For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: ઉંચાઇથી ડર લાગે છે તો આ ખતરનાક જગ્યાની તસવીરો જોશો નહી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: શું તમને ઉંચાઇથી ડર લાગે છે? જો હા, તો પછી આ રસ્તા પર જવું તો શું તમને તેની તસવીરો પણ ડરાવી દેશે. સ્પેનનો આ રસ્તો 'કોમિનિટો ડેલ રે', દુનિયાનો સૌથી ખતરનાક રસ્તો છે. કેટલાક વર્ષો પહેલાં પાંચ લોકોનું અહીંથી પડી જતાં મોત નિપજ્યું હતું, ત્યારબાદ તેને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. પરંતુ દસ વર્ષો બાદ દુનિયાના દુર્ગમ રસ્તો ફરી એકવાર પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે.

'કોમિનિટો ડેલ રે'ને કિંગ્સ પાથવે પણ કહેવામાં આવે છે. સીધા પહાડો પર બનેલો આ સાંકડો માર્ગ 330 ફૂટની ઉંચાઇ પર છે અને અહીં 100 વર્ષ જૂનો પાથવે છે. તો બીજી તરફ તેની પહોળાઇ માત્ર એક મીટર જ છે. હવે અહીં પર્યટકોની સંખ્યાને સીમિત કરી દેવામાં આવી છે. અહીં જવાનું જોખમ ખૂબ ઓછા લોકો ઉઠાવે છે, પરંતુ જે જાય છે તે જીંદગીભરનો અનુભવ કરીને પરત ફરે છે.

અહીં જુઓ કિંગ્સ પાથવેની કેટલીક રોમાંચક તસવીરો.

વિશ્વનો સૌથી ખતરનાક માર્ગ

વિશ્વનો સૌથી ખતરનાક માર્ગ

સ્પેનનો આ રસ્તો 'કોમિનિટો ડેલ રે', દુનિયાનો સૌથી ખતરનાક રસ્તો છે.

330 ફૂટની ઉંચાઇ

330 ફૂટની ઉંચાઇ

સીધા પહાડો પર બનેલો આ સાંકડો રસ્તો 330 ફૂટની ઉંચાઇ પર છે.

100 વર્ષ જૂનો પાથવે

100 વર્ષ જૂનો પાથવે

દક્ષિણી સ્પેનમાં બનેલો આ 100 વર્ષ જૂનો પાથવે છે.

અદભૂત છે આ નજારો

અદભૂત છે આ નજારો

રોમાંચ સાથે પ્રેમ કરનાર પર્યટકોની આ પ્રથમ પસંદ છે.

જોખમ ભરેલો રસ્તો

જોખમ ભરેલો રસ્તો

330 ફૂટની ઉંચાઇ પર બનેલા આ રસ્તા પર જોખમ ખૂબ ઓછા લોકો ઉઠાવે છે.

દસ વર્ષ સુધી બંધ હતો

દસ વર્ષ સુધી બંધ હતો

5 લોકોના અહીંથી પડી જતાં મોત થઇ જતાં સરકારે તેને બંધ કરી દિધો હતો.

સપ્ટેમ્બર 2014માં ફરી ખોલવામાં આવ્યો

સપ્ટેમ્બર 2014માં ફરી ખોલવામાં આવ્યો

સુધારા અને સમારકામ બાદ સપ્ટેમ્બર 2014માં આ માર્ગને ફરીથી પર્યટકો માટે ખોલવામાં આવ્યો છે.

શું તમે ઉંચાઇથી ડરો છો

શું તમે ઉંચાઇથી ડરો છો

આ રસ્તો 100 વર્ષ પહેલાં મજૂરો માટે બનાવવામાં આવ્યો હતો.

પાંચ લોકોના મોત

પાંચ લોકોના મોત

1999 અને 2000માં અહીંથી પડી જતાં પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.

ઘણા ઓછા લોકો જાય છે

ઘણા ઓછા લોકો જાય છે

અહીં ઘણા ઓછા લોકો આવવાની હિંમત કરી શકે છે, તો બીજી તરફ ફરીથી ખુલ્યા બાદ અહીં પર્યટકોની સંખ્યા પણ સીમિત કરી દેવામાં આવી છે.

100 વર્ષ જૂનો પાથવે

100 વર્ષ જૂનો પાથવે

દક્ષિણી સ્પેનના એલ કોરો શહેર નજીક આ પાથવે Gaitanes Gorge પર બનેલો છે.

અદભૂત છે આ નજારો

અદભૂત છે આ નજારો

આ સીધા પહાડો પર બનેલો સાંકડો રસ્તો છે. જેની પહોળાઇ માત્ર એક મીટરની છે.

માત્ર 1 મીટર પહોળાઇ

માત્ર 1 મીટર પહોળાઇ

330 ફૂટની ઉંચાઇ પર બનેલા રસ્તાની પહોળાઇ માત્ર એક મીટર જ છે.

સૌથી ખતરનાક રસ્તો

સૌથી ખતરનાક રસ્તો

અહીં વચ્ચે-વચ્ચે ઘણી જગ્યાએ રસ્તો તૂટી ગયો છે. જે જોખમ ભરેલો છે.

પર્યટકોનું ખાસ આકર્ષણ

પર્યટકોનું ખાસ આકર્ષણ

આ જગ્યા તે પર્યટકોને ખાસ આકર્ષિત કરી કરે છે, જેમને રોમાંચક યાત્રા અથવા ચઢાણ કરવાનું પસંદ છે.

English summary
The world's most dangerous and scariest footpath is reopening in Spain in a bid to lure tourists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X