ટીવી પર ઇન્ટરવ્યુ આપતા પહેલા આ 10 વાતો પર નેતા આપે ધ્યાન
(ઇયાન ફેરિયા)તાજેતરમાં ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉ પર પ્રસારિત અરનબ ગૌસ્વામી સાથેનો રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ બધાને યાદ હશે. આ ઇન્ટરવ્યુને જોયા બાદ એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે આવા અવસર સ્વર્ણિમ હોય છે, જે તમારી સંચાર શક્તિ પર નિર્ભર કરે છે કે તમે તેને કેવી રીતે વટાવો છો. જો કોઇ નેતા પોતાની વાત રાખવામાં સક્ષમ નથી, તો તેની આ ઉણપ તેના માટે જોખમી સાબિત થઇ શકે છે. આ વાત તો સામાન્ય રીતે સામાજિક સમારોહમાં, ઘરમાં, લોકોની વચ્ચે.... ગમે તે સ્થળે લાગુ પડી શકે છે. જો તમે એક રાજનેતા છો તો આ બાબતોની સારી રીતે સમજો અને તેમણે ગ્રહણ કરો. સામાન્ય રીતે ટીવી પર ઇન્ટરવ્યુ આપી રહ્યા છો અથવા તો ટીવી સ્ટૂડિયોમાં ટોક શોમાં ભાગ લી રહ્યાં છો, એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જે અહીં આપવામાં આવી છે.
1. હંમેશા તૈયાર રહો
કોઇપણ ટીવી એન્કરની સામે બેઠાં હોવ તો એ ધ્યાન રહે કે સામે વાળાનું કામ તમને એક્સપોઝ કરવાનું છે. તમારી સકારાત્મક અને નકારાત્મક બન્ને વાતોને સામે લાવી એ તેનો હેતુ હોય છે. તેવામાં તમારે પહેલાથી તૈયાર રહેવાની જરૂર છે. અનેક ટીવી એન્કર એ વાતને સાબિત કરવામાં લાગેલા હોય ચે કે, જે વાત સામે આવી તેના કરતા વધુ સત્ય એ છે જે તેઓ વિચારે છે. તમે એ માધ્યમથી જોવા માટે સક્ષમ હોવા જોઇએ. તેવામાં કાર્યક્રમ છોડીને જતા ના રહો, પરંતુ પ્રશ્નોને ઠંડા મગજથી હેન્ડલ કરો. જેટલું વધુ તમે એ વિષયમાં જાણતા હશો, તેને એટલી જ સારી રીતે તમે કેમેરા સામે જવાબ આપી શકશો. જેટલું ઓછું જાણતા હશો, તમે એટલા જ નબળા અને અધિક અયોગ્ય દેખાશો. તો ચાલો તસવીરો થકી જાણીએ વધું ધ્યાન આપવા યોગ્ય બાબતોને.

2. તમે તમારા એક સારા મિત્ર છો
ટીવી એન્કર તમને સ્ક્રીન સામે સ્ટાર બનાવીને પ્રસ્તૃત નહીં કરે. તે તમારા અહંકારને ઇજા આપવાના પ્રયાસો કરશે. અન્ય તમામ મામલાઓમાં, એ તમારા અંગે વણસાંભળેલી વાતો અને તથ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે અને એ મળતા જ એ તેમની હેડલાઇન થઇ જશે. તે તમારી નબળાઇને પકડવા બનતા પ્રયાસો કરશે. તેવામાં તમે પોતાના પર વિશ્વાસ જાળવી રાખો. એન્કરની સામે દ્રઢ રહો. એક કપરું ટીવી સાક્ષાત્કાર એક જંગ છે. કોઇના પર વિશ્વાસ ના કરો, માત્ર પોતાના પર વિશ્વાસ કરો.

3. વિશ્વસનીયતાને આધાર બનાવી રાખો
તમને જે પ્રશ્ન પૂછવામાં આવે, તેમાં વિશ્વસનીયતા બનાવી રાખવી ઘણી જ જરૂરી છે. તેવામાં તથ્યહીન જવાબ ન આપવા જોઇએ. વિશ્વાસ જ દરેક પાયાને મજબૂત કરી શકે છે. સામાન્ય રીતે આપણે એ વાત પર જ વિશ્વાસ કરીએ છીએ, જે આપણને પસંદ છે. જે લોકો આપણને પસંદ નથી, તેના પર વિશ્વાસ કરવો કઠીન છે. તેથી વાસ્તવિકતાને આધાર બનાવીને તમારી વિશ્વસનીયતાને કાયમ રાખો. સામાન્ય રીતે લોકો તમારા અંગેના પોતાના પ્રતિભાવને બદલતા નથી.

4. તમારી છબીને બનાવો
એન્કર સાથે તાલમેલ ગોઠવીને પોતાની છબી જાળવી રાખવી જરૂરી છે. યાદ રાખો, જો તમે લોકોની પસંદ છો તો તે તમારા દિલને દુઃખાડવા નહીં ઇચ્છે. એન્કરની આદત હોય છે, પોતાના અવાજને વધારીને બોલવાની, તમારે પણ એ જ પ્રકારે તમારા સ્વરમાં તેજી લાવવી પડશે. જો તે નરમ છે તો તમે પણ નરમ રહો.

5. સેતુ બનાવો
વિભિન્ન પ્રકારના મુદ્દા પર વાત રાખતી વખતે એખ વાતને બીજા સાથે જોડતી વખતે સેતુ બનાવવાનો પ્રયાસ કરો. આપણા અનેક નેતા પોતાના નબળા પક્ષને રાખતી વખતે ગોટાળો કરી દે છે. તેનું મુખ્ય કારણ છે કે પોતાના કાર્યક્ષેત્ર અને મજબૂત ક્ષેત્ર વચ્ચે એક ઉચિત સેતુનુ નિર્માણ નથી કરતા. ઉદાહરણ તરીકે એક પ્રશ્ન ‘એબીસીડી નરસંહારમાં તમારી પાર્ટીની ભૂમિકા માટે આજે માફી માગવી જોઇએ' આ એ પ્રશ્ન છે જેમાં માફી એ માગશે જે દોષી છે. જો તમે માફી માંગી તો માની લેવામાં આવશે કે તમે તમારો ગુનો કબુલ્યો છે. આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવા માટે એ રસ્તો છે કે, જો આ મામલે અમારી પાર્ટીએ કોઇ અપરાધ કર્યો છે તો માફી માગવી જરૂરી છે. જેમ અમે એકસ્વાયઝેડ મામલામાં કર્યું હતું.

6. પ્રામાણિક રહો
તમારો ટીવી ઇન્ટરવ્યુ વારંવાર ટીવી પર દર્શાવવામા આવશે. તેથી જે પણ વાત કરો તેને પ્રામાણિકતાથી કહો. જો એક પણ ખોટુ બોલાઇ ગયુ તો ચેનલ પર તમારા બાકીના ઇન્ટરવ્યુના બદલે તમે જે ખોટુ બોલ્યા હશો તેને વારંવાર દર્શાવવામાં આવશે.

7. વિશ્વાસ જાળવી રાખો
ટીવી એન્કર સામે ઇન્ટરવ્યુ દરમિયાન તમારો વિશ્વાસ જાળવી રાખો. એન્કર તમને દબાવવાના પૂરતા પ્રયાસો કરશે, તમને ઘેરવા માટે હર સંભવ પ્રયાસ કરશે, પરંતુ તમારે તમારો વિશ્વાસ કાયમ રાખીને જવાબ આપવા પડશે. આ માટે શ્રેષ્ઠ છે કે તમે પહેલા કેટલાક ઇન્ટરવ્યુ જે આ એન્કર દ્વારા લેવામાં આવ્યા છે, તેની ક્લિપિંગ જુઓ અને સમજવાનો પ્રયાસ કરો કે તે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે.

8. પૂછવામાં સંકોચ નહીં
જો તમને કોઇ પ્રશ્ન સમજાયો નથી તો એન્કરને વારંવાર એ પ્રશ્ન પૂછો. અનેક રાજકીય પાર્ટીઓના પ્રવક્તાઓ આ વાતનો ખાસ ધ્યાન રાખે છે. તેમને અલગ-અલગ ચેનલ્સમાં દરરોજ બોલવાનું હોય છે. આ માટે તેમનામાં પ્રશ્નોને સમજવાની સારી ક્ષમતા હોવી જોઇએ.

9. રાજકીય રીતે યોગ્ય
તમારા અંગત વિચાર ગમે તે હોય પરંતુ ઇન્ટરવ્યુ દરમિયાન તમારા જવાબ તમારી પાર્ટીની વિચારધારાથી પર ન હોવા જોઇએ. એટલે કે રાજકીય રીતે તમારે હંમેશા યોગ્ય જવાબ આપવાની જરૂર છે.

10. પ્રશ્નોની શક્તિ
એ વાતને હંમેશા ધ્યાનમાં રાખો કે પ્રશ્નોમાં ઘણી શક્તિ હોય છે. ટીવી પર તમારો ઇન્ટરવ્યુ તમારા વ્યક્તિત્વ માટે પ્લસ પોઇન્ટ સાબિત થઇ શકે છે, કારણ કે તમારા પ્રચારનું તે એક મોટું માધ્યમ બની શકે છે.