For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓની સૂચિમાંથી સોનિયા ગાંધી Out!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન: 16 મેના રોજ યૂપીએ ચેરપર્સન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી માટે ચૂંટણી પરિણામ ખરાબ સમાચાર લઇને આવ્યા અને થોડાંક જ દિવસો બાદ તેમના માટે વધું એક ખરાબ સમાચાર આવ્યા. આ સમાચાર એવા છે જેને હજમ કરવું સોનિયા ગાંધી માટે ખૂબ જ મુશ્કેલ રહેશે.

ફોર્બ્સ તરફથી દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની જે લિસ્ટ જારી કરવામાં આવી છે, તેનાથી સોનિયા ગાંધીને બહાર કરી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે સોનિયા ગાંધીને દુનિયાની 9મી સૌથી શક્તિશાળી મહિલા તરીકે લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ફોર્બ્સની લિસ્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યને 36મુ, આઇસીઆઇસીઆઇની સીઇઓ ચંદા કોચરને 43મુ અને બાયોકોનની ચેરમેન કિરણ મજૂમદાર શૉને 92મુ સ્થાન મળ્યું છે.

જ્યારે જર્મન ચાંસેલર એંજેલા માર્કેલને આ લિસ્ટમાં પહેલું સ્થાન મળ્યું છે. લંડનના પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર ધ સંડે ટાઇમ્સ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

સ્લાઇડરમાં જુઓ એ ટોપ 10 મહિલાઓને જેમણે આ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે...

અરુંધતીને મળી એન્ટ્રી

અરુંધતીને મળી એન્ટ્રી

ફોર્બ્સની આ સૂચિમાં ગયા વર્ષે નવમા સ્થાને રહેનાર સોનિયા ગાંધીનું આ વખતે સૂચિમાં ક્યાં નામ નથી, જ્યારે એસબીઆઇની ચેરપર્સન અરુંધતિ રોયને 36મુ સ્થાન મળ્યું છે.

આઇસીઆઇસીઆઇ બેંકની સીઇઓ

આઇસીઆઇસીઆઇ બેંકની સીઇઓ

આઇસીઆઇસીઆઇ બેંકની સીઇઓ ચંદા કોચરને આ સૂચિમાં 43મુ સ્થાન મળ્યું છે. કોચરે 2009માં બેંકની કમાન સંભાળી હતી.

બાયોકોનની સીએમડી

બાયોકોનની સીએમડી

બાયોકોનની સીએમડી કિરણ મજૂમદારને આ સૂચિમાં 92મુ સ્થાન મળ્યું છે.

જર્મન ચાંસેલર

જર્મન ચાંસેલર

જર્મન ચાંસેલર એંજેલા માર્કેલને ફોર્બ્સની આ સૂચિમાં પ્રથમ સ્થાને મૂકવામાં આવ્યા છે. તેમણે સતત નવમી વખત આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ફેડરલ રિઝર્વ બેંકની પ્રમુખ

ફેડરલ રિઝર્વ બેંકની પ્રમુખ

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકની પ્રમુખ જેનેટ યેલેનને ફોર્બ્સે 100 મહિલાઓની સૂચિમાં બીજા નંબર પર મૂક્યા છે.

બિલ ગેટ્સની પત્ની અને બિઝનેસવૂમન

બિલ ગેટ્સની પત્ની અને બિઝનેસવૂમન

બિલ ગેટ્સની પત્ની અને બિઝનેસવૂમન અને સમાજ સેવિકા 49 વર્ષિય મિલિંડા આ સૂચિમાં 9મા સ્થાને છે. મિલિંડા ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે એક્ટિવ છે.

બ્રાઝીલની રાષ્ટ્રપતિ

બ્રાઝીલની રાષ્ટ્રપતિ

બ્રાઝીલની પહેલી મહિલા એટલે કે ત્યાની રાષ્ટ્રપતિ ડિલમા રાઉસ્સેફને ફોર્બ્સે આ સૂચિમાં ચોથા સ્થાને મૂક્યા છે. ડિલમા બ્રાઝીલની 36મી રાષ્ટ્રપતિ છે અને તે જાન્યુઆરી 2011થી પોતાની જવાબદારી સંભાળેલી છે.

આઇએમએફની પ્રમુખ

આઇએમએફની પ્રમુખ

ઇન્ટરનેશનલ મ્યુચ્યલ ફંડની પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડને આ સૂચિમાં પાંચમા સ્થાને રાખવામાં આવ્યા છે.

હિલેરી ક્લિંટન

હિલેરી ક્લિંટન

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનની પત્ની અને વિદેશ સચિવ રહી ચૂકેલી હિલેરીને સૂચિમાં છઠ્ઠુ સ્થાન આપવામાં આવ્યું છે.

જનરલ મોટર્સની સીઇઓ

જનરલ મોટર્સની સીઇઓ

ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિમાં સાતમાં સ્થાન પર જનરલ મોટર્સની સીઇઓ મૈરી બારા છે.

મિશેલ ઓબામા

મિશેલ ઓબામા

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને આઠમા સ્થાને મૂકવામાં આવ્યા છે.

ફેસબુકની સીઓઓ

ફેસબુકની સીઓઓ

ગૂગલની પૂર્વ વાઇસ પ્રેસીડેંટ અને વર્તમાનમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની 44 વર્ષીય સીઓઓ શેરિલ સેંડબર્ગને ફોર્બ્સની લિસ્ટમાં નવમું સ્થાન પ્રાપ્ત થયું છે.

આઇબીએમની સીઇઓ

આઇબીએમની સીઇઓ

દુનિયાની જાણીતી કંપની આઇબીએમની સીઇઓ વર્જિનિયા રોમેટ્ટીને ફોર્બ્સની આ લિસ્ટમાં 10મા સ્થાને મૂકવામાં આવી છે.

English summary
UPA chairperson Sonia Gandhi out from Forbes 100 powerful women list of 2014. SBI's Chairman Arundhati Roy, Biocon CMD Kiran Majumdar Shaw has made their names in this list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X