દુનિયાના 30 મોસ્ટ એડમાયર્ડ લોકોમાં 7 ભારતીય, એકમાત્ર ગુજરાતી મોદી

Posted By:
Subscribe to Oneindia News

લંડન, 13 જાન્યુઆરી: માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સ દુનિયામાં સૌથી વધારે વખાણાયેલા(મોસ્ટ એડમાયર્ડ) વ્યક્તિ છે. તેમના ઉપરાંત ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આ મામલામાં પાંચમાં નંબર પર આવે છે, તો ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાતમાં નંબર પર આવે છે. આ દાવો ભારત સહિત અન્ય 13 દેશોમાં કરવામાં આવેલા સર્વેનો છે.

પ્રશંસા પામનારાઓનો સર્વે:
'યૂગૉવ' દ્વારા 'ધ ટાઇમ્સ' માટે દુનિયાના સૌથી પ્રશંસિત લોકો ખાતર આ સર્વે કરવામાં આવ્યા છે. સર્વેનું કહેવું છે કે દુનિયામાં સૌથી વધારે પ્રશંસા પામનારમાં શ્રેષ્ઠ 10માંથી ચાર અને આખી 30 લોકોની સૂચિમાં સાત ભારતીયનો સમાવેશ થાય છે. ગ્રેટ બ્રિટેન, ફ્રાંસ, જર્મની, રશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ભારત, ચીન, ઇજિપ્ત, નાઇજીરિયા અને બ્રાઝિલમાં લગભગ 14,00 લોકો પર આ સર્વે કરવામાં આવ્યો.

 

લિસ્ટમાં કોણ કયા સ્થાને છે:
આ ફેહરિસ્ટમાં 40 વર્ષિય સચિન તેંડુલકર જ્યાં પાંચમાં સ્થાને છે, જ્યારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાતમાં સ્થાને આવે છે. લિસ્ટમાં બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન 9માં સ્થાને, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ 10માં સ્થાને, સમાજસેવી અણ્ણા હઝારે 14માં સ્થાને, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 18માં અને જાણીતા ઉદ્યોગપતિ રતન તાતા 30માં ક્રમે આવે છે. પાકિસ્તાનથી આ સૂચિમાં માત્ર એક જ હસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ક્રિકેટમાંથી રાજકારણમાં ઝંપલાવનાર ઇમરાન ખાનનો સમાવેશ થાય છે, જેમને 12મું સ્થાન પ્રાપ્ત થયું છે.

સર્વેમાં માત્ર 6 મહિલાઓ:
દુનિયાના સૌથી જાણીતા લોકોની આ સૂચિમાં આશ્ચર્યજનક રીતે માત્ર છ મહિલાઓનું જ નામ છે. તેમાં ક્વિન એલિઝાબેથ 17માં ક્રમે, હોલિવૂડ એક્ટ્રેસ એન્જલીના જોલી 19માં ક્રમે, યૂએસ ટોક શો હોસ્ટ ઓપરા વિન્ફ્રે 20માં, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ 26માં ક્રમે, પૂર્વ યૂએસ સેક્રેટરી હિલેરી ક્લિંટન 27માં અને ચીનની ફોક સિંગર પેંગ લિયુઆન 28માં નંબર પર આવે છે.

જાણો ટોપ-10 માં કોણ કોણ આવે છે:

બિલ ગેટ્સ
  

બિલ ગેટ્સ

બિલ ગેટ્સ

બરાક ઓબામા
  

બરાક ઓબામા

બરાક ઓબામા

વ્લાદીમીર પુતિન
  

વ્લાદીમીર પુતિન

વ્લાદીમીર પુતિન

પોપ ફ્રાંસિસ
  
 

પોપ ફ્રાંસિસ

પોપ ફ્રાંસિસ

સચિન તેંડુલકર
  

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

શી ચિન પિંગ
  

શી ચિન પિંગ

શી ચિન પિંગ

નરેન્દ્ર મોદી
  

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વૉરન બફે
  

વૉરન બફે

વૉરન બફે

અમિતાભ બચ્ચન
  

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

એપીજે અબ્દુલ કલામ
  

એપીજે અબ્દુલ કલામ

એપીજે અબ્દુલ કલામ

English summary
Bill Gates most admired in the world, Sachin Tendulkar fifth, Narendra Modi at seventh: Poll
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.