
2013ની ગંદી વાત: આ નામચીન લોકો ફસાયા સેક્સ સ્કેન્ડલમાં
વર્ષ 2013માં કેટલાક એવા કાળા કારનામા સામે આવ્યા જેના લીધે દેશને શરમ અનુભવવી પડી. કોઇએ રાજકારકમાં પદની લાલચ આપીને હવસની ભૂખ મટાડી તો લોઇએ વિદ્યાના માંદિરમાં પોતાની ગંદી હરકતથી બદનામ કર્યું. કોઇ આદ્યાત્મના નામે પર માસૂમ બાળકીઓની અસ્મિતા સાથે રમતા રહ્યા તો કોઇ નોકરીમાં પ્રમોશન આપવાના નામે ઇજ્જતના ધજાગરા ઉડાવી દિધા. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ તે મોટા ચહેરાઓની જેમને પોતાના પદ અને ગરીમાને નેવે મૂકી હવસ ખાતર માસૂમોની અને મહિલાઓની ઇજ્જત લૂંટી લીધી.
આમ તો વર્ષ 2013માં બળાત્કાર, જાતીય સતામણી અને યૌન શોષણના કેટલાક મુદ્દાઓ સામે પરંતુ કેટલાક એવા એવા કિસ્સા સામે આવ્યા જેને દેશને વિચારવા પર મજબૂર કરી દિધો. કેટલીક એવી હરકતો હતી જેને આખા દેશને ધ્રુજાવી દિધો. તાજા કેસની વાત કરીએ તો બુધવારની સાંજે રાજધાનીના દિલ તરીકે ઓળખાતા કનૉટ પ્લેસમાં એક છોકરી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. પીડિતાને ચૂંથી નાખ્યા બાદ રાક્ષસોએ તેને એક પાર્કિગમાં ફેંકી ફરાર થઇ ગયા. જો કે 2013 હવે અલવિદા કહેવા જઇ રહ્યું છે તો અલવિદા કહેતાં પહેલાં આ વર્ષે થયેલી શરમજનક અને ગંદી કરતૂતો વિશે જાણીએ. જો ખાસ કરીને ચર્ચામાં રહી.

આસારામ બાપુ
આદ્યાત્મના સફેદ વસ્ત્રોમાં પાખંડનું પ્રવચન આપનાર સંત આસારામની કાળી કરતૂતોની ફાઇલ ઘણી લાંબી છે. આસારામ બાપુ પર કિશોર છોકરી સાથે બળાત્કારનો આરોપ છે અને તે જેલમાં બંધ છે. આટલું જ નહી આ ઉપરાંત આસારામની કેટલીક એવી કરતૂતો છે જે તેને સંતના નામ પર કલંક કહેડાવવા માટે પુરતી છે. છોકરીનો દાવો છે કે આસારામ બાપુએ આશ્રમમાં તેનું કેટલાય દિવસો સુધી યૌન શોષણ થતું રહ્યું. યૌન શોષણ કરનારાઓમાં તેને આસારામ બાપુનું પણ નામ લીધું છે.

નારાયણ સાંઇ
આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇ પણ પોતાના પિતાની માફક બળાત્કારી નિકળ્યો. તે પણ જેલમાં બંધ છે અને પોલીસ તેની ફાઇલ તૈયાર કરી રહી છે જેથી તેને આકરામાં આકરી સજા થઇ શકે છે. જો કે પોતાની ગંદી કારતૂતોને સ્વીકાર કરી લીધી છે. નારાયણ સાંઇએ પોલીસ સમક્ષ પોતાના બધા અનૈતિક સંબંધને કબૂલી લીધા છે. જે છોકરીએ તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો તેને તે પોતાની પ્રેમિકા ગણાવે છે, અને કહી રહ્યાં છે કે તેના અને તેની પ્રેમિકા વચ્ચે સેક્સ રિલેશનશિપને બળાત્કાર કેમ કહેવામાં આવે છે?

તરૂણ તેજપાલ
સંશોધનાત્મક મેગેજીન તહેલકામાં હાહાકાર તે સમયે મચી ગયો જ્યારે મેગેજીનના એડિટર તરૂણ તેજપાલ પર એક સનસનીજ આરોપ લાગ્યો. એડીટર તરૂણ તેજપાલ પર મેગેજીનની મહિલા પત્રકાર સાથે છેડતીના આરોપ લગાવ્યો છે. મહિલા પત્રકારે તરૂણ તેજપાલ પર આરોપ લગાવ્યો કે તેમને તેની સાથે ગોવાની હોટલમાં છેડતી અને બળાત્કારનો પ્રયાસ કર્યો. જો કે તરૂણ તેજપાલ પોલીસ કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.

એકે ગાંગુલી
એકે ગાંગુલી સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે અને તેમના પર એક ઇંટર્ન મહિલા વકીલે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. છોકરીએ આ સનસનીખેજ આરોપ સૌથી પહેલાં 'જર્નલ ઓફ ઇન્ડિયન સોસાયટી' નામના બ્લોકના માધ્યમથી 6 નવેમ્બરના રોજ લગાવવામાં આવ્યો. આ લેખનું શીર્ષક હતું, 'થ્રૂ માય લુકિંગ ગ્લાસ'. સોમવારે 'લીગલ ઇન્ડિયા' નામની એક વેબસાઇટ પર તેમનો આ લેખ ફરીથી પ્રકાશિત થયો. જાણકારી અનુસાર યુવા મહિલા વકિલનો આરોપ છે કે જે સુપ્રીમ કોર્ટના એક જજના હાથ નીચે ઇંટર્નશિપ કરી રહી હતી, તે સમયે જજે તેની સાથે હોટલના એક રૂમમાં છેડતી કરી હતી.

NIFTના જોઇન્ટ ડાયરેક્ટર વસંત કોઠારી
દેશની જીણિતી શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)ના જોઇન્ટ ડાયરેક્ટર વસંત કોઠારી પર વિદ્યાર્થીઓએ યૌન ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ કેસ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વિદ્યાર્થીઓ અને પ્રોફેસરનો આરોપ છે કે વસંત કોઠારીએ તેમને પોતાના ચેમ્બરમાં બોલાવતા હતા અને એકલા જોઇને તેમની સાથે અશ્લીલ વાતો કરી તેમને અટકવાનો પ્રયત્ન કરતા હતા.

મધ્ય પ્રદેશ સરકારના મંત્રી રહી ચૂકેલા રાઘવજી
પોતાના નોકરનું યૌન શોષણ કરવાના આરોપમાં મધ્ય પ્રદેશના નાણાં મંત્રે અને 79 વર્ષના ભાજપના નેતા રાઘવજી ભાઇ પોલીસની પકડ છે. જો કે મંત્રીજીની કાળી કરતૂતોની સીડી બનાવવામાં આવી છે. 'સીડી' ના ટ્રેકમાંથી નિકળેલા 'સેક્સ'ના જિને મધ્ય પ્રદેશના રાજકારણમાં તોફાન લાવી દિધું.