• search

આ આદતોના કારણે બરબાદ થાય છે તમારી સેક્સ લાઈફ, સૌથી વધુ જવાબદાર છે પોર્ન !

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    શું તમે તમારી જિંદગીમાંથી સેક્સ માટે સમય નથી કાઢી શક્તા ? તમે એકલા જ આવા વ્યક્તિ નથી. તમારી આજુબાજુ એવા સંખ્યાબંધ લોકો છે, જે પોતાની સેક્સ લાઈફથી ખુશ નથી અથવા તો એક સારા લવમેકિંગ સેશન માટે તેમની પાસે સમય નથી. આમ જોવા જઈએ તો આ સામાન્ય વાત નથી. આ વાત ગંભીર છે. બદલાતી જતી લાઈફસ્ટાઈલમાં પુરુષોમાં શારિરીક સંબંધની ઈચ્છા ઘટી છે.

    કેટલીક વાર પુરુષો આ વાતનું ઠીકરું ટેક્નોલોજી અને વજન વધવા જેવી સમસ્યાઓ પર ફોડી દે છે. પરંતુ સેક્સ લાઈફમાં આવી રહેલી કમી પાછળ આ જ કારણ કાફી નથી. સેક્સ લાઈફમાં ઘટતા જતા રોમાંચ પાછળ બીજા પણ કેટલાક કારણો જવાબદાર છે. ચાલો જાણીએ કેમ પુરુષો ઈચ્છવા છતાં સારી સેક્સ લાઈફ નથી જીવી શક્તા?

    આ પણ વાંચો: આ આઠ રીતે વધારી શકાય છે મગજની ક્ષમતા

    યૌન ઉત્તેજનામાં કમી એ તમારા વ્યક્તિગત જીવનને અસ્ત વ્યસ્ત કરી શકે છે, જાણો એ કારણો જેના લીધે તમારી સેક્સ લાઈફ બરબાદ થઈ રહી છે.

    ઓછી ઉંઘ

    ઓછી ઉંઘ

    એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે પુરુષોમાં સેક્સ અને ઉંઘ વચ્ચે ઉંડો સંબંધ છે. જે પુરુષો ઓછી ઉંઘ લે છે, તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછા હોય છે. ટેસ્ટોસ્ટેરોન જ પુરુષોમાં કામેચ્છા વધારવાનું કામ કરે છે. ટેસ્ટોસ્ટેરોનની કમીને કારણે પુરુષોની કામેચ્છા ઘટે છે. જે પુરુષોને રાત્રે સારી ઉંઘ નથી આવતી તેમનામાં રાતના સમયે ટેસ્ટોસ્ટોરેન ઓછા થઈ જાય છે. એટલે એક હેલ્ધી સેક્સ લાઈફ માટે સારી ઉંઘ જરૂરી છે.

    દવા લેવાથી

    દવા લેવાથી

    કેટલીક વિશેષ પ્રકારની દવા લેવાને કારણે પણ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટે છે, જેને કારણે પુરુષોને સેક્સની ઈચ્છા ઘટે છે. જો કોઈ દવાના સેવનને કારણે તમને એવું લાગતું હોય કે ઉત્તેજના નથી થતી. તો ડોક્ટરની મદદ લો. વિકલ્પ તરીકે તમે દવા બદલી પણ શકો છો.

    માસ્ટરબેટની આદત

    માસ્ટરબેટની આદત

    આ વાતમાં કોઈ શંકા નથી કે માસ્ટરબેશન એક હેલ્ધી એક્ટિવિટી છે, જેને ક્યારેક ક્યારેક કરવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ કેટલીકવાર વધુ પડતું માસ્ટરબેશન કરવાને કારણે કે માસ્ટરબેશનની આદતને કારણે તમારી સેક્સલાઈફ બરબાદ થઈ શકે છે. એક વાર જો તમને પોતાની જાતે જ સંતોષ મેળવવાની આદત થઈ ગઈ તો પાર્ટનર સાથે સેક્સ કરવામાં તમને સ્હેજ પણ રોમાંચ નહીં મળે. એટલે શક્ય હોય ત્યાં સુધી માસ્ટરબેશન પર કંટ્રોલ રાખો.

    વ્યસ્ત લાઈફ સ્ટાઈલ

    વ્યસ્ત લાઈફ સ્ટાઈલ

    સેક્સ લાઈફ ખરાબ થવામાં હેક્ટિક વર્ક શેડ્યુલનો પણ મોટો ફાળો છે. આજકાલ લોકોની લાઈફ સ્ટાઈલ ખૂબ જ વ્યસ્ત થઈ ચૂકી છે. લોકો પાસે પોતાના અને બીજા માટે વધારાનો સમય નથી. જેની અસર પર્સનલ લાઈફ પર પણ પડી રહી છે. ઓફિસમાં મોડે સુધી બેસવું, વધુ વર્ક લોડ અને કલાકો કમ્પ્યુટર પર વીતાવવાને કારણે સ્ટ્રેસ અને થાક ઝડપથી વર્તાય છે. જેને કારણે પુરુષો સેક્સને ઈગ્નોર કરે છે. સેક્સ લાઈફ માટે પણ તમારે સમય આપવો જરૂરી છે. એક વાત યાદ રાખો તમે જીવવા માટે કામ કરો છો, કામ કરવા માટે નથી જીવતા.

    ડિપ્રેશન પણ છે મોટું કારણ

    ડિપ્રેશન પણ છે મોટું કારણ

    ડિપ્રેશન કોઈ પણ વ્યક્તિની લાઈફમાં પરિવર્તન લાવી શકે છે. ડિપ્રેશનને કારણે પુરુષો જ નહીં, મહિલાઓની યૌન ઈચ્છાઓમાં પણ કમી આવે છે. જેને કારણે સફળ અને સંતુષ્ય યૌન સંબંધ બનાવવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ડિપ્રેશન દૂર કરવા અપાતી એન્ટી ડિસ્પ્રેન્ટ્સ દવાઓની અસર પણ હોય છે. આ દવાઓને કારણે ઉંઘ આવે છે અને લિબિડોનું સ્તર ઘટે છે. જેને કારણે સેક્સ લાઈફ પર અસર પડે છે.

    વધતી ઉંમર

    વધતી ઉંમર

    પુરુષોમાં સેક્સ લાઈફની ઘટતી ઈચ્છા પાછળનું કારણ વધતી ઉંમર પણ હોઈ શકે છે. શરીરમાં હોર્મોનનું સ્તર દરેક વખતે એક સરખુ નથી હોતું. ઉંમર પ્રમાણે શરીરમાં હોર્મોનનું સ્તર પણ ઘટતું જાય છે. ટેસ્ટોસ્ટેરોન પણ તમારા શરીરમાં એક હોર્મોન જ છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનની વધુમાં વધુ માત્રા કિશોરાવસ્થામાં હોય છે. રિસર્ચ મુજબ પુરુષોને સામાન્ય રીતે 60થી 65 વર્ષની ઉંમરે કામેચ્છા ઘટવી સામાન્ય બાબત છે. પરંતુ આ પ્રકારની સમસ્યાથી બચવા માટે તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવું જરૂરી છે.

    પોર્ન પણ છે મોટું કારણ

    પોર્ન પણ છે મોટું કારણ

    મોટા ભાગની મહિલાઓની એ ફરિયાદ હોય છે કે તેમના પાર્ટનરને રિયલ સેક્સમાં રસ નથી કારણ કે તેમને પોર્ન જોવાની આદત છે. પોર્ન મૂવીઝને કારણે પણ સેક્સલાઈફને અસર પહોંચી છે. કેટલાક લોકો પોર્નને વાસ્તવિક સેક્સ સાથે સરખાવે છે. એટલે તેઓ પોતાની સેક્સ લાઈફની સરખામણી પણ પોર્ન મૂવી સાથે કરે છે. જ્યારે તેમની ફેન્ટસી પાર્ટનર સાથે પૂરી નથી કરી શક્તા તો તેમને સેક્સ લાઈફ બોરિંગ લાગે છે.

    English summary
    your sex life is not good, these can be reasons.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more