• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક સફર વિશ્વના રાજઘરાણાઓની શાહી સવારી પર

|
Google Oneindia Gujarati News

બ્રિટનના શાહી પરિવારને એક નવો વારસ મળી ગયો. લંડનના પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટને પુત્રને જન્મ આપ્યો છે. નવા સંતાનને પ્રિન્સ ઓફ કેમ્બ્રિઝના નામથી ઓળખવામાં આવશે. પ્રિન્સ વિલિયમ અને રાજકુમારી કેટનું આ પહેલી સંતાન છે. આ બ્રિટિશ રાજગાદીનો વારસ હશે. તમને જણાવી દઇએ કે રોયલ બેબીનો જન્મ લંડનની સેન્ટ મેરી હોસ્પિટલમાં થયો.

લંડનમાં આ રોયલ બેબીના જન્મ બાદથી જ ચારેકોર જશ્નનો માહોલ છે. એટલું જ નહીં, જ્યારથી કેટનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારથી સેન્ટ મેરી હોસ્પિટલમાં ચારેકોર લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. અધિકૃત રીતે એ વાતની ઘોષણા કરવામા ંઆવી હતી કે કેટે એક પુત્રને જન્મ આપ્યો છે. રાજાશાહી પરિવાર શરૂઆતથી જ પોતાની ખાસ જીવનશૈલી અને શાહી અંદાજ માટે આખા વિશ્વભરમાં જાણીતા રહ્યાં છે.

આ ક્રમમાં અમે આજે તેમને કેટલીક શાહી સવારીઓની સેર કરાવીશું. જે પ્રકારે વિશ્વભરના રોયલ ફેમેલીની લાઇફસ્ટાઇલ શાનદાર હોય છે, તેવી જ રીતે તેમની સવારીઓ પણ આશ્ચર્યજનક હોય છે. આજે અમે તેમને લંડનના શાહી ઘરાણાથી લઇને વિશ્વના તમામ રોયલ ફેમેલીની શાહી સવારી અંગે જણાવીશું. તો ચાલો તસવીરો થકી જોઇએ વિશ્વના રાજ ઘરાણાઓની શાહી સવારીઓને.

 પ્રિન્સ વિલિયમની શાહી સવારી

પ્રિન્સ વિલિયમની શાહી સવારી

આ છે લંડનના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડલટન. આ તસવીર તેમના લગ્ન સમયની છે. આમ તો લંડનના રાજઘરાણામાં લક્ઝરી કાર્સનો એક મોટો કાફલો છે, પરંતુ લગ્ન દરમિયાન પ્રિન્સે એસ્ટન માર્ટિનની આ શાનદાર કારથી પોતાના જિંદગીના નવા સફરની શરૂઆત કરી હતી.

રાજકોટના રાજાની શાહી સવારી

રાજકોટના રાજાની શાહી સવારી

આ છે રાજકોટના રાજાની શાહી સવારી. આ વર્ષ 1934માં બનેલી રોલ્સ રોયસ છે. જેને નારંગી રંગમાં રંગવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે, રોલ્સ રોયસનો આ રંગ ઘણો ઓછો જોવા મળે છે. તેને ખાસ રાજકોટના મહારાજા માટે તૈયાર કરવામાં આવી હતી.

લંડનના મહારાણી એલિજાબેથની સવારી

લંડનના મહારાણી એલિજાબેથની સવારી

આ સવારી છે, લંડનની મહારાણી એલિજાબેથની. બેંટલેની આ શાનદાર લેમોજિન કાર અનેક બાબતે ખાસ છે. કંપનીએ આ કારને મુખ્ય રીતે લંડનના શાહી પરિવાર માટે બનાવી છે. ઘણો જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષણતાથી સજેલી આ લિમોજિનનો કોઇ જવાબ નથી. તેના દરવાજા સંપૂર્ણ રીતે 90 ડિગ્રી સુધી ખુલે છે. જેનાથી કારની અંદર બેસેલી મહારણી સહેલાયથી બહાર જોઇ શકે છે. આ ઉપરાંત આ કારમા ંટ્રાન્સપેરેન્ટ સનરૂફનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આબુ ધાબીના પ્રિન્સની સવારી

આબુ ધાબીના પ્રિન્સની સવારી

આબુ ધાબીના પ્રિન્સ શેખ સુલ્તાન બિન રશદ અલ નાહયાન, એસયૂવી વાહનોનો શોખ ધરાવે છે. જર્મન કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝે ખાસ પ્રિન્સ માટે શાનદાર જી55 એએમજીને તૈયાર કરી છે. રશદ અવાર નવાર આ એસયૂવી સાથે સેર કરતા જોવા મળે છે.

મોનક્કોના પ્રિન્સ એલ્બર્ટની શાહી સવારી

મોનક્કોના પ્રિન્સ એલ્બર્ટની શાહી સવારી

મોનક્કોના પ્રિન્સ એલ્બર્ટની શાહી સવારી, લેક્સસ એલએસ 600 એટ લેન્ડ્યૂલેટ છે. આ કારને એલ્બર્ટના લગ્ન માટે તૈયાર કરવામાં આવી હતી. આ કારમાં કંપનીએ આધુનિક ફીચર્સ અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત શાનદાર કનવર્ટિબલ ટ્રાન્સપેરેન્ટ સન રૂફને સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કારમાં ખાસ પ્રકારના વોટર પેન્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જો કે, કંપનીના શાનદાર પેન્ટર્સને પોતાના હાથોથી લગાવવામાં આવ્યા છે.

આ છે કતારના શાહીઘરાણાની સવારી

આ છે કતારના શાહીઘરાણાની સવારી

આ છે કતારના શાહી ઘરાણાની સવારી, પગાની જોંડા. ઘણા જ આકર્ષક અને દમદાર સ્પોર્ટ કાર છે. આ કારમાં 7.3 લીટરની ક્ષમતાના વી8 એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે કારને 690 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે. પગાની જોંડા વિશ્વની સૌથી ઝડપી કાર્સમાંની એક છે.

સાઉદી અરબના પ્રિન્સની શાહી સવારી

સાઉદી અરબના પ્રિન્સની શાહી સવારી

સાઉદી અરબના પ્રિન્સ અલવલિદ બિન તલાલ અલ સઉદ, રોલ્સ રોયસની શાનદાર લક્ઝરી કાર ફેન્ટમમાં મુસાફરી કરે છે. કંપનીએ આ કારમાં 6.75 લીટરની ક્ષમતાના વી12 એન્જીનનો પ્રયોગ કર્યો છે. જો કે આ કારને 453 બીએચપીની શક્તિ પ્રદાન કરે છે.

બુરનઇના સુલ્તાનની સવારી

બુરનઇના સુલ્તાનની સવારી

બુરનઇના સુલ્તાન, હસન અલ બોલ્કિયા, કસ્ટમાઇઝ રોલ્સ રોયસ કારમાં મુસાફરી કરે છે. આ કારને ખાસ કરીને સુલ્તાન માટે બનાવવામાં આવી છે.

થાઇલેન્ડના રાજઘરાણાની સવારી

થાઇલેન્ડના રાજઘરાણાની સવારી

થાઇલેન્ડના રાજઘરાણાની શાહી સવારી છે કેડલિક લિમોજિન. આમ તો થાઇલેન્ડના રાજઘરાણામાં અનેક શાનદાર કાર્સનો મોટો કાફલો છે, પરંતુ અધિકૃત રીતે થાઇલેન્ડના રાજા આ કારમાં મુસાફરી કરે છે.

બેલ્જિયમના રાજઘરાણાની શાહી સવારી

બેલ્જિયમના રાજઘરાણાની શાહી સવારી

બેલ્જિયમના રાજઘરાણાની શાહી સવારી, મર્સડીઝ બેંજ પૂલમૈન 600 છે. આ કારનો ઉપયોગ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પણ કરવામાં આવે છે.

English summary
Here is an exclusive feature on the cars owned by Royal Families. Be it the British Royal Family cars to the Royal Family cars in India, we have it covered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X