For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની 100 પ્રેરણાદાયક મહિલાઓમાં, 7 ભારતીય મહિલાઓનું નામ

|
Google Oneindia Gujarati News

હાલમાં જ બીબીસીએ વિશ્વની 100 પ્રેરણાદાયક મહિલાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. દર વર્ષે આ મીડિયા હાઉસ દ્વારા ચાર અલગ અલગ ક્ષેત્રોમાં સારું અને પ્રેરણાદાયી કામ કરનાર મહિલાઓના નામની જાહેરાત કરવામાં આવે છે. જે દ્વારા તે પોત પોતાના ફિલ્ડમાં આગવી ઓળખ ઊભી કરનાર અને અનેક અન્ય મહિલા માટે પ્રેરણાસ્ત્રોત બનનાર મહિલાઓને સન્માને છે.

ત્યારે આ વર્ષે આ લિસ્ટમાં ભારતની એક બે નહીં કુલ સાત મહિલાઓના નામને સમાવવામાં આવ્યું છે. આ તમામ મહિલાઓએ તેમના ક્ષેત્રમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને અન્ય મહિલાઓને પણ જે તે ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી છે.

જો કે આ લિસ્ટમાં કેટલાક જાણીતા નામોને બાદ કરતા કેટલીક તેવી મહિલાઓના નામ પણ છે જે કોઇ સેલેબ્રિટી નથી પણ તેમણે કંઇક તેવું કર્યું કે જેનાથી સમગ્ર ભારતવર્ષ તેમના પ્રત્યે સન્માન અનુભવી શકે. તો જાણો કંઇ ભારતીય મહિલાઓના નામ છે આ લિસ્ટમાં. વાંચો આ ફોટોસ્લાઇડર...

આશા ભોંસલે

આશા ભોંસલે

સ્વરોની સમ્રાજ્ઞીની તેવી આશા ભોંસલેનું નામ આ લિસ્ટમાં આગળ છે. આશા ભોંસલે માટે બીબીસીએ કહ્યું છે કે તે મહિલાઓ માટે આદર્શ છે કારણ કે તેમણે સખત મહેનત અને તપસ્યા કરીને પોતાની એક ઓળખ અને સ્થાન બનાવ્યું છે.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ભારતના ગૌરવ સમાન સાનિયા મિર્ઝાએ કરોડો લોકોના દિલ જીત્યા છે. અને અનેક મહિલાઓ સાનિયાના કારણે ખેલ જગતમાં ફરી જોઇએ. તો કેટલાક તેને પોતાના કેરિયર તરીકે સ્વીકાર્યું છે.

કામિની કૌશલ

કામિની કૌશલ

પહેલાના સમયની આ સુંદર અભિનેત્રી કામિની કૌશલનું નામ પણ આ લિસ્ટમાં છે. સુપરસ્ટાર મનોજ કુમારની રીલ માં ગણાતી તેવી જાણીતી કામિની કૌશલને અનેક લોકો પોતાનું આર્દશ મને છે.

સ્મૃતિ નાગપાલ

સ્મૃતિ નાગપાલ

સ્મૃતિ નાગપાલ સાઇન લેંગવેઝની એક્સપર્ટ અને ઇન્ટપ્રેન્યોર છે. તે મૂક બધીર બાળકોને પગનિર્ભર કરવાનું કામ કરે છે.

કનિકા ટેકરીવાલ

કનિકા ટેકરીવાલ

કંપની "જેટ સેટ ગો"ની માલિક તેવી આ મહિલા પાઇલોટે અનેક મહિલાઓને પોતાની કેરિયર પોતાના હાથમાં લેવાની અને નવી ઊંચાઇ સર કરવાની પ્રેરણા આપી છે.

મુમતાઝ શેખ

મુમતાઝ શેખ

મુમતાઝ શેખ, શૌચલય બનાવવું કેટલું જરૂરી છે તે અંગે અભિયાન ચલાવે છે. અને આ ભગીરથ કાર્ય દ્વારા તેમણે અનેક મહિલાઓને પ્રેરણા આપી છે.

બીબીસી

બીબીસી

આ લિસ્ટમાં 7માં નંબરે રાજસ્થાનની નિવાસી રિમ્પી કુમારી છે જે ખેડૂત છે. બીબીસી દર વર્ષે ચાર કેટેગરીને આધાર બનાવીને આ રિપોર્ટ નીકાળે છે. જેમાં રાજનીતિ, સાયન્સ, મનોરંજન-ખેલ અને સામાજીક કામોમાં મોખરે રહેતી પ્રેરણાદાયી મહિલાઓના નામનો સમાવેશ કરવામાં આવે છે.

English summary
It's all about Indian girl power all the way! Making a mark on the global map, 7 Indian celebrated personalities including singer Asha Bhosle, tennis star Sania Mirza and Kamini Kaushal have made it to BBC’s list of 100 most aspirational women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X