• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શા માટે રાખવામાં આવે છે રમઝાન મહિનામાં ઉપવાસ?

|

ઉપવાસ કરવાનો કોન્સેપ્ટ હાલના તબક્કે દરેક ધર્મમાં મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મમાં દરેક પ્રકારની ધાર્મિક પ્રક્રિયા હોય કે પછી તહેવાર દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે. તેવી જ રીતે ખ્રિસ્તી ધર્મમાં વ્રત દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે. જોકે અન્ય ધર્મો કરતા મુસ્લિમ ધર્મમાં ઉપવાસ કરવાની પ્રથા થોડીક અલગ છે. રમઝાન મહિનાનો ઉપવાસમાં માત્ર ભોજન જ નહીં પરંતુ માનવીની ચારેકોર રહેલી બુરાઇઓને જીવનકાળમાં સામેલ થવા દેતા નથી. આ ઉપરાંત રમઝાન ઉપવાસ પણ સૌથી લાંબો ઉપવાસ છે, જે એક મહિનાના સમયગાળા સુધી ચાલે છે.

રમઝાનનો અર્થ ભોજન અને પાણી પ્રત્યે પોતાની મરજીથી સંયમ રાખવાનો છે. રમઝાન દરમિયાન કરવામાં આવતા ઉપવાસને અલ્લાહ પ્રત્યેના ઉંડાણપૂર્વકના પ્રેમ તરીકે મુલવવામાં આવે છે. રમઝાન મહિનાનો ઉપવાસ 30 દિવસનો હોય છે, જેની શરૂઆત પૂર્ણ રીતે ખિલેલા ચંદ્રથી શરૂ થાય છે અને જ્યારે ફરીથી આગામી મહિને ચંદ્ર પૂર્ણ રીતે ખિલે છે, ત્યારે પૂર્ણ થાય છે. આ મહિનાના ઉપવાસ દરમિયાન જે ઉપવાસ કરે છે, તે માત્ર એક જ વખત જમી શકે છે અને તે દિવસ આથમ્યાં પછી અને એ પણ પ્રાર્થના કર્યા પછી. તેમજ શા માટે રમઝાન મહિનાના ઉપવાસને ઘણો જ મહત્વનો ઉપવાસ માનવામાં આવે છે, તેની પાછળ અનેક કારણો છો. તો ચાલો તસવીરો થકી એ કારણો પર પ્રકાશ પાડીએ.

ધાર્મિક ગ્રંથ કુરાન

ધાર્મિક ગ્રંથ કુરાન

જ્યારે મોહમ્મદ પૈંગબરે ધાર્મિક ગ્રંથ કુરાન અંગે જાણ્યું એ મહિનો રમઝાન હતો. પ્રભુએ આ પૈંગબરને પોતાના સંદેશાવાહક તરીકે પસંદ કર્યા, જેમણે કુરાન ગ્રંથ બનાવ્યો. રમઝાન મહિનાના અંતિમ દિવસોને ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસો દરમિયાન પૈંગબરે ગ્રંથને પૂર્ણ કર્યો હતો.

મોહમ્મદ પૈંગબરને જ્ઞાન પ્રાપ્ત થયું

મોહમ્મદ પૈંગબરને જ્ઞાન પ્રાપ્ત થયું

મોહમ્મદ પૈંગબરનો જન્મ સંત તરીકે થયો હતો, પરંતુ તેમના સમયમાં ઘણી જ હિંસા હતી. અને તેમની આસપાસના લોકો જે રીતે જીવી રહ્યાં હતા તેનાથી તેઓ નિરાશ અને શરમજનક લાગણી અનુભવતા હતા. પોતાની આસપાસની દુનિયાને જોઇને તેઓ એકાંતવાસ ગાળવા જંગલમાં જતા રહ્યાં હતા. જે દરમિયાન તેમણે માઉન્ટ હિજરામાં દિવસ અને રાતો વિતાવી અને એ દરમિયાન ઉપવાસ કર્યો અને પ્રભુને પ્રાર્થના કરી. આખરે પ્રભુ તેમના પર પ્રસન્ન થયા અને તેમને પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો. પ્રભુએ જ્ઞાનના સાચા પ્રકાશને વહેતો કરવા માટે તેમની પસંદગી કરી હતી. એટલા માટે લોકો રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે અને બુરાઇઓને પોતાના જીવનમાંથી દૂર કરે છે.

ઉપવાસ કરવા પાછળનું કારણ

ઉપવાસ કરવા પાછળનું કારણ

દરેક ધર્મમાં ઉપવાસ એ પ્રભુને મેળવવા માટેનો એક એવો પર્વ છે, જેમાં માનવી પોતાના તમામ સાંસારિક સુખોથી દૂર રહે છે. એક સામાન્ય વ્યક્તિ હંમેશા પોતાની જવાબદારીઓ સાથે બંધાયેલો હોય છે અને તેવા સમયમાં પ્રભુને પામવા માટેનો તેની પાસે યોગ્ય અને જોઇએ તેટલો સમય રહેતો નથી, ત્યારે તે ઉપવાસ કરીને એ વ્યક્તિ ભોજન પ્રત્યેના પોતાના આકર્ષણને ઘટાડીને સંપૂર્ણપણે પ્રભુમાં તલ્લીન થઇ જાય છે. સવારના સમયે ભોજન લેવાનો અર્થ થાય છેકે તે વિશ્વની દૂર છે અને સંપૂર્ણપણે પ્રભુમાં લીન છે, જ્યારે રાત્રી સમયે ભોજન લેવાનો અર્થ છે, જે વિશ્વ દેખાઇ રહ્યું છે તેનાથી પોતાને દૂર કરીને પોતાની અંદરના આધ્યાત્મિક વિશ્વમાં દાખલ થવું.

ચંદ્રને પ્રભુના જ્ઞાનના પ્રકાશના રૂપમાં જોવામાં આવે છે

ચંદ્રને પ્રભુના જ્ઞાનના પ્રકાશના રૂપમાં જોવામાં આવે છે

ચંદ્રને પ્રભુના જ્ઞાનના પ્રકાશના રૂપમાં જોવામાં આવે છે. તેથી રમઝાન મહિનાના ઉપવાસ દરમિયાન ચંદ્ર ઘણો જ મહત્વનો રોલ અદા કરે છે. રમઝાનના સમયમાં ઉપવાસ કરનારાને તેની અંદરના આધ્યાત્મિક વિશ્વને જોવાની તક મળે છે. રમઝાન મહિનાનો ઉપવાસ માત્ર પ્રભુ માટે જ નહીં પરંતુ પોતાની જાતને સારી કરવા માટે પણ છે. તેનો માર્ગ એ છેકે દરેક વ્યક્તિ અંધકારને દૂર કરીને સાચા જ્ઞાનના પ્રકાશ તરફ જાય છે.

English summary
Fasting, as a concept, is present in almost every religion. Hinduism, for example, has the ritual of fast for almost every occasion. Similarly, Christianity also has the ritual of fasting during lent. However, fasting in Islam is a bit different from the rest. The Ramzan fasting not only involves abstinence from eating but also from evils that surround human beings in their lifetime. Ramzan fasting is also one of the longest fast in terms of duration as it lasts for a month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X