For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: રૂસના પાંચ ખતરનાક હથિયાર વિશે

|
Google Oneindia Gujarati News

સિરીયામાં જ્યારથી રૂસની સેનાઓ ISIS પર તૂટી પડી છે, ત્યારથી અમેરિકા સહિત દુનિયાના અન્ય મોટા દેશ પણ મૌન થઇ ગયા છે. ધમકી અને ચેતવણી સિવાય કોઇ પણ રૂસની સેનાઓ પર આંગળી ચિંધી શકે તેમ નથી.

ISISના છક્કા ઉડાવી રહી છે, રૂસની સૌથી ખતરનાક સ્પેશિયલ ફોર્સ

રૂસ જ્યારે શીત યુદ્ધના સમયમાંથી પસાર થઇ રહ્યું હતુ ત્યારે દુનિયાના ઘણાં દેશોએ રૂસના સૈન્યને લઇને મજાક ઉડાવી હતી. ત્યારે ISIS પર રૂસની સેના દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીએ સાબિત કરી દીધુ છેકે રૂસ બદલાઇ રહ્યું છે, અને રૂસનું સૈન્ય હવે દુનિયાના અન્ય સૈન્યની જેમ જ શક્તિશાળી બની ગયુ છે.

મહિલાઓના વસ્રોમાં સિરીયાથી ભાગ્યા ISISના આતંકીઓમહિલાઓના વસ્રોમાં સિરીયાથી ભાગ્યા ISISના આતંકીઓ

જ્યાં એકતરફ અમેરિકા અને બ્રિટન જેવા દેશો જૂના અને કાટ લાગી ગયેલા હથિયારોથી છૂટકારો મેળવવાની કોશિષ કરી રહ્યાં છે, ત્યાંજ રૂસ પાસે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ એવા શક્તિશાળી હથિયારો છે. હાલમાં રૂસ પાસે એ તમામ હથિયારો છે, જેનાથી તે દુનિયાની કોઇ પણ સેના સાથે બાથ ભીડી શકે તેમ છે.

ISISનો ખાત્મો બોલાવશે રૂસના આ હથિયાર

ત્યારે આવો અમે તમને જણાવીએ કે આખરે રૂસ પાસે એવા કયા હથિયારો છે, કે જેની નોંધ અમેરિકા જેવા શક્તિશાળી દેશે પણ લેવી પડી છે.

સુખોઇ

સુખોઇ

રૂસની પાસે જે સુખોઇ સિરીઝ છે, તે દુનિયાના સૌથી તાકતવર ફાઇટર જેટ્સ છે. રૂસની પાસેના સુખોઇ ફાઇટર જેટ્સ અમેરિકાના એફ-15, એફ/A હોરનેટ્સથી પણ વધુ ખતરનાક છે.

સુખોઇ T-50 PAK-FA

સુખોઇ T-50 PAK-FA

ભારતને પણ આ ફાઇટર જેટ્સ આગામી વર્ષોમાં મળશે. આ જે્ટસ પહેલા કરતા વધુ મારક ક્ષમતા ધરાવે છે.

AESA રડાર

AESA રડાર

રૂસના AESA રડારને દુનિયાના સૌથી ખતરનાક રડારમાંથી એક કહેવામાં આવે છે. આ રડાર પેન્સિલના આકાર વાળા બીમ વડે આકાશમાં ઉંડાણ સુધી જોઇ શકે છે.

T-14 ટેન્ક્સ

T-14 ટેન્ક્સ

આ વર્ષે માર્ચ મહિનામાં રૂસે T-14 ટેન્ક્સને દુનિયા સામે પ્રદર્શિત કર્યા હતા. આ ટેન્ક્સ વજનમાં હલકા, લો-પ્રોફાઇલ, અને ઉચ્ચ ક્ષમતાવાળા છે. જેમાં એડવાન્સ ટેક્નોલોજી વાળા તમામ હથિયાર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

યાસીન અટેક સબમરીન

યાસીન અટેક સબમરીન

રૂસની પાસે પરમાણું ક્ષમતા વાળી સબમરીન સૌથી મોટો પડકાર છે. આ સબમરીનથી એમેરિકા પણ સ્તબ્ધ છે.

English summary
After a series of massive air strikes in Syria Russia has given a message to the whole world which says do not mock on its armed forces' capabilities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X