For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ક્યારે દેખાશે સૂર્ય ગ્રહણ, જાણો અહીં

સૂર્ય ગ્રહણ થશે 21 ઓગસ્ટ 2017ના રોજ. ત્યારે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? શું આ ગ્રહણ શુભ છે? આવા તમામ સવાલોના જવાબ જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

21 ઓગસ્ટના રોજ આ વર્ષ 2017નું બીજુ સૂર્યગ્રહણ જોવા મળશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ હોવાના કારણે તેને યુરોપ, ઉત્તર પૂર્વ એશિયા, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, આર્કટિક જેવા વિસ્તારોમાં જોવા મળશે. અહીં એક વાત ખાસ નોંધ કરવા જેવી છે કે આ પ્રકારનું સૂર્યગ્રહણ કુલ 99 વર્ષો પછી ફરી એક વાર થઇ રહ્યું છે. જેના કારણે આ સૂર્યગ્રહણ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. અમેરિકાના મહાદ્રીપમાં આ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. જેનું નાસા દ્વારા લાઇવ ટેલિકાસ્ટ પણ થશે. ત્યારે આ સૂર્ય ગ્રહણ વિષે વધુ જાણો અહીં...

પૂર્ણ સૂર્યગ્રહણ

પૂર્ણ સૂર્યગ્રહણ

આ એક પૂર્ણ સૂર્યગ્રહણ છે. જેમાં ચંદ્રમાં પૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દેશે. વળી હવે આવું સૂર્ય ગ્રહણ ફરી એક વાર જોવા માટે તમારે વર્ષ 2034 સુધી રાહ જોવી પડશે. જો કે ભારતમાં આ પૂર્ણ ગ્રહણ જોવા નહીં મળે.

21 ઓગસ્ટ 2017

21 ઓગસ્ટ 2017

આ પૂર્ણ સૂર્યગ્રહણ 21 ઓગસ્ટ 2017ના રોજ જોવા મળશે. અમેરિકામાં પૂર્ણ રીતે આ સૂર્યગ્રહણ જોઇ શકાશે. ભારતીય સમય મુજબ રાતના 9 વાગે અને 16 મિનિટે આ સૂર્ય ગ્રહણનો પ્રારંભ થશે અને રાતના 2 વાગ્યાને 34 મિનિટ પર આ સૂર્યગ્રહણ સમાપ્ત થશે. જો કે ભારતમાં આ સમયે રાત્રી હોવાના કારણે તમે આ સૂર્યગ્રહણને જોવાનો લાભ ખાલી ઇન્ટરનેટ દ્વારા જ ઉઠાવી શકશો.

નાસા

નાસા

21 ઓગસ્ટમાં થનારા આ પૂર્ણ સૂર્યગ્રહણ માટે નાસા હાલ આકાશમાં ગુબ્બારો મોકલવાની તૈયારીમાં છે. જેથી અત્યંત વ્યાપક રૂપે તે આ ગ્રહણનું અવલોકન કરી શકે અને તેના પર યોગ્ય અભ્યાસ પણ કરી શકે. ઉલ્લેખનીય છે કે આકાશમાં મોકલવામાં આવતા આ ગુબ્બારા એટલે કે ફુગ્ગાને માઇક્રોસ્ટ્રેટ કહે છે. જેનાથી ધરતી પરના જીવનની ક્ષમતાની પણ જાણકારી મળે છે.

2034

2034

જો કે ફરી આવું પૂર્ણ સૂર્યગ્રહણ 20 માર્ચ 2034ના રોજ થવાનું છે અને સાચા સમાચાર તે છે કે એ સમયે તે ભારતમાં પણ દેખાશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ ભારત સિવાય પાકિસ્તાન, ચીન, મધ્ય આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં પણ સરળતાથી જોવા મળશે.

English summary
solar eclipse 2017 how to view it in india check important dates here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X