For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેલ્ફી વીથ ગણેશ : જુઓ ગુજરાતભરના પંડાલોની તસવીરો

|
Google Oneindia Gujarati News

વિધ્નહર્તાની ગણપતિની વાજતે ગાજતે સવારી આવી પહોંચી ગઇ છે. ગુજરાતભરમાં ઠેર ઠેર પંડાલોમાં ગણેશજીના ભકતો બાપ્પાને આશીર્વાદ લઇ રહ્યા છે. તો કેટલાક લોકોએ ઘરમાં કે શેરીમાં પણ હોશે હોશે સિદ્ધિ વિનાયકની પધરામણી કરાવી હતી. અને અલગ અલગ થીમ સાથે તથા સજાવટ સાથે સૌએ ગણપતિની પધરામણી કરી છે.

ત્યારે વન ઇન્ડિયાની આ સ્પેશ્યલ સીરિઝમાં અમે રોઝ તમારા ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પાની તસવીરો અમારા આ આર્ટીકલમાં રજૂ કરીશું. તો તમારા ઘરે બિરાજમાન ગણપતિ ભગવાન સાથે તમારા પરિવારની સેલ્ફી પાડી અમને મોકલો અને અમારા આ આર્ટીકલમાં રજૂ કરીશું. તો તમારા ઘરે બિરાજમાન ગણપતિ ભગવાન સાથે તમારા પરિવારની સેલ્ફી પાડી અમને અહીં મોકલો.

ટ્વિટર
ફેસબુક

ભરૂચથી સુરેશભાઇ પ્રજાપતિનો પરિવાર

ભરૂચથી સુરેશભાઇ પ્રજાપતિનો પરિવાર

ભરૂચથી સુરેશભાઇ પ્રજાપતિને તેના ઘરે બેસાડેલા ગણપતિની રમણીય તસવીર અમને મોકલી છે. તે દર વર્ષે તેના ઘરમાં 9 દિવસ સુધી ગણપતિ બેસાડે છે. ત્યારે તેમની માતા અને પત્ની સાથે ગણપતિ બાપ્પા સાથે સહપરિવાર તેમણે આ તસવીર મોકલી છે.

વિશ્વા અને શિવમ ઠાકોર

વિશ્વા અને શિવમ ઠાકોર

તો વિશ્વા અને શિવમ ઠાકોરે પણ તેમના ઘરે બેસાડેલા ગણપતિની તસવીરને મોકલાવી હતી.

ફાલ્ગુની અને અમિતભાઇ પટેલ

ફાલ્ગુની અને અમિતભાઇ પટેલ

તો અમદાવાદના ફાલ્ગુનીબેન અને અમિતભાઇ પટેલની આ તસવીર છે જેમણે તેમના ઘરે ગણપતિ બેસાડ્યા છે.

21 ફૂટના ગણપતિ

21 ફૂટના ગણપતિ

તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વિનોદભાઇ ધૂળે તેમના ઘરે 21 ફૂટ લાંબી બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરી છે. આ મૂર્તિની કિંમત છે 1.75 લાખ રૂપિયા. ત્યારે આવી વિશાળકાળ મૂર્તિ ઘરે બેસાડવા પાછળ વિનોદભાઇ કહે છે કે નાનપણ તેમને આવી મોટી મૂર્તિની ઇચ્છા હતી જે આ વર્ષે બાપ્પાના આશીર્વાદથી શક્ય બની છે.

નવસારીના તલવાર ગણેશ

નવસારીના તલવાર ગણેશ

તો નવસારીમાં ગણેશ ભક્તોએ આ વખતે તેમના પંડાલમાં તલવાર વાળા ગણપતિને આ અનોખી મૂર્તિ મૂકી હતી. અને ગણેશજીને તમામ વિધ્નોને હરવા માટે પ્રાર્થના કરી હતી.

દિવાસળીના ડબ્બા વાળા ગણપતિ

દિવાસળીના ડબ્બા વાળા ગણપતિ

તો નવસારીમાં દિવાસળીના ડબ્બામાંથી ગણેશજીની અનોખી મૂર્તિ પણ પંડોલ દ્વારા બનાવવામાં આવી હતી. અને મૂર્તિને ત્રિશૂળનો આકાર આપવામાં આવ્યો હતો.

નવસારીના પંડાલની સજાવટ

નવસારીના પંડાલની સજાવટ

તો નવસારીમાં બાપ્પાના ભક્તોએ ગણેશજીની વિશાળ મૂર્તિ સાથે પંડાલની પણ અદ્ધભૂત સજાવટ કરી હતી. જેને અનેક લોકોનું મન મોહી લીધુ હતું.

English summary
You can share your selfie with oneindia. We will publish your selfie every day in our article
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X