For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NASA ના વૈજ્ઞાનિકોએ શોધ્યો શનિના આકારનો ગ્રહ, જેમાં છે પાણી

વૈજ્ઞાનિકોએ હબ્બર અને સ્પિતઝર ટેલિસ્કોપની મદદથી શનિ ગ્રહ જેવી સાઇઝનો એક ગ્રહ WASP-39b શોધ્યો છે. અને તેમનો દાવો છે કે આ ગ્રહનું વાતાવરણમાં શનિ ગ્રહથી ત્રણ ગણું વધુ પાણી છે.

|
Google Oneindia Gujarati News

નાસાના વૈજ્ઞાનિકાઓએ પૃથ્વીથી 700 પ્રકાશવર્ષ દૂર એક ગ્રહને શોધ્યો છે. જેની પર પાણી પણ મળ્યું છે. વૈજ્ઞાનિકોએ હબ્બર અને સ્પિતઝર ટેલિસ્કોપની મદદથી શનિ ગ્રહ જેવી સાઇઝનો એક ગ્રહ WASP-39b શોધ્યો છે. અને તેમનો દાવો છે કે આ ગ્રહનું વાતાવરણમાં શનિ ગ્રહથી ત્રણ ગણું વધુ પાણી છે. WASP-39b કન્યા નક્ષત્રનો ભાગ છે અને પોતાના તારાથી પૃથ્વી અને સૂર્ય કરતા 20 ગણો વધુ નજીક છે. પૃથ્વીની જેમ તે પોતાની ધરી પર ચારે તરફ નથી ફરતો. આ ગ્રહનો ખાલી એક જ ભાગ તેના તારા તરફ છે. જે બતાવે છે કે આ ગ્રહનું તાપમાન વધારે છે. તારીની તરફના ભાગ પર ગ્રહનું તાપમાન 1430 ડિગ્રી ફેરૈનહાઇટ સુધી હોઇ શકે છે.

solar system

જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ગ્રહ પર જેટલું પાણી છે તે જોતા આ વાતનો સંકેત મળી છે કે નિર્માણના સમયે આ ગ્રહ મુખ્ય તારાથી દૂર હશે જ્યાં તેનો સામનો કોઇ બરફ જેવી વસ્તુથી થયો હતો. આ ગ્રહ પર કામ કરવા માટે વૈજ્ઞાનિકોએ પ્રમુખે કહ્યું છે કે આપણે આપણા સૌરમંડળથી બહાર નીકળીને જોવાની ખાસ જરૂર છે. જેથી આપણે આપણા ગ્રહનો સારી રીતે સમજી શકીએ. તેમણે કહ્યું કે આ ગ્રહની રચના બાકી ગ્રહો કરતા અલગ અને જટિલ છે. અને આ જ તેની અદ્ઘભૂત વાત છે. વૈજ્ઞાનિકોને આ ગ્રહ પર પાણી વરાળના સ્વરૂપે મળ્યું છે. WASP-39b ગ્રહનું તાપમાન ખૂબ જ વધારે છે. અને દિવસે આનું તાપમાન 776 ડિગ્રીથી ખુબ વધારે છે. આ તાપમાનના કારણે જ તેને આપણા ગ્રહના શનિ ગ્રહ સાથે સરખાવવામાં આવી રહ્યો છે. જો કે આ ગ્રહને શનિને જેવી રિંગ્સ નથી.

English summary
Scientists In NASA Found Water In An Exoplanet WASP-39bs Atmosphere.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X