For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રાવણમાં 20 પ્રકારના શિવલિંગ ઘરે બનાવો, મનોકામના પૂર્ણ કરો

શ્રાવણ મહીનાની શરૂઆત થઇ ગઇ છે. આ માસમાં તમે ઘરે જાતે શિવલિંગ બાનવી શિવજીને પ્રસન્ન કરી શકો છો.

By Staff
|
Google Oneindia Gujarati News

શ્રાવણ મહીનાની શરૂઆત થઇ ગઇ છે. શિવલિંગ પૂજનમાં જળધારાથી અભિષેકનું વિશેષ મહત્વ છે. અભિષેકનો શાબ્દિક અર્થ છે સ્નાન કરાવવું. શિવજીના અભિષેકને રૂદ્રાભિષેક પણ કહેવામાં આવે છે. રૂદ્રાભિષેકનો અર્થ છે ભગવાન રૂદ્ર એટલે કે શિવનો અભિષેક કરવો. શાસ્ત્રો અનુસાર અભિષેક ઘણા પ્રકારના બતાવવામાં આવ્યા છે. રુદ્રમંત્રો દ્વારા શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે, જેને રૂદ્રાભિષેક કહેવામાં આવે છે. અભિષેક જળ દ્વારા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન સમયે દુર્લભ રત્નોની સાથે જ ભયંકર વિષ પણ નીકળ્યું હતું.

આ વિષના કારણે સમગ્ર સૃષ્ટિ પર પ્રાણિયોનું જીવન સંકટમાં આવી ગયું હતું. સૃષ્ટિને બચાવવા માટે શિવજીએ આ વિષનું પાન કર્યું હતું. વિષ પાન કરવાના કારણે શિવજીના શરીરમાં ગરીમીનું પ્રમાણ વધી ગયું હતું. આ ગરમીને ખતમ કરવા માટે જ શિવલિંગ પર સતત જળથી અભિષેક કરવાની પરંપરા છે. જળથી શિવજીને શીતળતા પ્રાપ્ત થાય છે અને વિષની ગરમી શાંત થાય છે.

શિવલિંગ પર એવી ઘણી વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે, જેની તાસીર ઠંડી હોય. ઠંડી તાસીર વાળી વસ્તુઓથી શિવજીને શીતળતા પ્રાપ્ત થાય છે. જે ભક્ત નિયમિત રીતે શિવલિંગ પર જળ અર્પણ કરે છે, તેને તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે. કાર્યોમાં ભાગ્યનો સાથે પણ મળવા લાગે છે. શિવલિંગના દર્શન માત્ર જ સૌભાગ્યશાળી હોય છે. આના માટે કોઇ પ્રાણપ્રતિષ્ટાની જરૂરીયાતની જરૂરીયાત નથી. પરંતુ વિધિવત પૂજા વગેરે થવી જોઇએ.

સ્લાઇડરમાં જાણીએ કેટલા પ્રકારના શિવલિંગ હોય છે.

નોંધ-આ તસવીરો શિવપૂજનની છે, નહીં કે તે શિવલિંગોની, જેનો ઉલ્લેખ અમે સ્લાઇડરમાં કરી રહ્યા છીએ.

મિશ્રીથી બનેલ શિવલિંગ

મિશ્રીથી બનેલ શિવલિંગ

મિશ્રી (સાકર)થી બનેલ શિવલિંગની પૂજાથી રોગોનો નાશ થાય છે અને તમામ પ્રકારે સુખપ્રદ હોય છે.

ચૂર્ણથી બનેલા શિવલિંગ

ચૂર્ણથી બનેલા શિવલિંગ

સોંઠ, મરચુ, પીપલના ચૂર્ણમાં મીઠું ભેળવીને બનાવેલ શિવલિંગની પૂજાથી વશીકરણ અને અભિચાર કર્મ માટે કરવામાં આવે છે.

ફુલોથી બનાવેલ શિવલિંગ

ફુલોથી બનાવેલ શિવલિંગ

ફૂલોથી બનાવેલ શિવલિંગની પૂજાથી ભૂમિ-ભવનની પ્રાપ્તિ થાય છે.

ઘઉ, ચોખાના શિવલિંગ

ઘઉ, ચોખાના શિવલિંગ

જઉ, ઘઉ, ચોખા ત્રણેયના એક સમાન ભાગમાં મિશ્રણ કરીને લોટ દ્વારા બનાવવામાં આવેલ શિવલિંગની પૂજાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને સંતાનનો લાભ થઇને રોગથી રક્ષા મળે છે.

ફળથી બનેલ શિવલિંગ

ફળથી બનેલ શિવલિંગ

કોઇપણ ફળને શિવલિંગના સમાન રાખીને તેની પૂજા કરવાથી ફળવાટિકામાં વધારે ઉત્તમ ફળ હોય છે.

ભસ્મથી બનેલ શિવલિંગ

ભસ્મથી બનેલ શિવલિંગ

યજ્ઞની ભસ્મથી બનેલ શિવલિંગની પૂજાથી અમીષ્ટ સિદ્ધિયા પ્રાપ્ત થાય છે.

વાંસના અંકુરના શિવલિંગ

વાંસના અંકુરના શિવલિંગ

જો વાસના અંકુરને શિવલિંગના સમાન કાપીને પૂજા કરવામાં આવે તો તેનાથી વંશ વૃદ્ધિ થાય છે.

દહીથી બનેલા શિવલિંગ

દહીથી બનેલા શિવલિંગ

દહીને કપડામાં બાંધીને નિચોવી લેવામાં આવે ત્યાર બાદ તે શેષ બચે છે તેના શિવલિંગની પૂજા કરવાથી સમસ્ત સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે.

ગોળના બનેલા શિવલિંગ

ગોળના બનેલા શિવલિંગ

ગોળથી બનાવવામાં આવેલા શિવલિંગમાં અન ચોટાડીને શિવલિંગ બનાવીને પૂજા કરવાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે.

આંબળાના શિવલિંગ

આંબળાના શિવલિંગ

આંબળા દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગનો રૂદ્રાભિષેક કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

કપૂરના શિવલિંગ

કપૂરના શિવલિંગ

કપૂરથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ પ્રદત્ત અને મુક્તિ પ્રદત્ત થાય છે.

દુર્વાના બનેલા શિવલિંગ

દુર્વાના બનેલા શિવલિંગ

જો દુર્વાને શિવલિંગના આકારમાં ગૂંથીને તેની પૂજા કરવાથી અકાળ-મૃત્યુનો ભય દૂર થઇ જાય છે.

સ્ફટિકના શિવલિંગ

સ્ફટિકના શિવલિંગ

સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિની તમામ અભીષ્ટ કામનાઓને પૂર્ણ કરવામાં સમર્થ છે.

મોતીના બનેલા શિવલિંગ

મોતીના બનેલા શિવલિંગ

મોતીના બનેલા શિવલિંગની પૂજા સ્ત્રીના સૌભાગ્યમાં વધારો કરે છે.

સોનાના શિવલિંગ

સોનાના શિવલિંગ

સુવર્ણ એટલે કે સોનાથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી તમામ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ચાંદીના શિવલિંગ

ચાંદીના શિવલિંગ

ચાંદીના બનેલા શિવલિંગની પૂજા કરવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે.

પીપળાના લાકડાથી બનેલા શિવલિંગ

પીપળાના લાકડાથી બનેલા શિવલિંગ

પીપળાના લાકડાથી બનેલા શિવલિંગ દરિદ્રતાનું નિવારણ થાય છે.

લસણથી બનેલા શિવલિંગ

લસણથી બનેલા શિવલિંગ

લસણથી બનેલ શિવલિંગ શત્રુઓનો નાશ કરે છે અને વિજય પ્રદત્ત થાય છે.

માટીથી બનેલા શિવલિંગ

માટીથી બનેલા શિવલિંગ

બિબરના માટીથી બનેલા શિવલિંગની પૂજા ઝેરીલા પ્રાણીઓથી રક્ષા કરે છે.

પત્થરના શિવલિંગ

પત્થરના શિવલિંગ

પરદ શિવલિંગનું અભિષેક સર્વોત્તમ માનવામાં આવે છે. ઘરમાં પારદ શિવલિંગ સૌભાગ્ય, શાંતિ, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વધારે સૌભાગ્યશાળી છે. દુકાન, ઓફિસ અને ફેક્ટરીમાં વ્યાપારને વધારવા માટે પારદ શિવલિંગની પૂજા અચૂક ઉપાય છે.

English summary
Today is first Monday of Sawan and all over India people are worshiping lord Shiva. So lets se how many types of Shivalinga you can make during Shiva Poojan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X