• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાઇ બાબાના દ્વારેથી કોઇ સવાલી ખાલી હાથ નથી જતો

|

શિરડી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત એક ગામ છે, જે નાસિકથી 76 કિલો મીટરના અંતર પર આવેલું છે. આજે આ ગામ એક રિલિજિયજ ટૂરિજમ હબમાં પરિવર્તિત થઇ ગયું છે, જ્યાં મહાન સંત સાઇ બાબાની સમાધીના દર્શન કરવા માટે દેશ-વિદેશથી પણ લોકો ઉમટી આવે છે. કહેવાય છે કે શિરડી, 20મી સદીના મહાન સંત સાઇ બાબાનું ઘર હતું. બાબાએ પોતાના જીવનની અડધાથી વધારે સદીને શિરડીમાં વ્યતિત કરી. અત્રેના લોકોની માનીએ તો બાબા અત્રે લગભગ 50 વર્ષ સુધી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સાઇ બાબાની મૂળ ઉત્પત્તિ અંગે કોઇને કંઇ ખ્યાલ નથી, તેમના જન્મનું વિવરણ આજે પણ એક સહસ્ય જ છે. સાઇબાબા પોતે ભગવાન શિવના સાર્વભૌમિક રૂપને માનતા હતા. સાઇ બાબાએ પોતાનું આખું જીવન શિરડીમાં તમામ ધર્મો અને કોમની વચ્ચે શાંતિ અને એકતાનો ઉપદેશ આપવામાં વિતાવી દીધું. એક નાનકડા ગામ શિરડીમાં ભક્તિની એવી સુગંધ છે કે દુનિયાભરમાંથી આધ્યાત્મિક લોકો અત્રે ઉમટી પડે છે. આધ્યાત્મિકતાની નજરે શિરડી દુનિયાના નકશામાં નંબર એક પર આવે છે. અત્રે અન્ય દેવી દેવતાઓ જેવા કે શનિ, ગણપતિ અને શિવ વગેરેની પૂજા પણ કરવામાં આવે છે.

આ પવિત્ર મંદિરમાં વર્ષના કોઇ મહિનામાં દર્શન કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે વર્ષાઋતુ દરમિયાન દર્શન કરવાની ઉત્તમ મૌસમ ગણવામાં આવે છે કારણ કે આ દરમિયાન અત્રેનું જળવાયું ઉચિત હોય છે. દર્શનાર્થીઓ પોતાની યાત્રાને મુખ્ય ત્રણ તહેવાર- ગુરુ પૂર્ણિમા, દશેરા અને રામનવમીના દિવસે પ્લાન કરે છે.

વાત કરીએ શિરડીમાં આવેલા મંદિરો વિશે:

શ્રી સાઇ બાબા સમાધી મંદિર

શ્રી સાઇ બાબા સમાધી મંદિર

શિરડીમાં સમાધી મંદિર ભક્તો માટે દર્શન કરવાનું બીજું સ્થળ છે. દંતકથા અનુસાર નાગપુરનો એક મોટો શ્રીમંત વ્યક્તિ સમાધી મંદિરનો માલિક હતો. તે આ મંદિરમાં મુરલીધરની પ્રતિમાને સ્થાપિત કરવા માગતો હતો અને સાઇ બાબા તે સાઇ બાબાનો પણ મોટો ભક્ત હતો. કથા અનુસાર બાબા પોતે જ મુરલીધર બની ગયા અને આ મંદિર સમાધિ મંદિર બની ગયું.

શ્રી ગુરુસ્થાન મંદિર

શ્રી ગુરુસ્થાન મંદિર

ગુરુસ્થાન મંદિર શિરડીની પાવન ધરતી પર પવિત્ર સ્થ છે. જ્યારે બાબા 16 વર્ષના હતા ત્યારે તેઓ પહેલીવાર લોકોને અત્રે લિમ્બડાના ઝાડ નીચે જોવા મળ્યા હતા. ત્યારથી આ ઝાડનું નામ મારગોસા અને આ સ્થળનું નામ ગુરુસ્થાન પડી ગયું. ભક્તોનું માનવું છે કે ભક્તોની એવી શ્રદ્ધા છે કે જો અત્રે અગરબત્તી સળગાવીને લગાવવામાં આવે તો તમામ રોગોથી મૂક્તિ મળે છે.

લેન્ડી બાગ

લેન્ડી બાગ

શિરડી-મનમાડવાળા માર્ગ પર એક સુંદર બગીચો છે. બાબાએ પોતાના જીવનનો ઘણોબધો સમય આ બગીચામાં વિતાવ્યો હતો. દંતકથા અનુસાર લેન્ડી બાગમાં બાબા એકવાર એક પત્થર પર બેઠા હતા, જેને કેટલાંક લોકો શિરડીમાં લઇ આવ્યા હતા, અને તેઓ તેનો ઉપયોગ કપડા ધોવા માટે કરતા હતા. હાલમાં એ પત્થર શિરડીમાં દ્વારકામાં મસ્જિદમાં મૂકવામાં આવ્યો છે.

મારૂતિ મંદિર

મારૂતિ મંદિર

બાબાના દિલમાં આ મંદિર માટે અપાર ભાવ હતો અને તેઓ હંમેશા અહીં આવીને પૂજા અર્ચના કરતા હતા.

કેવી રીતે જશો શિરડી

કેવી રીતે જશો શિરડી

શિરડી જવા માટે અત્રે ક્લિક કરો...

English summary
Shirdi Sai Baba Temple is a famous pilgrimage site. Shirdi Sai Baba visit is made easier through this list of visiting places in Shirdi. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X