''વિદેશી આક્રમણો બાદ પણ જરાય ઓછું ન થયું આ મંદિરનું આકર્ષણ''
ગાંધીનગર, 10 ઓગષ્ટ: લૂંટ અને પુનનિર્માણની ગાથા માટે ગુજરાતનું સોમનાથ મંદિર હંમેશાથી વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણું કેન્દ્ર રહ્યું છે. આ ભવ્ય મંદિરને આપણે ભગવાન શિવજીના બારમા જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છે. આ જગ્યા ફક્ત મંદિર માટે નથી પરંતું અન્ય પર્યટન કેન્દ્રો માટે વિશ્વવિખ્યાત છે.
આ તિર્થસ્થળ પિતૃગણોના શ્રાદ્ધ, નારાયણ બલી વગેરે કર્મો માટે પ્રસિદ્ધ છે. ચૈત્ર, ભાદરવો, કારતક મહિનામાં અહીં શ્રાદ્ધ કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ત્રણ મહીનામાં અહીં શ્રદ્ધાળુઓ ભારે ભીડ લાગે છે. આ ઉપરાંત અહી ત્રણ નદીઓ હિરણ, કપીલા અને સરસ્વતીનો મહાસંગમ થાય છે. આ ત્રિવેણી સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.
સોમનાથજીના મંદિરની વ્યવસ્થા અને સંચાલન કાર્ય સોમનાથને આધીન છે. સરકારે ટ્રસ્ટને જમીન, બાગ-બગીચા આવકની વ્યવસ્થા કરી આપી છે. દરિયા કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા.
અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે. મંદિરના પૃષ્ઠ ભાગમાં સ્થિત પ્રાચીન મંદિરની વિશે માન્યા છે કે આ પાર્વતીનું મંદિર છે.

દંતકથા અનુસાર
સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

સોમનાથ મંદિરનો ઇતિહાસ
સૌરાષ્ટ્રના નેઋત્ય કોણમાં સમુદ્રના કિનારે વેરાવળ વિસ્તારમાં આવેલા પ્રભાસમાં વિરાજમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. સોમનાથનો ઉલ્લેખ અતિપ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરને 17 વાર નષ્ટ કરવામાં આવ્યું હતું અને દરેક વખત તેનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. સર્વપ્રથમ આ મંદિર ઇસા પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યું હતું.

સોમનાથ મંદિરનો ઇતિહાસ
આઠમી સદીમાં સિંધુના અરબી ગર્વનર જુનાયદે લૂંટફાટ કરવા અને તેને નષ્ટ કરવા માટે સેના મોકલી. પ્રતિહાર રાજા નાગભટ્ટે ઇ.સ 815માં તેનું ત્રીજીવાર પુનનિર્માણ કરાવ્યું. અરબી યાત્રી અલ-બરૂનીએ પોતાની પ્રવાસકથાઓમાં તેનું વિવરણ કર્યું જેનાથી પ્રભાવિત થઇને મોહંમદ ગજનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો, સોમનાથ મંદિરની સંપત્તિ લૂંટી લીધી અને તેન નષ્ટ કરી દિધું.

સોમનાથ મંદિરનો ઇતિહાસ
સન 1024ના ડિસેમ્બર મહિનામાં મોહંમદ ગજનવીએ પોતાના સાથે મળીને ફરીથી મંદિરની સંપત્તિ લૂંટી અને મંદિરને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. મોહમંદ ગજનવી બાદ અલાદ્દીન ખીલજીની સેનાએ આ મંદિરને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો. વારંવાર ખંડન કરવામાં આવ્યું હોવા છતાં આ મંદિર પોતાની વિશાળતા સાથે સામે આવ્યું.

મંદિરનું નવીની કરણ
સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છંગરાય નવલ શંકર ઢેબરે 19 એપ્રિલ, 1940ના રોજ ઉત્ખનન કરાવ્યું હતું. ત્યારબાદ ભારત સરકારના પુરાત્વ વિભાગે ખોદકામ દ્વારા પ્રાપ્ત થયેલી બ્રહ્મશિલા પર શિવનું જ્યોતિર્લિંગ સ્થાપિત કર્યું. સૌરાષ્ટ્રના પૂર્વ રાજા દિગ્વિજય સિંહે 8 મે, 1950ના રોજ મંદિરની આધારશિલા રાખી તથા 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે મંદિરમાં જ્યોતિર્લિંગ સ્થાપિત કર્યું. નવું સોમનાથ મંદિર 1962માં પૂર્ણ નિર્મિત થઇ ગયું. 1970માં જામનગરની રાજમાતાએ પોતાના સ્વર્ગીય પતિની યાદમાં દિગ્વિજય દ્વાર બનાવ્યો. આ દ્વાર પાસે રાજમાર્ગ છે અને પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમા છે. સોમનાથ મંદિરના નિર્માણમાં સરદાર પટેલનું મોટું યોગદાન રહ્યું છે.

પ્રભાસપાટણ
ગુજરાતના સૌરાષ્ટ્રથી થઇને પ્રભાસપાટણ વિસ્તારમાં પગ મૂકતાંની સાથે દૂરથી ધજા દેખાવવા લાગે છે જે હજારો વર્ષોથી ભગવાન સોમનાથની યશગાન કરી રહી છે, જેને જોઇને શિવની શક્તિ અને તેમની ખ્યાતિનો અહેસાસ થાય છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓમાં આ મંદિરને લઇને અતૂટ શ્રદ્ધા છે. સોમનાથમાં અન્ય પર્યટન અને તીર્થ સ્થળોમાં અહિલ્યાબાઇ મંદિર, સૂરજ મંદિર, ત્રિવેણી ઘાટ, પ્રભાસપાટણ લાઇબ્રેરી અને જૂનાગઢ ગેટનો સમાવેશ થાય છે.

તીર્થ સ્થળ દ્વારકા
સોમનાથથી લગભગ બસો કિલોમીટર દૂર પ્રમુખ તીર્થ શ્રીકૃષ્ણની દ્વારિકા છે. અહી દરરોજ દ્વારકાધીશના દર્શન માટે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. અહી ગોમતી નદી આવેલી છે. અહી સ્નાનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. આ નદીનું પાણી સૂર્યોદય થતાં વધતું જાય છે અને સૂર્યાસ્ત પર ઘટતું જાય છે, જે સવારે સૂરજ નિકળતાં પહેલાં માત્ર એક-દોઢ ફૂટ જ રહી જાય છે.

સોમનાથમાં ખરીદી
ગુજરાતના શહેર સોમનાથ તીર્થ સ્થળો ઉપરાંત પર્યટકોને ઘણી તકો આપે છે. અહી આવનાર લોકો માટે ખરીદી કરવાનો રોમાંચક અનુભવ થાય છે. કેટલાક લોકો અહીં ફક્ત ખરીદી કરવા માટે દૂર-દૂરથી આવે છે. અહી એવી વસ્તુઓ મળે છે જે તમને ખરીદવા માટે આકર્ષિત કરશે. અહીના બજાર એવા છે કે તમે ઓછા પૈસામાં વધુ ખરીદી કરી શકો છો. સોમનાથ શહેર મંદિર સાથે જોડાયેલ હોવાથી અહીં ધાર્મિક વસ્તુઓ વધુ જોવા મળશે.

કેવી રીતે જશો
જો તમે સોમનાથ મંદિર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો સોમનાથ જવા કોઇ પણ માધ્યમ અપનાવી શકો છો. આ સ્થળ દરેક પ્રકારના આવન-જાવનના સાધનોથી જોડાયેલી છે.

કેવી રીતે જશો
હવાઇ યાત્રા: જો તમે હવાઇયાત્રાના માધ્યમથી સોમનાથ જવા માંગો છો તો તમારે અહીં નજીકમાં આવેલા કેશોદ એરપોર્ટ પર ઉતરવું પડશે. આ સ્થળ સોમનાથથી 55 કિલોમીટર દૂર છે. આ ઘરેલું એરપોર્ટ દેશના મોટા વિભિન્ન શહેરો સાથે જોડાયેલું છે. કેશોદ પહોંચ્યા બાદ ત્યાંથી કોઇપણ સ્થાનિક યાતાયાતની સુવિધા દ્વારા સોમનાથ પહોંચી શકો છો.

કેવી રીતે જશો
રેલવે દ્વારા: સોમનાથ મંદિરથી 7 કિલોમીટરના અંતરે વેરાવળ રેલવે સ્ટેશન છે જ્યાં તમે રેલવેના માધ્યમથી પહોંચી શકો છો. સરકાર દ્વારા અમદાવાદથી વેરાવળ સુધી સોમનાથ એક્સપ્રેસના નામે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે. તમે આનો પણ ઉપયોગ પણ કરી શકો છો. વેરાવળ ઉતર્યા બાદ તમે બસ કે પછી લોકલ રીક્ષાઓ દ્વારા સોમનાથ જઇ શકો છો.

કેવી રીતે જશો
બસ દ્વારા: ગુજરાત રાજ્યનો દરેક વિસ્તાર રોડના માધ્યમથી સોમનાથ મંદિર સાથે જોડાયેલો છે. સોમનાથ મંદિર અમદાવાદથી 400 કિલોમીટરના અંતરે આવેલું છે. જૂનાગઢ, ભાવનગર અને પોરબંદરથી આ સ્થળ 85, 266 અને 122 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે મુંબઇથી રોડ માર્ગે જવાનું વિચારી રહ્યાં છો તો મુંબઇથી સોમનાથનું અંતર 889 કિલોમીટર છે.