• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિજ્ઞાને પણ માન્યુ, સંબંધોમાં કડવાશ દૂર કરશે આ ઉપાય

|

દરેક સંબંધમાં ચડાવ ઉતાર આવે છે. રિલેશનશિપમાં એક સમય એવો આવે છે જ્યારે લોકો પોતાના પાર્ટનર સાથે ભવિષ્યમાં આગળ વધવાના નિર્ણય પર વિચાર કરે છે અને વિચારે છે કે તેમનો નિર્ણય યોગ્ય છે કે નહિ. અમુક કપલ આ મુશ્કેલ પડાવને પાર કરી જાય છે તો અમુક સંબંધ તૂટીને વિખેરાઈ જાય છે. દરેક લગ્ન સફળ થાય એવુ જરૂરી નથી પરંતુ પ્રયત્ન કર્યા વિના તેમાંથી બહાર નીકળી જવુ ખોટુ જરૂર છે.

દરેક સંબંધની અલગ મુશ્કેલીઓ હોય છે

દરેક સંબંધની અલગ મુશ્કેલીઓ હોય છે

રિલેશનશિપ એક્સપર્ટ અને ઘણા મનોવૈજ્ઞાનિક કપલ્સ વચ્ચે આવતી મુશ્કેલીઓને સમજવાનો પ્રયત્ન કરે છે અને અમુક એવા ઉપાયો લઈને આવવાની કોશિશ કરે છે જેનાથી તેમની મુશ્કેલીઓને દૂર કરી શકાય. જો તમે અને તમારા પાર્ટનર વચ્ચે બધુ ઠીક ન ચાલી રહ્યુ હોય તો આ ઉપાયો અજમાવી શકો છો. જિંદગીમાં આપણે જ્યારે કોઈની સાથે આપણુ આવનારુ ભવિષ્ય જોઈએ છીએ ત્યારે એ વ્યક્તિને દિલથી અપનાવીએ છીએ. પરંતુ અમુક સ્થિતિ એવી બની જાય છે કે એ વ્યક્તિ સાથે વાત કરવાનુ નહિ પરંતુ સાથે રહેવાનુ પણ મુશ્કેલ લાગે છે. જો તમે પણ પોતાના પાર્ટનર સાથેના સંબંધ માટે હેરાન હોવ તો એક્સપર્ટ દ્વારા સૂચવાયેલ ડાયરી લખવાનો આઈડિયા અપનાવી શકો છો. તેમનુ માનવુ છે કે આનાથી તમારા સંબંધો જરૂર સુધરશે.

ડાયરી લેખનથી આવશે સંબંધોમાં સુધાર

ડાયરી લેખનથી આવશે સંબંધોમાં સુધાર

આ માનવીય સ્વભાવ છે કે તે સામેવાળા વ્યક્તિ વિશે પોતાનો દ્રષ્ટિકોણ બનાવે છે અને એ અનુસાર તેના વિશે વિચારે છે. જો તમે ફરી ફરીને માત્ર પાર્ટનરની ભૂલોને જ શોધશો તો સંબંધમાં તિરાડ પડવી નક્કી છે. પોતાના રિલેશનશિપમાં નવો રંગ ભરવા માટે તમે ડાયરી લખવાનુ શરૂ કરો. આને તમે મેરેજ ડાયરીનું નામ આપી શકો છો. આ ડાયરીનો ઉપયોગ ત્યારે કરો જ્યારે તમે અને તમારા પાર્ટનર વચ્ચે બોલાચાલી કે ઝઘડો થઈ જાય. વિવાદ થવા પર ડાયરી ઉઠાવો અને તેમાં પોતાના પાર્ટનરના એ કામોને લખો જેનાથી તમને ખુશી થાય. આમાં તેની એ આદતો અને ખૂબીઓ લખો જે તમને પસંદ હોય.

આ પણ વાંચોઃ ફિલ્મોમાંથી રાજકારણમાં આવેલી મિમી ચક્રવર્તીએ કર્યુ એક મોટુ એલાન

પોતાના વિચારોથી નકારાત્મકતા હટાવો

પોતાના વિચારોથી નકારાત્મકતા હટાવો

જ્યારે ઝઘડા પછી ડાયરી લખવા બેસશો તો સંભવ છે કે તમારા મનમાં પાર્ટનરની માત્ર ભૂલો જ આવે. આવી સ્થિતિમાં તમે સમય લો અને સાથે પસાર કરેલ સમયને યાદ કરો. મનમાં નકારાત્મકતા આવે તો તેને દૂર કરીને તેમની સકારાત્મક વાતો યાદ કરો. આ ઉપાય વિવાદને શાંત કરવા અને સંબંધમાં સુધારો લાવવામાં મદદગાર સાબિત થશે.

સંબંધોની કડવાશ ઘટશે

સંબંધોની કડવાશ ઘટશે

પોતાના રિલેશનશિપ માટે સમય કાઢીને આ ઉપાય કર્યા બાદ તમને પોતાને અનુભવાશે કે પાર્ટનર સાથે તમારા સંબંધમાં સુધારો થઈ રહ્યો છે. વાત વાતમાં થતાં ઝઘડા પણ ઘટશે. ડાયરી લખવાથી તમને એ જાણવામાં મદદ મળશે કે તમારા પાર્ટનર તમને ખુશ રાખવા માટે શું શું કરે છે અને તેણે તમને ખુશ રાખવાના કેટલા મોકા આપ્યા છે.

English summary
If your relationship is going through a rough patch, this article might help you to shift your perspective and eventually strengthen your relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more