આજથી શ્રાવણ શરૂ થયો શ્રાવણ મહિનો, જાણો તેનું મહત્વ
નવી દિલ્હીઃ ચાતુર્મામસનો પહેલો મહિનો શ્રાવણ ભગવાન શંકરની આરાધનાનો મહિનો છે. આ મહિનામાં ભક્ત પોતાના પ્રિય ભોલેનાથની વિભિન્ન પ્રકારે પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશિર્વાદ લેવાનો પ્રયાસ કરે છે. પવિત્ર શ્રાવણ માસ 17 જુલાઈ બુધવારથી શરૂ થઈ રહ્યો છે અને 15 ઓગસ્ટે ગુરુવારે સમાપન થશે. શ્રાવણ માસમાં ચાર સોમવાર, 3 વખત સર્વાર્થસિદ્ધિ યોગ, 5 વખત રવિયોગ અને 1 વાર અમૃતસિદ્ધિ યોગ બની રહ્યો છે. આ સાથે જ 1 ઓગસ્ટે ગુરુ-પુષ્પનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. જણાવી દઈએ કે ગુજરાતી શ્રાવણ માસ હજુ 15 દિવસ બાદ શરૂ થશે.

2019 શ્રાવણ માસના પ્રમુખ વ્રત-પર્વ, યોગ
17 જુલાઈ શ્રાવણ પ્રારંભ
18 જુલાઈ અશૂન્યશયન વ્રત
19 જુલાઈ પંચક પ્રારંભ
20 જુલાઈ સંકટ ચતુર્થી વ્રત
21 જુલાઈ શુક્રાસ્ત પૂર્વમાં
22 જુલાઈ શ્રી મહાકાલેશ્વર સવારી
23 જુલાઈ શુક્ર કર્ક રાશિમાં, સર્વાર્થસિદ્ધિ યોગ
24 જુલાઈ રવિયોગ, પંચક સમાપ્ત
25 જિલાઈ કાલાષ્ટમી, સર્વાર્થસિદ્ધિ યોગ
28 જુલાઈ કામદા એકાદશી વ્રત
29 જુલાઈ સોમ પ્રદોષ વ્રત, મહાકાલેશ્વર સવારી, અમૃતસિદ્ધિ યોગ
30 જુલાઈ માસ શિવરાત્રિ
31 જુલાઈ પિતૃ અમાવસ્ય

ગુરુ-પુષ્ય યોગ
1 ઓગસ્ટ હરિયાળી અમાવસ્યા, ગુરુ-પુષ્ય યોગ
2 ઓગસ્ટ ચંદ્ર દર્શન
3 ઓગસ્ટ હરિયાળી ત્રી, સિંજારા
4 ઓગસ્ટ વિનાયક ચતુર્થી
5 ઓગસ્ટ નાગ પંચમી, કલ્કિ જયંતિ, મહાકાલેશ્વર સવરી, સોળ સોમવાર વ્રત પ્રારંભ
6 ઓગસ્ટ રવિયોગ
7 ઓગસ્ટ ગોસ્વામી તુલસીદાસ જયંતિ
8 ઓગસ્ટ દુર્ગાષ્ટમી, રવિયોગ
10 ઓગસ્ટ રવિયોગ
11 ઓગસ્ટ પવિત્રા એકાદશી, ગુરુ માર્ગી, સર્વાર્થસિદ્ધિ યોગ
12 ઓગસ્ટ સોમ પ્રદોષ વ્રત, મહાકાલેશ્વરી સવારી
13 ઓગસ્ટ રવિયોગ
14 ઓગસ્ટ ઋગ્વેદી ઉપાકર્મ, સત્યનારાયણ વ્રત
15 ઓગસ્ટ શ્રાવણ પૂર્ણિમા વ્રત, શ્રાવણી ઉપાકર્મ, રક્ષાબંધન, ગાયત્રી જયંતિ, અમરનાથ યાત્રા પૂર્ણ, સ્વતંત્રતા દિવસ.

શ્રાવણ માસમાં શું કરવું
શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનાનો મહિનો છે. આ મહિનામાં કેટલાય લોકો બંને સમયે વ્રત રાખે છે તો કેટલાય લોકો એક સમયે ભોજનનું વ્રત કરે છે. જે લોકો આખો મહિનો વ્રત ન રાખી શકે તેમણે ઓછામાંઓછા દરેક સોમવારે વ્રત રાખવું જોઈએ. આ મહિનામાં ભગવાન શિવનો વિવિધ પદાર્થોથી અભિષેક, પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પ્રતિદિન શિવલિંગ પર જળ અર્પિત કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત કરી શકાય છે. આ મહિને વાળ, દઢી, નખ ન કાપવા જોઈએ. શ્રાવણ માસમાં શિવજીના આંકડાના ફૂલ, બિલીપત્ર, ધતૂરા જરૂર અર્પિત કરવાં જોઈએ. શ્રાવણ મહિનામાં માંસ-મદિરા, નશીલી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.
મોડી રાત્રે દેખાયું આખરી ચંદ્ર ગ્રહણ, 149 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ