આ તસવીરો જોઇ, તમે સેલ્ફી લેતા પહેલા 100 વાર વિચારશો!

Posted By:
Subscribe to Oneindia News

સેલ્ફી ક્રેઝી તો તમે, હું બધા જ છીએ. જ્યારે પણ સારા લાગતા હોઇએ કે પછી કોઇ ખાસ પળ હોય ત્યારે સેલ્ફી મોડ કરીને ફોનની સામે આપણે ઊભા રહી જઇએ છીએ. અને વળી સમયે સમયે આપણે આપણા પ્રોફાઇલ પીક અને ડીપ પણ બદલવાના હોય છે એટલે સેલ્ફી લેતા રહેવું જોઇએ.

પણ આજે અમે તમને જે સેલ્ફી તસવીરો બતાવાના છીએ તે જોઇને તમે સેલ્ફી લેતા પહેલા સો વાર વિચારશો. અને એક વાર તો સેલ્ફીમાં પોતાની જાતને જોતા પહેલા આજુબાજુના શું શું છે તેના પર નજર નાંખવાનો જરૂરથી પ્રયાસ કરશો.

 

એર્ડલ સીલન અને મિલાહ એડમ્સનો એક વીડિયો સેલ્ફી ફ્રોમ હેલ હાલમાં જ સોશ્યલ મીડિયા પર આગ લગાવી છે. આ વીડિયોમાં એક છોકરીને પોતાનો સેલ્ફી લઇ રહી છે. પણ તે પછી તે જ્યારે ફોનમાં આ જ સેલ્ફી જુવે છે ત્યારે તેની જોડે શું થાય છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સેલ્ફી
  

સેલ્ફી

આ ફોટોમાં છોકરી તેની સેલ્ફી લઇ રહી છે. હાલ તો તે પોતાની જાતને સેલ્ફીમાં સુંદર દેખાઇ રહી છે કે કેમ તે જોવામાં રસ રાખી રહી છે.

સેલ્ફીમાં સાયા
  

સેલ્ફીમાં સાયા

ત્યારે આ સેલ્ફીમાં છોકરીની પાછળ એક કાળો, જાડો પડછાયો સાફ રૂપે દેખાય છે.

ડર
  

ડર

પોતાની સેલ્ફીમાં પાછળ આવું કોણ ઊભુ છે તેના ડર આ છોકરીના ચહેરા પર એકદમ સ્પષ્ટ પણે દેખાઇ આવે છે. પણ તેની પાછળ તેને કંઇક દેખાતું નથી

બીજી વાર કેમેરા ઓન
  
 

બીજી વાર કેમેરા ઓન

ત્યારે જ આ છોકરી બીજી વાર પોતાનો કેમેરો ઓન કરે છે કે કદાચ તેને જે પ્રત્યક્ષમાં નથી દેખાતું શું તે તેનો કેમેરા પકડી શકે છે કે કેમ!

ફરી આવ્યો સાયા
  

ફરી આવ્યો સાયા

ત્યારે તે જ્યારે પોતાની મસ્તીમાં મસ્ત હોય છે ત્યારે જ ફરી એક વાર તેની પાછળ દેખાય છે તે જ પડછાયો અને આ વખતે તે પડછાયો તેની વધુ નજીક છે.

પડછાયો
  

પડછાયો

હવે જ્યારે છોકરી ફરી તેનો કેમેરો ચેક કરે છે ત્યારે તેને તે પડછાયો પોતાની વધુ નજીક જોવા મળે છે.

ડર
  

ડર

છોકરીને સમજાતું નથી કે પ્રત્યક્ષ પણે તો પાછળ કોઇ જ નથી તો પછી દરેક વખતે કેમેરામાં જ કેમ તે પડછાયો જોવા મળે છે અને કેમ તે તેની આટલી નજીક આવી ગયો છે.

છેલ્લી વાર ફોટો
  

છેલ્લી વાર ફોટો

છેલ્લી વાર તે ડરના માર્યા પોતાના ફોનનો કેમેરો ઓન કરે છે તે જોવા કે શું ખરેખરમાં કંઇ તેવું છે જે તેની નરી આંખો નથી જોઈ શકતી!

વીડિયો
  

વીડિયો

હવે છોકરી સેલ્ફી મોડ કરીને પોતાનો વીડિયો પાડી રહી છે. તેના ચહેરા પર ભય સાફ પણે દેખાય છે.

જોમ્બી એટકે
  

જોમ્બી એટકે

અને ત્યારે જ તેની પર થાય છે જોમ્બી એટેક અને તે છોકરી બૂમો પાડવા લાગે છે.
નોંધનીય છે કે એર્ડલ સીલન અને મીલાહ એડમ્સે આ વીડિયો ખાલી લોકોના મનોરંજન માટે બનાવ્યો છે. માટે તમે તારે બિન્દાસ સેલ્ફી લો. પણ પાછળ જરા જોઇ લેજો હો!

English summary
selfie from hell video goes viral. A media student made a video in which they have shown that in selfies we can even capture ghosts and zombees.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.