• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કલમ 377: સમલૈંગિકતા આ સેલેબ્સની કમજોરી નહિ પણ તાકાત બની ગઈ

|

ગુરુવારે સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા પર ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે સહમતિ સાથેના સમલૈંગિક સંબંધો ગુનો નથી. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રાઈવસી દરેક વ્યક્તિનો અધિકાર છે અને તેમાંથી કોઈને પણ વંચિત ન રાખી શકાય. ભારતમાં જ્યાં સમયે-સમયે કોઈને કોઈ સેલિબ્રિટી આ મુદ્દે દબાયેલ અવાજે વાત કરતા આવ્યા છે તો દુનિયાના કેટલાય દેશમાં સેલેબ્સે ખુલીને સ્વીકાર કર્યો છે. એપ્પલના સીઈઓ ટિમ કુક હોય કે પછી આયરલેન્ડના પીએમ લિયો વારાડકર, આ તમામ લોકોએ પોતે સમલૈંગિક હોવાનો સ્વીકાર કરતા સંકોચ ક્યારેય નહોતો અનુભવ્યો. તો આવા જ સમલૈંગિક સેલિબ્રિટિ પર એક નજર નાખીએ.

લિયો વારદકર

લિયો વારદકર

આયરલેન્ડની કમાન સંભાળી રહેલા 39 વર્ષના પ્રધાનમંત્રી લિયો વરાદકર દેશના પહેલા ગે પીએમ છે. વર્ષ 2015માં વારદકરે અહીંના એક આરટીઈ રેડિયોને ઈન્ટર્વ્યૂ આપ્યું હતું જેમાં તેમણે મૂળ ભારતીય હોવા અંગે અને પોતાની સેક્સ્યુઆલિટી પર ગર્વથી વાત કરી હતી. વરદકરે કહ્યું કે, 'મને પરિભાષિત કરે તેવો આ મુદ્દો નથી. હું કોઈ અડધો ભારતીય રાજનેતા, કે પછી એક ડૉક્ટર રાજનેતા કે ગે રાજનેતા નથી. આ બધા જ મારા ભાગ છે.' આયરલેન્ડની ચૂંટણીમાં જ્યાં એક ગે વડાપ્રધાનને ચૂંટવામાં આવ્યા છે તો એક લેસ્બિયન કેથરીન જાપોનેને પણ કેબિનેટમાં જગ્યા મળી છે. આયરલેન્ડના પ્રખ્યાત ડૉક્ટર લિયોના પાર્ટનર છે.

ટિમ કુક

ટિમ કુક

એપ્પલના સીઈઓ ટિમ કુકે વર્ષ 2014માં પોતાની સેક્સ્યુઆલિટી સાથે જોડાયેલ એક એવું સત્ય દુનિયાની સામે રાખ્યું જેનાથી એમની શરમ નહીં બલકે ખુશી અને ગર્વનો અહેસાસ કરાવ્યો હતો. સીઈઓ કુકે ચાર વર્ષ પહેલા બ્લૂમબર્ગ બિઝનેસવીકમાં એક આર્ટિકલ લખ્યો હતો અને તેમાં એમણે લખ્યું, 'આઈ એમ પ્રાઉડ ટૂ બી અ ગે, અને મને લાગે છે કે ગે હોવું ભગવાનની એવી અનમોલ ગિફ્ટ છે, જેના માટે એમને પણ પસંદ કર્યા છે.' કુકે પહેલી વાર જાહેરમાં પોતાની સેક્સ્યુઆલિટી વિશે દુનિયાની સામે વાત કરી હતી. કુકે આગળ લખ્યું હતું કે એકાંતનો અહેસાસ કરતા હોય તેવા લોકોને મારી આ વાત તકલીફ પહોંચાડી શકે છે અને જેઓ હકની લડાઈ લડી રહ્યા છે તેમને પ્રેરિત કરી શકે છે.

એના બ્રનાબિક

એના બ્રનાબિક

એના બ્રનાબિક 29 જૂન 2017ના રોજ સર્બિયાના 12મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. એના એક ગે છે અને એમનું માનીએ તો આ વાતે એમને ક્યારેય ખટકી નહોતી. બ્રનાબિક દુનિયાની દુનિયાનાં પાંચમાં એવા નેતા છે. જેમણે જાહેરમાં ગે હોવાનો સ્વીકાર કર્યો. પીએમ બન્યા બાદ એમણે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, એ વાત મને બિલકુલ પસંદ નથી કે કોઈના ગે હોવા પર જ તેના એના વ્યક્તિત્વનું અંગ માનવામાં આવે. આ કેમ જરૂરી છે? શું અમને કોઈ વ્યક્તિ પ્રત્યેની ઈમાનદારી, દેશ પ્રત્યે પ્રેમ અને એમની આકરી મહેનતને ધ્યાનમાં ન રાખવી જોઈએ?

જેવિયર વેટેલ

જેવિયર વેટેલ

લક્જમબર્ગના પીએમ જેવિયર બેટેલ પણ એક ગે છે અને તેઓ માને છે કે લક્જમબર્ગના લોકોને તેઓ ગે છે કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો. બેટેલ પીએમ બન્યા ત્યારે તેઓ દુનિયાના ત્રીજા એવા રાષ્ટ્રઅધ્યક્ષ હજા જેઓ ગે હોવા છતાં પીએમ બની ગયા હોય. વેટેલે ડિસેમ્બર 2013માં પીએમ પદ સંભાળ્યું હતું. માર્ચ 2010થી વેટેલ ગાઉથે.યિર ડેસ્ટેનેની સાથે રિલેશનશીપમાં છે. ડેસ્ટેનેએ બેટેલને પ્રપોઝ કર્યું હતું અને વેટેલે તેનો સ્વીકાર પ્રપોઝલ સ્વીકારી હતી. બંનેએ 15 મે 2015ના રોજ લગ્ન કરી લીધાં હતાં.

એલિયો ડી રૂપો

એલિયો ડી રૂપો

એલિયો ડી રૂપો ડિસેમ્બર 2011માં બેલ્ઝિયમના પીએમ બન્યા હતા. રૂપોએ વર્ષ 1996માં આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ ગે છે. આ ઘટના બાદ એક દિવસ કેટલાક પત્રકારોએ એમના ઘરને ઘેરી લીધું અને બુમાબુમ કરવા લાગ્યા હતા કે 'તમે ગે છો...' એના પર રૂપોએ જવાબ આપ્યો કે 'તો એમા શું થયું?' આ જવાબ સાંભળીને પત્રકારો બધા દંગ રહી ગયા અને બાદમાં મને જાવા દીધો. દુનિયાના તેઓ પહેલા નેતા હતા જેમણે ગે હોવાનો સ્વીકાર કર્યા બાદ દેશની કમાન સંભાળી હોય.

એલેન ડિજેનરેસ

એલેન ડિજેનરેસ

એલેન ડિજેનરેસ આજે દુનિયાના જાણીતા નામમાનું એક છે. એલેને 1997માં આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ લેસ્બિયન છે. જે બાદ તેઓ અમેરિકન ન્યૂજમાં છવાઈ ગયાં હતાં. લેસ્બિયન હોવાનો સ્વીકાર કર્યો ત્યારે એલેનની મમ્મી આઘાતમાં સરી પડ્યાં હતાં પણ બાદમાં એલેનને સપોર્ટ પણ કર્યો. 1997થી ઓગસ્ટ 2000 સુધી એલેન અભિનેત્રી એન હૈશે સાથે રિલેશનશીપમાં હતી. બાદાં ઓગસ્ટ 2000થી 2004 સુધી તેણે એક્ટ્રેસ અને ડાયરેક્ટર એલેક્ઝેન્ડ્રા હૈડીસન સાથે રિલેશન બાંધ્યા હતા. 2004થી અત્યાર સુધી પોર્શિયા ડી રોસીની સાથે રિલેશનશિપમાં છે. એલેનની કુલ સંપત્તિ 400 મિલિયન ડૉલરની છે.

રિકી માર્ટિન

રિકી માર્ટિન

મશહૂર લૈટિન સિંગર રિકી માર્ટિને વર્ષ 2011માં ઓપ્રો વિન્ફ્રેના શો પર આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે એક ગે છે. 29 માર્ચ 2010ના રોજ રિકીએ સાર્વજનિક રીતે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે એક ગે છે. એમણે પોતાની ઑફિશિયલ વેબસાઈટ પર લખ્યું હતું કે, મને આ વાત કહેતા બહુ ખુશી થઈ રહી છે કે હું સમલૈંગિક પુરુષ છું. હું ખુદને બહુ ભાગ્યશાળી માનું છું. રિકીએ પોતાની સેક્સ્યુઆલિટી પર કેટલાય વર્ષો સુધી ચુપ્પી સાધી હતી.

સર એલ્ટન જૉન

સર એલ્ટન જૉન

બ્રિટનના લેજેન્ડરી સિંગર સર એલ્ટન જૉન વર્ષ 1993માં ફિલ્મમેકર ડેવિડ ફર્નિશની સાથે રિલેશનમાં આવ્યા. તેની સાથે જ એમણે પોતાની સેક્સ્યુઆલિટીને દુનિયાની સામે જાહેર કરી. વર્ષ 2010માં એમણે કેટલાક ક્રિશ્ચિયન ઓર્ગેનાઈઝેશનના વિરોધનો સામનો કરવો પડ્યો. વર્ષ 2013માં જૉને રશિયામાં લાગુ એલજીબીટી કાયદાનો વિરોધ કર્યો ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ એમની ટિકા કરી હતી. પુતિને કહ્યું હતું કે જૉને એ સમજી લેવું જોઈએ કે રૂસના એલજીબીટી સમુદાયની સાથે કોઈ ભેદભાવ નથી થતો.

Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

English summary
Section 377 Verdict of Supreme Court: famous people around the world who are homosexual.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more