જો તમારા બાળકોમાં પણ દેખાઈ રહ્યા હોય આ સંકેત, તો એ જરુર બનશે સુપર ઈંટેલિજન્ટ
નવી દિલ્લીઃ બાળકના જન્મ સાથે જ માતાપિતા તેના ભવિષ્ય માટે અપેક્ષા રાખવા લાગે છે. જો કે, સહુ કોઈ ઈચ્છે છે કે બાળક ભલે ગમે તે ફીલ્ડમાં જાય, એ પોતાનુ બેસ્ટ પર્ફોમન્સ આપે અને જીનિયસ બને. જીનિયસ બાળકો એ હોય છે જે બીજાની સરખામણીમાં ઝડપથી અને સારી રીતે શીખવાની ક્ષમતા ધરાવે છે. અહીં અમે તમને અમુક સંકેત જણાવીશુ જેનાથી તમે એ સમજી શકશો કે તમારુ બાળક સુપર ઈંટેલીજન્સ બનવાની રાહ પર છે.

ઈંટેલીજન્ટ બાળકની નિશાની
1. સામાન્યતઃ બાળક એક વર્ષનુ થવા પર પોતાનો પહેલો શબ્દ બોલે છે અને 18 મહિના સુધી થોડા-થોડા શબ્દો બોલવા લાગે છે. તો જો તે સ્ટોરી કે રાયમ્સ સાંભળતી વખતે તમારુ બાળક પણ તમારા વર્બલ ડાયરેક્શનને સરળતાથી ફોલો કરી શકતુ હોય અને જો બોલવાની સામાન્ય ઉંમર પહેલા જ બોલવાનુ શીખી જાય તો સમજી જાવ કે તમારુ બાળક આગળ જઈને જીનિયસ બનશે.
2. શું તમારુ બાળક ચાર મહિનાનુ થવા પર પણ કોઈની મદદ વિના બેસવા લાગ્યુ છે? શું તે તમારા તરફ હાથ હલાવીને ઈશારો કરે છે અને વસ્તુઓને પકડી લે છે? જો તમારો જવાબ હા હોય તો એ સંકેત આપે છે કે તમારા ઘરમાં એક જીનિયસ વ્યક્તિ મોટુ થઈ રહ્યુ છે.
3. આમ તો, બાળકોમાં જિદ્દીપણુ યોગ્ય નથી પરંતુ આનુ એક પાસુ એ પણ કહે છે કે જિદ્દી બાળકો ડિટર્મિન હોય છે, તેમને જો જોઈએ એ તે કોઈ પણ સ્થિતિમાં મેળવે છે અને પોતાની વાત મનાવી લે છે. આ એક ઈંટેલીજન્ટ બાળકની નિશાની છે.

પ્રોબ્લેમ જલ્દી સૉલ્વ કરી લે છે
4. જો તમારુ બાળક એકલા જ ખુદને એન્ટરટેઈન કરવામાં સક્ષમ હોય અથવા તે પોતાનાથી મોટી ઉંમરના બાળકો સાથે રહેવાનુ પસંદ કરતુ હોય, તો તે એક જીનિયસ બાળક તરીકે નિખરીને સામે આવે છે.
5. જો બાળક પોતાની પહોંચથી દૂર રાખેલી વસ્તુઓ સુધી સરળતાથી પહોંચી જાય છે અથવા તેને મેળવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરતુ હોય, તે તમારે ખુશ થવુ જોઈએ કે તમારુ બાળક ઈંટેલીજન્ટ છે. કારણકે જે બાળકો સ્માર્ટ હોય એ અન્ય બાળકોની સરખામણીમાં પોતાના પ્રોબ્લેમ જલ્દી સૉલ્વ કરી લે છે.
6. એક પ્રતિભાવાન બાળક છ મહિનાની ઉંમર સુધી પહોંચતા પહેલા વધુ વાર સુધી ફોકસ કરવામાં સક્ષમ હોય છે. માત્ર 10 કે 11 મહિનાનુ થતા જ શેપ અને કલરને મેચ કરવુ તેના માટે બહુ સરળ હોય છે. તે સામે દેખાતી ઈમેજ પર પણ રિએક્શન આપી શકે છે.
7. જો તમારુ બાળક એક પછી એક સવાલ પૂછે છે અને પોતાની આસપાસની દરેક વસ્તુઓને જાણવા માટે ઉત્સુક રહેતુ હોય, આ ઉપરાંત તેને રમકડાને ખોલીને તેની અંદરની વસ્તુઓ વિશે જાણવાની ઉત્સુકતા હોય તો એ વાતમાં કોઈ શંકા નથી કે તમારુ બાળક જીનિયસ છે.

આખો દિવસ હેરાન નથી કરતા
8. સુપર-ઈંટેલીજન્ટ બાળક પહેલા જોયેલી જગ્યાઓ, લોકોના નામ અને એવી વસ્તુઓની ખાસ જગ્યાઓને પણ યાદ રાખી શકે છે જેમને આપણે મોટાઓ ઘણીવાર એમ વિચારીને છોડી દઈએ છીએ કે એ વસ્તુઓ ખોવાઈ ગઈ હશે. અન્ય બાળકો અમુક વસ્તુઓ ભૂલી શકે છે પરંતુ તમારુ બાળક દરેક જાણકારીને યાદ રાખે છે જે તમારી મેમરીમાં સેવ છે.
9. શું તમારુ બાળક ખુદની કહાનીઓ બનાવે છે અને અલગ-અલગ ભૂમિકા નિભાવે છે, શું તે અમુક વિચિત્ર રીતે રિએક્ટ કરે છે જે તેની ઉંમરના હિસાબે ખૂબ મુશ્કેલ લાગે છે? જો તમારો જવાબ હામાં હોય તો તમે નિશ્ચિત રીતે પોતાના બાળકને ભવિષ્યમાં બ્રિલિયન્ટ પર્સન તરીકે જોવાની આશા રાખી શકો છો.
10.
જીનિયસ બાળકો પોતાની ઉંમરના બાળકોની સરખામણીમાં વધુ એનર્જેટિક હોય છે. તેમનુ પર્ફોમન્સ ઓછી ઉંઘના કારણે પ્રભાવિત નથી થતુ અને તે આખો દિવસ હેરાન પણ નથી કરતા.