For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sawan 2018: ભગવાન શિવ છે સંપૂર્ણ વિજ્ઞાન

હિંદુ ધર્મની લગભગ તમામ ધાર્મિક માન્યતાઓ, પૂજા વિધિ અને દેવીદેવતાઓને ચડાવાતી સામગ્રીનો વૈજ્ઞાનિક આધાર છે. આપણી પૂજાની વિધિ માત્ર એક પરંપરા નથી.

|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મની લગભગ તમામ ધાર્મિક માન્યતાઓ, પૂજા વિધિ અને દેવીદેવતાઓને ચડાવાતી સામગ્રીનો વૈજ્ઞાનિક આધાર છે. આપણી પૂજાની વિધિ માત્ર એક પરંપરા નથી. રૂષિમુનિઓએ પોતાના જ્ઞાનચક્ષુ દ્વારા નક્કી કર્યું હતું કે કઈ વિધિ સાથે કયું વિજ્ઞાન જોડાયેલું છે. પ્રાચીન કાળમાં લોકો વિજ્ઞાનને નહોતા સમજતા એટલે તેને ધર્મની સાથે જોડીને રજૂ કરાયું. અને લોકો તેને આસ્થા અને શ્રદ્ધાના નામ પર અપનાવતા હતા.

શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક

શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક

અમે વાત કરી રહ્યા છીએ શિવલિંગ પર દૂધ અને જળના અભિષેકની. શિવલિંગ પર જળ અને દૂધ અર્પિત કરવાને ઘણા લોકો અંધવિશ્વાસ કહીને નકારે છે. કારણ કે તેમને આ ઘટના પાછળની વૈજ્ઞાનિક માહિતી નથઈ. શિવલિંગ પર જળ ચડાવવાનું વૈજ્ઞાનિક કારણ છે. શું તમે ક્યારેય એ તપાસ્યુ છે કે શિવલિંગનો આકાર વિશ્વના તમામ ન્યૂક્લિયર રિએક્ટર જેવો જ કેમ છે. હકીકતમાં ન્યૂક્લિઅર રિએક્ટર પણ શિવલિંગ પરથી જ બન્યા છે. અને વૈજ્ઞાનિકો આ વાત સ્વીકારી પણ ચૂક્યા છે, કે દુનિયામાં જેટલા પણ શિવલિંગ છે તેની આજુબાજુ સૌથી વધુ ન્યૂક્લિયર સક્રિયતા મળે છે. અમેરિકન વૈજ્ઞાનિકો આ વાત સાબિત પણ કરી ચૂક્યા છે કે કોઈ પૂર્ણ સક્રિય શિવલિંગ અને ન્યૂક્લિયર રિએક્ટરની આસપાસના વાતાવરણમાં એક સમાન વિકિરણ અને આવેશ હોય છે. એટલે શિવલિંગની ન્યૂક્લિયર સક્રિયા શાંત કરવા માટે જ જળ, ભાંગ, ધરૂતો, બિલિ પત્ર સહિતના રેડિયેશનને શોષિત કરતા પદાર્થ ચડાવવામાં આવે છે. આ તમામ પદાર્થ અપ્રિત કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ શિવલિંગની નજીક જાય છે તો ન્યૂક્લિયર વિકિરણને કારણે તે વ્યક્તિના શરીર, મન અને મસ્તિષ્કમાં કેટલાક વૈજ્ઞાનિક ફેરફાર થાય છે.

બીજી વાત, શિવલિંગના કાળા પત્થર વિશે...

બીજી વાત, શિવલિંગના કાળા પત્થર વિશે...

તમે જોયું હશે કે મોટા ભાગના શિવલિંગ કાળા પત્થરમાંથી જ બનેલા હોય છે, તેની પાછળ પણ વિજ્ઞાન છે. હકીકતમાં કાળો રંગ કાળો એટલા માટે દેખાય છે કારણ કે તે અન્ય રંગને પરાવર્તિત નથી કરતો. તેમાં તમામ રંગ સમાઈ જાય છે. કાળો રંગ નકારાત્મક ઉર્જાને સોશવાનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિમાં નકારાત્મક ઉર્જા વધુ પ્રમાણમાં છે તો તેને અનેક પ્રકારના માનસિક અને શારિરીક રોગ થઈ શકે છે. નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિના જીવનમાં પ્રત્યેક કાર્ય પ્રભાવિત થાય છે. આવો વ્યક્તિ જ્યારે શિવલિંગના કાળા પત્થ નજીક જાય છે, તેને સ્પર્શ કરે છે તો નકારાત્મક ઉર્જા શિવલિંગ ખેંચી લે છે. અને તે વ્યક્તિને સકારાત્મક ઉર્જા આપે છે. એટલે જે તે વ્યક્તિ માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ મહેસૂસ કરે છે.

માનસિક શાંતિ

માનસિક શાંતિ

ત્રીજી વાત, જ્યારે સૌથી વધુ માનસિક શાંતિ શિવ મંદિરમાં મળે છે. આમ તો તમામ દેવી દેવતાઓ મંદિરમાં શ્રદ્ધાળુઓને શાંતિ તો મળે છે, પરંતુ વૈજ્ઞાનિકોના મત મૂજબ સૌથી વધુ માનસિક શાંતિ શિવાલયમાં પ્રાપ્ત થાય છે. બ્રિટનના વૈજ્ઞાનિકોની વાત માનીએ તો મેડિટેશન પર રિસર્ચ દરમિયાન શિવ મંદિરમાં મેડિટેશન કરવાથી ધ્યાન ઝડપથી એકાગ્ર થાય છે. શિવને આદિયોગી અને પરમ યોગ ગુરુ કહેવાયા છે. યોગના જનક ભગવાન શિવ જ છે. એટલે સ્વાભાવિક છે કે તેમના મંદિરમા બેસીને ધ્યાન ધરવું સહેલું છે. શિવ મંદિરમાં મેડિટેશન કરવાથી વ્યક્તિના શ્વાસ સંતુલિત થાય છે. મસ્તિષ્ક શાંત કરનાર રસાયણો ઉદ્ભવે છે. તેમાં શારિરીક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે.

English summary
relation of lord shiva and science.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X