જાણો, શા માટે અધોરીઓ પોતાના શરીર સાથે કરે છે આવું
વિભૂતિ માત્ર એક રાખ નથી, જે પૂજા બાદ માથા પર રેખાઓ બનીને રહી જાય. વિભૂતિ એક બહુમૂલ્ય રાખ છે, જે એક વિશેષ પ્રકારના લાકડાંને સળગાવ્યા બાદ પ્રાપ્ત થાય છે. વિભૂતિને ગાયના ગોબર અથવા તો ચોખાની ભૂસીમાંથી પણ પ્રાપ્ત કરવામાં આવે છે.
વિભૂતિ સામાન્ય રીતે ભગવાન શિવ સાથે જોડવામાં આવી છે, કારણ કે તેઓ પોતાના આખા શરીર પર આ પવિત્ર રાખને લગાવતા હતા. વિભૂતિનું અનેક રીતે આધ્યાત્મિક મહત્વ પણ છે. જે આ વિશ્વને એ વાતની યાદ અપાવવાનું મહત્વ પણ રાખે છેકે આપણે બધા અસ્થાયી છીએ અને એક દિવસ આપણા બધાનો રાખમાં જ નાશ થવાનો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિભૂતિનું મહત્વ અને જોઇએ કે હિન્દુ ધર્મમાં તેને પવિત્ર રાખ શા માટે માનવામાં આવે છે.

વિભૂતિ કેવી રીતે બનાવવામાં આવે છે
મશાણની ભૂમિ, ચોખાની ભૂસી અથવા ગોબર વિગેરેને સળગાવીને વિભૂતિ તૈયાર કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક વિભૂતિને વિશેષ લાકડું સળગાવીને પણ બનાવવામાં આવે છે.

પ્રતીકાત્મક અર્થ
વિભૂતિ માનવ જાતિ માટે ચેતાવણી છેકે માનવીએ સાંસારિક ઇચ્છાઓ અથવા માયાઓની ચારેકોર બંધાવું જોઇએ નહીં, વાસના અને ઇચ્છાઓનો એક જ અંત હોય છે, જેમકે કામદેવનો અંત ભગવાન શિવે તેમને સળગાવીને રાખમાં કર્યો હતો.

શિવ અને શક્તિ
વિભૂતિ સામાન્ય રીતે માથા, હાથ અથવા ગળા પર લગાવવામાં આવે છે. આ એક લાલ સિંદૂરના તિલક સાથે લગાવવામાં આવે છે. વિભૂતિ ભગવાન શિવ અને લાલ સિંદૂર શક્તિને દર્શાવે છે. આ પ્રતીકાત્મક પ્રતિનિધિત્વને રજૂ કરે છેકે શિવ અને શક્તિ બ્રહ્માંડમાં માત્ર સત્ય છે.

ઔષધીય મહત્વ
વિભૂતિને ભસ્મના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, જેનું અનેકગણું ઔષધીય મહત્વ છે. આ શરીરથી અત્યાધિક નમીને બહાર કાઢીને ચૂસી લે છે અને માથાનો દુઃખાવો તથા તાવથી બચાવે છે. તેનો સાધૂ સાબુના સ્થાને ન્હાવામાં ઉપયોગ કરે છે, કારણ કે તેનાથી ત્વચા સારી રીતે સાફ થઇ જાય છે.

વિભૂતિનું મહત્વ
વિભૂતિ ભગવાન શિવનો મનપસંદ સામાન છે. તેને બ્રહ્માંડની સૌથી પવિત્ર અને શુદ્ધ વસ્તું માનવામાં આવે છે. તેને ભગવાન શિવ પોતાના આખા શરીર પર લગાવતા હતા. તેનો કયારેય ક્ષય નહીં થઇ શકે અને એક દિવસ આખો સાંસાર રાખ બનીને શિવની અંદર સમાઇ જશે.