For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની બુલેટ ટ્રેન વિષે કેટલાક Shocking Facts

|
Google Oneindia Gujarati News

હાઇ સ્પીડ રેલ્વે સિસ્ટરને સ્થાપિત કરવા માટે જાપાનની સાથે ભારત સરકારે એમઓયૂ સાઇન કર્યા છે. ત્યારે દરેક ભારતીય હવે તે દિવસની રાહ છે કે જ્યારે પહેલી બુલેટ ટ્રેન મુંબઇથી અમદાવાદની વચ્ચે દોડે. ચોક્કસથી આ તારીખ ઇતિહાસમાં અમર થઇ જશે. અને સાથે જ ભારત પણ તે તમામ વિકસિત દેશોની હોડમાં આવી જશે જે આવી બુલેટ ટ્રેન દ્વારા વિકાસની નવી હરણફાળ ભરે છે. ત્યારે ભારતમાં ચાલનારી આ બુલેટ ટ્રેનની કેટલાક ચોંકવનારા તથ્યો આજે અમે તમને જણાવાના છીએ.

1. બુલેટ ટ્રેન માટે જાપાને જે ભારતને પેકેજ આપ્યું છે તે 0.1 ટકા વ્યાજ દરે 50 વર્ષ માટે આપ્યું છે. એટલે કે આવનારા 50 વર્ષ સુધી ભારત જાપાનનું કર્જદાર રહેશે.

2. 2010માં આવો જ એક પ્રસ્તાવ ફ્રાંસની SYSTRA અને ઇટલીની ITALFERRએ પુણે-મુંબઇ-અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન ચાલુ કરવા માટે મૂક્યો હતો પણ મનમોહન સરકારે તેને કોઇ રિસ્પોન્સ નહતો આપ્યો.

3. નોંધનીય છે કે જાપાન જે પણ પૈસા ભારતને આપશે તેનો ઉપયોગ ભારતે માત્ર અને માત્ર હાઇસ્પીડ રેલ્વે માટે જ કરવો પડશે.

બુલેટ ટ્રેન v/s મેટ્રો ટ્રેન

બુલેટ ટ્રેન v/s મેટ્રો ટ્રેન

બુલેટ ટ્રેન બનવામાં પ્રતિ કિલોમીટર 140 કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. જ્યારે વિજયવાડા મેટ્રો પર 288 કરોડ, દિલ્હી મેટ્રો પર 175 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવ્યો હતો.

ભાડાનું અનુમાન

ભાડાનું અનુમાન

એક આઇઆઇટીયન મુખ્યમંત્રી અનુમાન લગાવ્યું છે કે બુલેટ ટ્રેનનું ભાડું 75 હજાર રૂપિયા હશે.

વાસ્તવિક ભાડુ

વાસ્તવિક ભાડુ

જાપાનની રિપોર્ટ મુજબ તેનું ભાડુ સાધારણ ટ્રેન કે એસી-1 ક્લાસના ભાડા મુજબ હશે.

1.3 કરોડ લોકો કરશે સફર

1.3 કરોડ લોકો કરશે સફર

નોંધનીય છે કે આ પ્રણાલીને ભારતમાં આવતા સમય લાગશે. જે મુજબ ભારતની બુલેટ ટ્રેનમાં 2023 સુધીમાં વર્ષે 1.3 કરોડ લોકો સફર કરશે.

4000 લોકોને વિશેષ ટ્રેનિંગ

4000 લોકોને વિશેષ ટ્રેનિંગ

લગભગ 4000 અધિકારીઓને જાપાનની એજન્સી વિશેષ ટ્રેનિંગ આપશે.

જાપાનની બેંક પહેલા પણ આ કરી ચૂકી છે.

જાપાનની બેંક પહેલા પણ આ કરી ચૂકી છે.

1997માં દિલ્હી મેટ્રોના ફેઝ 1 પર જેટલો ખર્ચો થયો હતો તેના 6 ટકા જાપાન બેંકે આપ્યા હતા.

નો કેજ્યુલ્ટી ટેક્નોલોજી

નો કેજ્યુલ્ટી ટેક્નોલોજી

જે ટેકનોલોજીનો પ્રયોગ ભારતીય બુલેટ ટ્રેનમાં થવાનો છે. તે દુનિયાની નંબર 1 ટેકનોલોજી છે. જેમાં આજ દિવસ સુધી એક પણ મોત નથી થઇ.

English summary
Japan is going to make First Bullet train in India. You will be shocked to see these facts about bullet train.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X