્યાસ કરતાં નીચા સ્તરની નોકરી મેળવી છે, તો તેમને થોડા વર્ષોમાં સારી નોકરીની શોધ કરવી જોઇએ. નહીતર તે માનસિક તણાવનો શિકાર બની શકે છે.

માનસિક સ્વાસ્થ્યનો ખતરો

માનસિક સ્વાસ્થ્યનો ખતરો

બ્રેકેનું કહેવું છે કે જો શિક્ષાથી મળનાર આર્થિક ટેકામાં નબળાઇ આવે છે તો તેના કારણે પણ વધુ શિક્ષિત લોકોના માનસિક સ્વાસ્થ્યનો ખતરો થઇ શકે છે.

English summary
A new research in America said that too much studying could affect the brain of that person.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X