• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો તમારા સપનામાં સાપ, લગ્ન કે પર્વત દેખાય તો...

|

કહેવાય છે કેટલીક વાર રાતમાં જોયેલા સપના સાચા પણ થઇ જતા હોય છે. કેટલીક વાર આવા સપના તમને ભવિષ્યમાં થનારી કોઇ વસ્તુ માટે સૂચિત પણ કરતા હોય છે. ધણા લોકોને લાગે છે કે સપનામાં ભૂલી જવાની વસ્તુ છે તેને લઇને એટલું વિચારવું ના જોઇએ. પણ અમુક લોકો તેમના સપનાઓ પર ખૂબ વિશ્વાસ પણ કરતા હોય છે.

તમને જાણીને નવાઇ લાગશે પણ સપના આપણને કેમ આવે છે. શું કારણ છે કે આપણે ઊંધમાં સપના જોઇએ છીએ તેની પર દુનિયાભરના અનેક જાણીતા અને મહાન વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા છે. અને અને રિસર્ચ અને સંશોધન કરીને મહત્વપૂર્ણ માહિતી પણ એકઠી કરી છે. વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે સપના વિજ્ઞાન માટે પણ એક રહસ્યમઇ કોયડા સમાન છે.

ત્યારે સપનામાં જ્યારે તમે પહાડ, લગ્ન કે સાપ કે પછી ભૂકંપ જેવી આપદા જોવો છો તો તે દ્વારા આ સપના તમારા ભવિષ્યની તેવી કંઇ વાતનું સૂચન કરે છે તે વિષે કેટલીક રસપ્રદ માહિતી અમે ભેગી કરી છે. આ માહિતી અમને પંડિત અનુજ શુક્લ પાસેથી પ્રાપ્ત થઇ છે. જે સપનાઓના વિષે ધણી માહિતી જાણે છે. તો વાંચો આ રસપ્રદ લેખ...

કાળો નાગ

કાળો નાગ

જો તમે સપનામાં કાળો નાગો જુઓ છો તો તે તમારા માટે શુભ છે. તે એ વાતનું સૂચન કરે છે કે નજીકના ભવિષ્યમાં તમારું સન્માન થવાનું છે કે તમને કોઇ વાતે સન્માન મળવાનું છે.

તમારી ઊપર સાપ

તમારી ઊપર સાપ

જો સપનામાં તમારી ઊપર સાપ આવીને બેઠો છે તો તે એ વાતને દર્શાવે છે કે તમારા ઘરમાં કોઇ વ્યક્તિનું હાર્ટ અટેકની મૃત્યુ થવાનું છે.

સાપનું ડસવું

સાપનું ડસવું

ધણીવાર લોકોને તેવા સપના આવતા હોય છે કે સપનામાં કોઇ સાપે તેમને ડસી લીધો. જો કે આ વાતથી ડરવાની જરૂર નથી તે એ દર્શાવે છે કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે.

મિઠાઇનું સપનું

મિઠાઇનું સપનું

સપનામાં મિઠાઇ આવે કોને ના ગમે! જો કે સપનામાં તને મીઠાઇ ખાઇ રહ્યા છો તો તે વાતનું સૂચન કરે છે કે તમારી પ્રગતિ થવાની છે.

કેરીનું ઝાડ

કેરીનું ઝાડ

જો સપનામાં કેરીનું ઝાડ આવે તો તે એ વાતનું સૂચન છે કે તમને સંતાન સુખ જલ્દી જ પ્રાપ્ત થશે.

ઇન્દ્રધનુષ

ઇન્દ્રધનુષ

જો તમે સપનામાં સુંદર ઇન્દ્રધનુષ જોઇ રહ્યા છો તો તેનો મતલબ એ થાય છે કે તમારા જીવનમાં સારું પરિવર્તન થવાનું છે.

ભૂકંપ

ભૂકંપ

સપનામાં જો ભૂંકપ દેખાય તો સમજવું કે સંતાનની પ્રગતિમાં કોઇ બાધા આવશે કે પછી સંતાનને કોઇ કષ્ટ થવાનો છે.

વૃક્ષનું કપાવું

વૃક્ષનું કપાવું

જો તમને સપનામાં તેવું દેખાય કે તમે કોઇ વૃક્ષ કાપી રહ્યા છો કે પછી તમારી સામે વૃક્ષો કપાઇ રહ્યા છે તો સમજવું કે ભવિષ્યમાં તમારા ધનને નુક્શાન થવાનું છે.

આત્મહત્યા

આત્મહત્યા

જો તમે સપનામાં કોઇને આત્મહત્યા કરતા જુઓ તો તેનો મતલબ સારો થાય છે તેનો મતલબ તેવો થાય છે કે તેની ઉંમર વધવાની છે.

હત્યા

હત્યા

ધણીવાર આપણને ખતરનાક સપના પણ આવતા હોય છે. ત્યારે સપનામાં તમે કોઇની હત્યા જુઓ છો તો તેનો એ મતલબ થાય છે કે તમે મુસીબતમાં મુકાવાના છો.

દરજી

દરજી

સપનામાં તમને દર્જી કે સિલાઇ જેવી કોઇ વસ્તુ દેખાય છે તો સમજવું કે તમારા બગતા કામ બની જશે.

વૃદ્ધ સ્ત્રી

વૃદ્ધ સ્ત્રી

જો સપનામાં તમને કોઇ વુદ્ધ સ્ત્રી દેખાય તો તેનો મતલબ તે થાય છે કે તમે કોઇ કારણવશ દુખી થઇ શકો છો.

વિધવા

વિધવા

સપનામાં જો તમને કોઇ વિધવા સ્ત્રી કે પછી સફેદ કપડા પહેરેલી સ્ત્રી દેખાય તો તમારે સમજવું કે તમને કોઇ અશુભ સમાચાર મળવાના છે.

ત્રિશૂળ

ત્રિશૂળ

જો સપનામાં તમને ત્રિશૂળ દેખાય તો તનો મતલબ શુભ થાય છે. તે બતાવે છે કે તમને તમારા કાર્યોમાં સફળતા મળવાની છે.

પૂર

પૂર

ધણીવાર આપણને સપનામાં પૂરના પણ સપના આવે છે. ત્યારે તેનો અર્થ તે થાય છે કે તમને કોઇ આર્થિક નુકસાન થવાનું છે.

લોહી

લોહી

સપનામાં આપણને કેટલીક વાર લોહી પણ દેખાતું હોય છે. જો કે લોહીને સપનામાં જોવું અશુભ છે. તેનો મતલબ થાય છે કે નજીકના ભવિષ્યમાં તમારા નજીકના વ્યક્તિનું હાર્ટ એટકથી મૃત્યુ થવાનું છે.

પાણીમાં ડૂબતો હાથ

પાણીમાં ડૂબતો હાથ

જો સપનામાં તમને પાણીમાં ડૂબતો હાથ દેખાય તો તે એ બતાવે છે કે તમને ભવિષ્યમાં કોઇ મોટી મુશ્કેલીમાં ખરાબ રીતે ફસાવાના છો.

પહાડ પર ચઢવું

પહાડ પર ચઢવું

જો તમે તમારી જાતને સપનામાં પહાડ પર ચઢતા જોઇ રહ્યા છો, શ્રમ કરતા જોઇ રહ્યા છો તો તેનો મતલબ તે થાય છે કે તમને જલ્દી સફળતા મળવાની છે.

તર્પણ કરતા

તર્પણ કરતા

જો સપનામાં તમે તર્પણ કે પિતૃદાન કરી રહ્યા છો તો તે એ વાત સૂચવે છે કે નજીકના સમયમાં તમારા કોઇ નજીકના વ્યક્તિનું મૃત્યુ થવાનું છે અને આ સપનું તેનું સૂચક છે.

લગ્ન

લગ્ન

જો સપનામાં તમને કોઇના લગ્ન દેખાય તો ખુશ ના થતા લગ્નને સપનામાં દેખવાનો મતલબ થાય છે કે નજીકના ભવિષ્યમાં કોઇ દુખનો સામનો કરવો પડશે.

English summary
If you see Snake, Tree, Earthquake, Murder, Marriage or a mountain, you can interpret your dream here. Read Dream interpretation in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X