• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બર્ફાચ્છાદિત સુંદર વાદીઓને જોઇને તમે પણ થઇ જશો રોમેન્ટિક

|
Google Oneindia Gujarati News

વર્ષ 2013માં ઠંડીના પ્રકોપે વિશ્વ ભરમાં લોકોને પરેશાન કરી દીધા છે. વર્ષ 2014ની શરૂઆત સુધી આ ઠંડીએ પોતાનું કહેર જારી રાખ્યુ છે. ભારતમાં કેટલાક સ્થળો પર ઠંડી એટલી વધુ છે કે લોકો ઠંડીને સહી શકતા નતી. વિદેશોમાં અમેરિકા, ફિલાલેલ્ફિયા, સ્વિત્ઝરલેન્ડ જેવા સ્થળોએ તો પાણી પણ પાઇપમાં જામ થઇ ગયું છે અને સાથે જ વાતાવરણ માઇનસ 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે, જોકે આ સુંદર અને બરફથી ભરેલી વાદીઓ લોકોને થોડાક રોમેન્ટિક પણ બનાવી રહી છે, પરંતુ સાથે જ લોકોનું જીવન પણ જોખમમાં મુકાઇ રહ્યું છે.

ભારતમાં શિમલા, મનાલીમાં જ્યાં બરફની ચાદર ફેલાયેલી છે તો ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ ઠંડી હવાઓ અને વરસાદના કારણે લોકોની હાલત ખરાબ થઇ રહી છે. અનેક શાળા કોલેજોમાં ઠંડીના કારણે રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ વિદેશોમાં બાળકોને સ્કૂલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે ઠંડી એટલી બધી છે કે બાળકને શાળાની બહાર પણ લઇ જઇ શકાય તેમ નથી. બીજી તરફ કપલ્સ માટે આ મોસમ હંમેશાથી રોમેન્ટિક રહેવા માટે ઘણી જ પરફેક્ટ રહી છે. કપલ્સ શિમલા, મનાલી અને વિદેશોમાં પણ બરફ વચ્ચે રોમાન્સનો આનંદ લેવાની યોજના બનાવી રહ્યાં છે.

જો મતે ઘરે બેસીને ઠંડીથી કંપી રહા છો અને તમને લાગી રહ્યું છે કે તમારા શહેરમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે, તો વિશ્વ પર નજર ફેરવો તો બરફમાં ઢંકાયેલી આ વાદીઓ પર જેને જોઇને તમને કદાચ થોડોક સુકૂન મળશે અને જો તમે આ ઠંડમાં થોડાક રોમાન્સ અંગે કરી વિચારી રહ્યાં છો તો આ સ્થળોની તસવીરો જરૂરથી તમને લુભાવશે અને તમે તેમાના કેટલાક સ્થળોને પસંદ કરીને તમે તમારા પાર્ટનર સાથે ત્યાં રોમાન્સ કરી શકો છો તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્થળો અંગે.

નાયગ્રા ફોલની સુંદરતા

નાયગ્રા ફોલની સુંદરતા

તસવીરોમાં અમેરિકા સ્થિત નાયગ્રા ફોલ જે પ્રવાસીઓના મુખ્ય આકર્ષણમાનું એક છે, પાણી ઠંડીના કારણે જામી ગયું છે.

બરફની ચાદર

બરફની ચાદર

નાયગ્રા ફોલ પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. સફેદ બરફની ચાદર જોઇને કોઇપણ અહીં જવા બેતાબ થઇ ઉઠશે.

તેજ પાણી બની ગયુ બરફ

તેજ પાણી બની ગયુ બરફ

નાયગ્રા ફોલ વિશ્વ ભરના પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. અહીં પાણીનો પ્રવાહ ઘણો તેજ હોય છે, ઠંડીના કારણે આ તેજ વહેતુ પાણી બરફ બની ગયું હતું અને નાયગ્રા ફોલ જાણે કે એક સફેદ ચાદર બની ગયું હતું.

બરફમાં બની અનેક આકૃતિઓ

બરફમાં બની અનેક આકૃતિઓ

બરફ જામી જવાના કારણે આખા ફોલના કિનારા પર કેટલીક સુંદર આકૃતિઓ બની ગઇ છે. જે દેખાવે કોઇ જૂની કલાકારી જેવી લાગી રહી છે.

ભયાનક દ્રશ્ય

ભયાનક દ્રશ્ય

તેજ પ્રવાહનો આ ફોલ આમ તો વિશ્વના સૌથી ઉંચા ફોલ્સમાનો એક છે. તેવામાં બરફથી ઢંકાઇ જવાના કારણે તે થોડોક ભયાનક પણ લાગી રહ્યો છે, રાત્રે પાણીનો અવાજ બરફ જામી ગયાના કારણે વધારે ભયાનક થઇ જાય છે.

બરફીલી ચાદર

બરફીલી ચાદર

નાયગ્રા ફોલ્સ પર ઠંડીના કારણે બરફની સફેદ ચાદર છવાઇ ગઇ છે.

આનંદ લેતા પ્રવાસી

આનંદ લેતા પ્રવાસી

પ્રવાસી લોકો નાયગ્રા ફોલ્સની સુંદરતાનો આનંદ લઇ રહ્યાં છે.

ઠંડીમાં પેટની આગ સંતોષવા બેસેલા હૉકર

ઠંડીમાં પેટની આગ સંતોષવા બેસેલા હૉકર

આટલી ઠંડી હોવાના કારણે નાયગ્રા ફોલ્સના કિનારે હૉકર્સ પોતાની રોજી રોટી કમાવવા માટે છત્રીથી પોતાને ઢાંકીને બેસેલા છે.

મનાલીમાં હિમવર્ષાની મજા લેતા પ્રવાસી

મનાલીમાં હિમવર્ષાની મજા લેતા પ્રવાસી

મનાલીમાં સોલંગ નાલામાં તાજેતરમાં પડેલી હિમ વર્ષાનો આનંદ લઇ રહેલા દેશ ભરના પ્રવાસી. કેટલાક યાકમાં બેસીને સુંદર વાદીઓમાં ફરી રહ્યાં છે તો કેટલાક અલગ-અલગ ગેમ્સની મજા લઇ રહ્યાં છે.

ફિલાડેલ્ફિયાની ડેવાલેર નદી જામી ગઇ

ફિલાડેલ્ફિયાની ડેવાલેર નદી જામી ગઇ

ફિલાડેલ્ફિયા શહેરની ડેલાવેર નદીમાં પણ ઠંડીના કારણે બરફ જામવાનું શરૂ થઇ ગયું છે.

સ્વિત્ઝરલેન્ડમાં સર્વત્ર બરફ

સ્વિત્ઝરલેન્ડમાં સર્વત્ર બરફ

સ્વિત્ઝરલેન્ડમા ચારેકોર બરફ ફેલાયેલી છે. તેવામાં આવવા જવાનો રસ્તો સાફ કરવા માટે કર્મચારીઓનું કામ પણ મુશ્કેલીઓ ભર્યુ થઇ ગયું છે, પરંતુ લોકો માટે તો સ્વિત્ઝરલેન્ડ રોમેન્ટિક સ્થળોમાં ટોચ પર છે. તેવામાં આ બરફ અને ઠંડી પણ આ સ્થળ પર આવતા કોઇને રોકી શકતી નથી.

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનો નજારો

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનો નજારો

ભારતના સ્વિત્ઝરલેન્ડ ગણાતા શહેર જમ્મુ અને કાશ્મીરમાં બરફનો કહેર જારી છે. આખું શહેર દૂર દૂર સુધી બરફથી ઢંકાઇ ગયેલું જોવા મળી રહ્યું છે.

English summary
Whole world is facing excessive winters this year. All most places are covered with snow and people are talking the advantage to enjoy the romantic and beautiful places with their couples. Kashmir, Manali, Shimola, Switzerland etc are becoming the one of favorite tourist spot to visit this winter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X