• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શ્રાવણમાં કરો 16 શૃંગાર અને જીતો પતિનું દિલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મિત્રો મોટાભાગના લોકોના મોંઢે સાંભળવા મળે છે કે શ્રાવણના પવિત્ર મહિનામાં...મહિલાઓને... ખાસ કરીને સુહાગિનોને 16 શૃંગાર કરીને પોતાના પતિને સામે અને ભગવાનની પૂજા કરવી જોઇએ ત્યારે ભગવાન અને પોતાના પતિદેવ તેમનાથી પ્રસન્ન થશે. પરંતુ આજે દોડધામ ભરેલી જીંદગીમાં આમ કરવું એકદમ અસંભવ છે. એટલા માટે મહિલાઓએ શ્રાવણ ખાસકરીને એક દિવસ પસંદ કરી લીધો છે તેના માટે તે પુરી તૈયારી કરે છે પરંતુ આજેપણ આપણી ઘણીબધી બહેનો એવી છે જેમને ખબર નથી કે 16 શૃંગાર શું હોય છે?

જાણિતી મેગેજીન 'અરાઉન્ડ ધ ઇન્ડિયા'ના મે 2011 અંકમાં છપાયેલા લેખ 'સોળ શણગારનું મહત્વ'ની લેખિકા કુમદ મેહરોત્રાએ આ વિષય પર ગહન અધ્યયન કર્યું છે, ત્યારબાદ તેમણે પોતાની લેખનીથી શૃંગારનું મહત્વ સમજાવ્યું છે.

કુમદ મેહરોત્રાના અનુસાર સ્વર્ણાભૂષણ શરીરની ઉપરના ભાગમાં ધારણ કરવામાં આવે છે અને વેદાંગની માન્યતા છે કે સોનું સંસારના પાલક શ્રી હરિ વિષ્ણુને સર્વાધિક પ્રિય છે. એટલા માટે માન્યતા છે સુવર્ણ આભૂષણ નાભિથી ઉપર ધારણ કરવામાં આવે. એટલા માટે શૃંગાર શૃંગારનો ક્રમ માથાથી માંડીને પગ સુધી પહોંચાડે છે.

આવો જાણીએ આ બધાની ઉપયોગિતા...

માથાની બિંદિયા અથવા માંગ ટીકા

માથાની બિંદિયા અથવા માંગ ટીકા

મહિલાઓ જ્યારેપણ શૃંગાર કરે તો સૌથી પહેલાં માંગ ટીકો ધારણ કરે, કારણ કે આ પતિ દ્વારા પ્રદાન કરવામાં આવેલા સિંદૂરનો રક્ષક હોય છે. લલાટ પર લટકતો તેનો છેડો બે ભ્રમર નીચે પહોંચે છે, જ્યાં પુરૂષ તિલક લગાવે છે એટલા માટે તેનું નામ માંગ ટીકો છે. કારણ કે આ માંગને આચ્છાદિત કરીને તિલકના સ્થાન પર પહોંચે છે.

બિંદી (ચાંદલો)

બિંદી (ચાંદલો)

આકર્ષણમાં ચાંદલાનું પોતાનું અલગ મહત્વ છે. આને એ પ્રમાણે લગાવવામાં આવે છે કે માંગ ટીકાનો એક છેડો તેને સ્પર્શ કરે પરંતુ સંપૂર્ણપણે ઢંકાઇ નહી. બંને ભ્રમરોની વચ્ચે આ આજ્ઞાચક્ર હોય છે, જ્યાં ઇશ્વરીય ઉર્જાના રૂપમાં આપણા સંચિત સંસ્કાર કેન્દ્રિત હોય છે.

કાજલ (મેંસ)

કાજલ (મેંસ)

સ્ત્રીની આંખોની ઉપમા માછલી અને હરણ સાથે કરવામાં આવે છે અથવા તો તે મીનાક્ષી હોય છે અથવા મૃગનયની. સૃષ્ટિના આ બંને જીવ એકદમ ચંચળ હોય છે. તેની ચંચળતાને કોઇની નજર ન લાગી જાય તો નજરનો અભિશાપ આંખોમાં થઇને હદયમાં ઉતરી જાય છે. કાજળ એવી અશુભ નજરોથી બચાવ કરે છે. એટલા માટે કાજળ લગાવવું દરેક સ્ત્રી માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જ્યાં આ તમને બુરી નજરથી બચાવે છે તો બીજી તરફ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

નથણી

નથણી

તમને જણાવી દઇએ કે શૃંગાર નંબર 4 વિશે, જેમાં આપણે નથણી કહીએ છીએ. નાકમાં પહેરવામાં આવતા આ આભૂષણ પોતાની પરંપરા તથા રિવાજોમાં નાની-મોટી હોય છે. આ લોહી સંચારને ગ્રીવા ભાગમાં સ્થિત કરાવે છે એટલા માટે નથણીના રૂપમાં જીવન પર્યન્ત આ આભૂષણને ધારણ કરવું એક સુહાગન માટે એકદમ જરૂરી ગણવામાં આવે છે.

સિંદૂર

સિંદૂર

શૃંગાર નંબર 5ને સિંદૂર કહે છે. ભારતીય વેદાંગન અનુસાર શરીરમાં માથાનો ભાગ સૂર્યનો હોય છે અને સૂર્ય આત્માનો કારક હોય છે એટલા માટે આ શૃંગારના માધ્યમથી પ્રથમવાર કોઇ પુરૂષ કોઇ સ્ત્રીને પોતાની સંગિની બનાવે છે. એટલા માટે જીવનમાં તેની નિરંતરતા અને સ્થાયિત્વ બનેલું છે. એટલા માટે લગ્નના મૂહૂર્ત ખૂબ સમજી વિચારીને નક્કી કરવામાં આવે છે. સિંદૂર વિના સમસ્ત પ્રકારના શૃંગાર અધુરા ગણવામાં આવે છે. એક ચપટી ભરીને સિંદૂર થી બે લોકો જન્મોની સાથે બની જાય છે.

મંગળસૂત્ર

મંગળસૂત્ર

શૃંગાર નંબર 6ને હાર કહે છે. ખભા અને માથા વચ્ચેનો ભાગ અનેક પ્રકારની નાડીઓથી ઘેરાયેલ હોય છે અને ગળામાં પડનાર હાર તે નાડીઓની ગતિને વ્યવસ્થિત કરે છે. એટલા માટે એક ભારતીય પરંપરા છે કે સ્ત્રીને ક્યારેક ગળુ ખાલી રાખવું ન જોઇએ. એટલા માટે સૌથી આદર્શ મંગળસૂત્ર માનવામાં આવે છે. જો કે એક એવો દોરો હોય છે જેને પહેર્યા પછી દરેક વસ્તુ મંગળમય થાય છે. આ સુહાગનું પ્રતિક હોય છે. સમયની સાથે મંગળસૂત્ર પણ બદલાઇ ચૂક્યું છે. આજકાલ માર્કેટમાં એકથી એક સુંદર મંગળસૂત્ર ઉપલબ્ધ છે. તે જોવામાં આકર્ષક હોય છે. કોઇપણ સ્ત્રી આ દોરાથી ત્યારે જ અલગ થાય છે જ્યારે તેનો પતિ તેનો સાથ છોડીને જતો રહે છે.

કર્ણફૂલ અથવા ઇયર રિંગ

કર્ણફૂલ અથવા ઇયર રિંગ

શૃંગાર નંબર 7 કર્ણફૂલ કહે છે. કાનની નસો સ્ત્રીની નાભિથી માંડીને પગના તળિયા સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનાથી તેની સહિષ્ણુતા નિર્ધારિત થાય છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કાન અને નાકમાં છિદ્ર ના હોય તો સ્ત્રી માટે પ્રસવ પીડા સહન કરવી અત્યંત કઠીન થઇ જાય છે. સમયે આજે કર્ણફૂલ ના રૂપ-રંગને બદલે દિધા છે, આજે કર્ણફૂલ છે જે આપણા સાહિત્યકારોનો મનપસંદ વિષય છે. તેમણે નારીના ઇયરિંગ પર એવી રચનાઓ લખી છે જેને વાંચીને અને સાંભળીને આજે પણ લોકો રોમાંચિત થઇ જાય છે. ખરેખર કાનમા શૃંગાર વિના નારીનો શણગાર ફીકો છે.

મહેંદી

મહેંદી

શૃંગાર નંબર 8 'મહેંદી'ને કહે છે. ખાસ અવસરો પર લગાવવામાં આવતી મહેંદી હાર્મોનને તો પ્રભાવિત કરે જ છે. રક્ત સંચારમાં પણ નિયંત્રણ રાખે છે. આજકાલ પહેલાંની અપેક્ષાએ તેનું ચલણ ખૂબ વધી ગયું છે. આ મગજને શાંત અને તેજ બનાવે છે. આ સાથે જ માન્યતા એવી પણ છે કે જેની મહેંદી જેટલો રંગ લાવે છે, તેને એટલો જ પ્રેમાળ પતિ અને સાસરી મળે છે. મહેંદીની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય છે. એટલા માટે કહેવામાં આવે ચે કે મહેંદી વિના દુલ્હન અધૂરી છે.

બંગડી કે કંકણ

બંગડી કે કંકણ

બંગડી તો મની ચંચળતા દર્શાવે છે તો કંકણ માતૃત્વની લલક ઉત્પન્ન કરે છે. એટલા માટે કંકણ દુલ્હનોનો શૃંગાર છે જ્યારે બંગડીઓ કુવારી કન્યાઓ પણ પહેરે છે. આપણા સાહિત્યકારોએ પણ આ શૃંગાર વિશે એટલું બધુ લખી દિધું છે કે જેના વિશે વાત કરવી એકદમ કઠિન છે. આમપણ જ્યારે દુલ્હનના હાથમાં બંગડીઓ અને કંકણ રણકતા નથી ત્યાં સુધી એહસાસ થતો નથી કે દુલ્હન ઘરે આવી ગઇ છે. એકદમ જરૂરી છે કે શૃંગારમાં સામેલ કંકણ અને બંગડીઓ ફક્ત મહિલાઓને રિજવતી નથી પરંતુ પુરૂષોનું પણ દિલ જીતી લે છે.

ગજરો

ગજરો

વાળને ઓળાવીને તેમાં ગજરો શણગારવો જેટલો સુંદર છે તેની પાછળનું કારણ એ છે કે જ્યાં સુધી વાળમાં સુગંધ નહી હોય ત્યાં સુધી તમારું ઘર મહેકશે નહી. ફૂલોની સુગંધ મનને તરોતાજા અને ઠંડુ રાખે છે. ભલે આજે મહિલાઓ ફેશન ખાતર વાળને ખુલ્લા રાખતી હોય પરંતુ વાળને ખુલ્લા રાખવા અપશુકનિયાળ ગણવામાં આવે છે. તે દુલ્હનને સારી ગણવામાં આવે છે જેના વાળ વ્યવસ્થિત હોય છે.

બાજૂબંધ

બાજૂબંધ

કેટલાક ઇતિહાસકારોએ બાજૂબંધને મુગલકાળની દેન ગણી છે પરંતુ પૌરાણિક કથાઓમાં તેની ખૂબ ચર્ચા છે. આ મોટી ઉંમરમાં માંસપેશીઓમાં ખેંચાણ અને હાડકાના દુખાવાને કન્ટ્રોલમાં રાખે છે. ભારતમાં શહેરી વિસ્તારમાં તેનું ચલણ ખૂબ ઓછું થઇ ગયું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ તેનું મહત્વ યથાવત છે. દક્ષિણ ભારતમાં તેનું ચલણ ઉત્તર ભારતની અપેક્ષાએ ઘણું છે. અહીં બાજૂબંધ દુલ્હનને પહેરાવવા માટે વર પક્ષ તરફથી આવે છે. મોંઘવારી ભલે જ આભૂષણોની સંખ્યા ઓછી કરી રહી હોય પરંતુ તેનું મહત્વ આજે પણ યથાવત છે. હવે તો બજારમાં સોના ઉપરાંત, ચાંદી અને મોતીઓ વડે બનેલા બાજૂબંધ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે.

વીંટી

વીંટી

અમે તમને જણાવી દઇએ કે શૃંગાર નંબર 12 એટલે કે વીંટી વિશે. આમ તો 11મો શૃંગાર 'આરસી'ના રૂપમાં ઓળખવામાં આવે છે. આરસીને દર્પણ કહે છે પરંતુ અહીં આ ભાવ નથી. આરસી એક કાચ લગાવેલ વીંટી હોય છે જે જમણા હાથની અનામિકામાં પહેરવામાં આવે છે. વીંટીમાં લાગેલ કાચ વડે દુલ્હન જ્યારે ઇચ્છે ત્યારે પોતાનું મોઢું જોઇ શકે છે. તેનાથી તેના મનમાં પોતાના પતિને છબિ બનેલી રહે છે. આજકાલ બજારોમાં વીંટીની નવી નવી ડિઝાઇનો ઉપલબ્ધ છે. જેને તમે તમારી પસંદ અને ક્ષમતાના આધાર પર ખરીદી શકો છો.

કમરબંધ

કમરબંધ

કમરબંધને તગડી પણ કહે છે. કામમાં ઉત્સાહ અને શરીરમાં સ્ફૂર્તિનો સંચાર જળવાઇ રહે છે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે કમરબંધ સ્વાસ્થ્યકારકો કરતાં પણ જરૂરી અને ઉત્તમ ગણવામાં આવે છે. આ મોટી ઉંમરમાં પેશીઓમાં તાણ અને હાડકાના દુખાવાને કાબૂમાં કરે છે. ભારતમાં શહેરી વિસ્તારોમાં તેનું ચલણ ખૂબ જ ઓછું હોય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ તેનું મહત્વ યથાવત છે.

પાયલ કે ઝાંઝર

પાયલ કે ઝાંઝર

શૃંગારમાં 14મો નંબર છે પાયલ અથવા ઝાંઝર. દુલ્હન પોતાના ઘરની ગૃહલક્ષ્મી હોય છે. તેનું સંચારણ અને સુભાગમન ખૂબ શુભ ગણવામાં આવે છે. પાયલ મૂળરૂપે ચાંદીની હોય છે. ચાંદી ચંદ્રમાની ધાતુ છે, ચંદ્રમા શરીરમાં મનમા કારક હોય છે. પાયલમાં રણકતા ઝાંઝર મનને ભટકતાં રોકે છે. અને આખા પરિવારને શાંતિ અને ઝાંઝરની માફક એકબીજા પરોવીને રાખવાની શક્તિ આપે છે. એટલા માટે પાયલને છમછમને ખૂબ જ સુંદર ગણવામાં આવે છે.

વિછિયા

વિછિયા

પગમાં અંતિમ આભૂષણના રૂપમાં વિછિયા પહેરવામાં આવે છે. બંને પગની વછે ત્રણ આંગળીઓમાં વિછિયા પહેરવાનો રિવાજ છે. હકિકતમાં બધા શૃંગાર વિછિયા અને માથાના ટીકાની વચ્ચે હોય છે. સોનાનો ટીકો અને ચાંદીની વિછિયાનો ભાવ એ નક્કી થાય છે કે આત્મ કારક સૂર્ય અને મન કારક ચંદ્રમા બંનેની કૃપા જીવનભર નિરંતર બનેલી રહે. વિછિયા એક્યૂપ્રેશરનું પણ કામ કરે છે. જેથી તળીયાથી માંડીને નાભિ સુધીની નાડીઓ અને પેશીઓને વ્યવસ્થિત થાય છે. ભારતમાં શહેરી વિસ્તારમાં તેનું ચલણ ખૂબ ઓછું થઇ ગયું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજેપણ તેનું મહત્વ યથાવત છે.

પરિધાન એટલે કે કપડાં

પરિધાન એટલે કે કપડાં

અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ શૃંગાર હોય છે પરિધાન. શારિરીક આકાર પ્રકારના અનુસાર પરિધાનમાં રંગોનું ચયન સ્ત્રીના તંત્રિકા તંત્રને મજબૂત અને વ્યવસ્થિત કરે ચે. એટલા માટે પરિધાનની પસંદગીમાં પસંદ ના પસંદનો વિચાર જરૂર હોવો જોઇએ. આપણે જોવાનું છે કે શૃંગારનો અર્થ ફક્ત સજાવટ હોતો નથી આ વિચારસણી, કર્મ, ભાવના, વિચારને પ્રભાવિત કરે છે. કારણ કે સ્ત્રી એક જીવનને જન્મ આપે છે એટલા માટે જ્યાં સુધી સ્ત્રી જ સંતુલિત રહેશે નહી તો પછી કેવી રીતે ખુશ રહેશે. એટલા માટે નારીનું સજવું ખૂબ જ જરૂરી છે.

English summary
Solah Shringar alludes to the ritual whereby the Indian Hindu bride is embellished from the top of the head to the toe in sixteen kinds of adornments, covering almost every part of the body.Its very Important For Indian Women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X