'સત્યના પ્રયોગ' કરાવતી સુંદર વેબસાઇટ એટલે સર્ચ ફોર ગાંધી!

Written By:
Subscribe to Oneindia News

દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી વિષે ઘણું લખાયું છે, કહેવાયું છે, તેમજ અઢળક ફિલ્માવાયું પણ છે. દેશનો કોઇ નાગરિક રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી વિષે માહિતી ના ધરાવતો હોય તો જ નવાઇ. જોકે હવે પરિસ્થિતિ એવી છે કે કોઇને ગાંધીજી સાથે ઘરોબો ન હોય તો તેઓ ગાંધીજીના જીવનને ઊંડાણથી જાણી શકતા નથી. એટલે કે જેના ભાગે મહાત્માને જાણવાનું આવે, એટલે કે નિસબત ધરાવતા લોકો જ ગાંધીજીના જીવનકાર્યને, તેમના બલિદાનને, અને તેમની સમાજસેવાને સમજી શકે છે, બાકીના લોકો ગાંધીથી દૂર થતાં જઇ રહ્યા છે.

કહેવાય છે કે ગાંધીજીને ઓળખવા-પારખવા-સમજવા અને જાણવા હોય તો તેમની આત્મકથા 'સત્યના પ્રયોગ' પુસ્તક વાંચી જવું. જોકે પુસ્તક વાંચવાના શોખીનો ઘણા ઓછા હોય છે માટે ગાંધીજીને સમજવા અને સમજાવવા વખતો વખત અવનવા પ્રયોગો પણ થતા રહ્યા છે. પત્રો, કતાર લેખ, પુસ્તકો, અનુવાદો, નાટકો, શોર્ટ ફિલ્મો, સિરયલ્સ અને ફિચર ફિલ્મો પણ ખૂબ પ્રમાણમાં બની છે. એક પણ એવું માધ્યમ બાકી નથી રહેતું જેમાં ગાંધીને પ્રસ્તુત કરવામાં આવ્યા ના હોય.

આજની પેઢી હવે ઇન્ટરનેટ અને ત્રણ ડબલ્યૂને સંપૂર્ણપણે સમર્પિત થઇ ગઇ છે. માટે તેઓ ગાંધીજીના પુસ્તક પાસે આવે એ તો બનવું રહ્યું માટે ગાંધીજીને તેમની પાસે લઇ જવા પડે. હવે ગાંધીજી વિષે તો શું દુનિયાના કોઇ પણ મહાન વ્યક્તિ વિષેની જાણકારી મેળવવી હોય તો ઇન્ટરનેટ અને ગૂગલ પર ચાલ્યા જાવ! એક ક્લિક માત્રથી જેતે વસ્તુ-વિષયની અતથી ઇતિની માહિતી તમારી સામે પથરાઇ જશે. ગાંધીજીને વધુ નજીકથી જાણવા માટે આપને ઇન્ટરનેટ પર અઢળક માહિતીઓ, વેબસાઇટ્સ, અહીં સુધી ઓનલાઇન પુસ્તકો પણ મળી જશે.

પરંતુ અહીં મારે વાત કરવાની છે એક એવી વેબસાઇટની જે ખરેખર મજાની છે. જેનું નામ http://searchforgandhi.in/ છે. ગાંધીજીના જીવન પર આધારિત આ ખૂબ જ સુંદર વેબસાઇટ છે, અને વેબસાઇટનું નામ પણ સાર્થક છે કે સર્ચ ફોર ગાંધી. આ વેબસાઇટને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. વેબસાઇટને ખોલતાં જ પહેલા તેમાં રંગબેરંગી ટપકાં દેખાશે, જેને જોડીને ગાંધીજીનો જી બનાવવાથી વેબસાઇટ ઓપન થાય છે.

આ રંગબેરંગી વેબસાઇટમાં ગાંધીને જાણો, ગાંધીને મળો, અને ગાંધીને સર્ચ કરો એવા વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાં જઇને આપ ગાંધીજી વિષે પિરસવામાં આવેલી માહિતી મળી જશે. ત્યારબાદ 'જર્ની ઓફ ધ મહત્મા'નો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં આપને સુંદર તસવીરો થકી ગાંધીજીના જન્મથી લઇને તેમના મરણ સુધીની યાત્રા કરી શકો છો.

આ વેબ સાઇટની એક મજાની વાત એ છે તેમાં બાળકો માટે ગેમિંગ ઝોન પણ આપવામાં આવ્યું છે, જેમાં ક્વિઝ, પઝલ વગેરે ગેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વેબસાઇટને 'યુથ ફોર ગાંધી' નામની સંસ્થાએ ગેલ કંપનીના સહયોગથી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શાળાના ઉપયોગ માટે ડિઝાઇન બનાવડાવી છે. આ વેબસાઇટ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે.

એક નજર કરો સર્ચ ફોર ગાંધી પર...

સર્ચ ફોર ગાંધી

સર્ચ ફોર ગાંધી

આ વેબસાઇટમાં ગાંધીજીના જીવનની તમામ માહિતી આપવામાં આવી છે તેમજ તેમના જીવન પર આધારીત ક્વિઝ પણ રાખવામાં આવી છે.

સર્ચ ફોર ગાંધી

સર્ચ ફોર ગાંધી

આ રંગબેરંગી વેબસાઇટમાં ગાંધીને જાણો, ગાંધીને મળો, અને ગાંધીને સર્ચ કરો એવા વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાં જઇને આપ ગાંધીજી વિષે પિરસવામાં આવેલી માહિતી મળી જશે

ગાંધીજીની જીવનયાત્રા

ગાંધીજીની જીવનયાત્રા

'જર્ની ઓફ ધ મહત્મા'નો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં આપને સુંદર તસવીરો થકી ગાંધીજીના જન્મથી લઇને તેમના મરણ સુધીની યાત્રા કરી શકો છો.

ગેલેરી

ગેલેરી

આ વેબસાઇટમાં એક ગેલેરી પણ આપવામાં આવી છે જેમાં ગાંધીજીને લગતા ઘણી તસવીરો આપવામાં આવી છે.

રાજઘાટ

રાજઘાટ

વેબસાઇટમાં રાજઘાટની તસવીરો પણ આપવામાં આવી છે અને ગાંધીજીના સુવાક્યો આપવામાં આવ્યા છે. જુઓ વેબસાઇટ...

English summary
'Search for Gandhi' is beautiful website to know, meet Mahatma Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.