આવનારા 20 વર્ષોમાં નરી આંખે જોઇ શકીશું અસલી એલીયન!
આવકાશ વિજ્ઞાનીયોનું માનવું છે કે પૃથ્વી ઉપરાંત પણ બ્રહ્માંડના અન્ય ઘણા ગ્રહો પર જીવન હોઇ શકે છે અને સંભવ છે કે તેની ભાળ આવતા 20 વર્ષોમાં લગાવી શકાશે. અમેરિકામાં કેલિફોર્નિયામાં એસઇટીએ સંસ્થાના વરિષ્ઠ અંતરિક્ષ વૈજ્ઞાનિક શેથ શોસ્ટકે જણાવ્યું છે કે 'સૌરમંડળમાં પૃથ્વી ઉપરાંત ઘણાબધા ગ્રહો હોઇ શકે છે, જેમાં જીવન હોઇ શકે છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે 'મને લાગે છે કે આ ગ્રહોની ભાળ મેળવવી સારી વાત છે. આવનારા 20 વર્ષોમાં એવું બની શકે છે કે, પરંતુ તે નાણાકિય સહાયતા પર પણ નિર્ભર કરશે. તેમણે કોંગ્રેસનલ સાઇન્સ કમિટિ પર હાલમાં જ તેમણે પોતાની ખોજને સાકર કરી. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ મંગળ અને ચંદ્રમા છે. '
કેટલાંક વૈજ્ઞાનિક બીજા ગ્રહોમાં જીવનની હાજરીની ભાળ મેળવવા આ ગ્રહોના વાતાવરણ અને વાયુમંડળનું સ્કૈન કરી રહ્યા છે, જેનાથી વાતાવરણમાં ઓક્સીજન અને મીથેન ગેસોની હાજરીની તપાસ કરી શકે. ડિક્સવરી ન્યૂઝ અનુસાર કેટલાંક વૈજ્ઞાનિક અતિઆધુનિક ટેકનીકના માધ્યમથી સંભવિત એલીયનો દ્વારા મોકલવામાં આવતા રેડિયો તરંગ અને અન્ય સંકેતોની પણ તપાસ કરવાની કોશીશ કરી રહ્યા છે. શોસ્ટકે જણાવ્યું 'વાસ્તવિકતા એ છે કે આપણને કંઇ ખબર નથી પડી શકી. પરંતુ એનો અર્થ એ નથી કે કંઇ છે જ નહીં. અમે હજી શોધ શરૂ જ કરી છે.'
શું છે એલીયનનું રહસ્ય જુઓ તસવીરોમાં...

શું છે એલિયન
એલિયન એટલે પૃથ્વીની જેમ બીજા કોઇ ગ્રહ પર વસતા લોકોને એલિયન કહેવાય છે.

પૃથ્વી પર તેમનું અસ્તિત્વ
અવાર-નવાર એવા કિસ્સાઓ સાંભળવા મળ્યા છે કે કોઇ માનવીએ એલિયનને પૃથ્વી પર જોયા હોય. પરંતુ આ વાતો પર સાયંસ આંધળી આંખશે વિશ્વાસ કરતો નથી. માટે વિજ્ઞાન તેમના અસ્તિત્વની શોધ કરી રહ્યું છે.

યુએફઓનું દેખાવું
યુએફઓ એટલે અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ, જેને સાદી ભાષામાં ઉડતી રકાબી પણ કહેવામાં આવે છે. દુનિયાના ઘણા દેશમાં આવી ઉડતી રકાબી દેખાવાની ઘટના ઘટી છે.

શું એલિયનો પૃથ્વિ પર કબજો કરવા માગે છે?
પ્રશ્નો ઘણા છે, શું એલિયન્સ છે? અને જો હોય તો તેઓ પૃથ્વિ પર શા માટે આવે છે? શું તેઓ સાચે જ લોકોને દેખાયા છે. જો હા તો શું તેઓ પૃથ્વિ પર પોતાનું આધિપત્ય જમાવવા માંગે છે. જો હા તો વિશ્લેષકોની માન્યતા અનુસાર માનવશક્તિ તેમને એવું કરતા અટકાવી શકશે નહી.