સ્પેનમાં નિર્વસ્ત્ર થઇને સ્નાન કરવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સ્પેનના અલમેરિયા પ્રાંતના આ કસ્બામાં 'ધ વર્લ્ડ્સ બિગેસ્ટ સ્ટ્રિપ ઑફ'ના નારા સાથે તથા સિટી હોલ તથા સ્પેન નગ્નતાવાદ સંઘના સંયુક્ત તત્વાઘાનમાં રવિવારે શરૂ કરવામાં આવેલા આ અભિયાનને લોકોએ સવારથી જ તેમાં ભાગ લેવા માટે આકર્ષિત કરવાનું શરૂ કરી દિધું હતું.
બપોર સુધી સામૂહિક નિર્વસ્ત્ર સ્નાન માટે નિર્ધારીત સમય પર એક પ્લાયાજો સમુદ્રકિનારો લોકોથી ભરાઇ ગયો હતો. સમુદ્ર કિનારે પ્રવેશદ્વાર પર લોકોની ગણતરી કરવામાં આવી હતી તથા બધા લોકો 50-50ના ટુકડીમાં વહેંચી દેવામાં આવ્યા હતા. બધા સ્પર્ધકોને ટિકીટ તથા નોંઘણીનંબર આપવામાં આવ્યા હતા. નોંઘણીની સંપૂર્ણ પ્રક્રિયાને નોટરી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
કસ્બાના મહાપૌરના સલાહકાર જુઆન ડી લા ક્રુજના અનુસાર, એ રેકોર્ડ બનાવવાની સાથે જ વેરા પોતાની પર્યટન ક્ષમતા વધારવા માંગે છે તથા પોતાને આંતરરાષ્ટ્રીય નગ્નતાવાદ અથવા નગ્નતા કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરવા ઇચ્છે છે.