કેમ મનાવવામાં આવે છે ભાઈ-બીજ? જાણો કથા અને શુભ મુહૂર્ત
કાર્તક માસના શુક્લ પક્ષની બીજના રોજ ભાઈ બીજ મનાવવામાં આવે છે, જેને યમ દ્વિતીયા પણ કહેવાય છે. ભાઈ બીજ દિવાળીના બે દિવસ બાદ આવે છે, ભાઈ-બહેનના પ્રેમના આ પર્વની કથાઓ પણ બહુ પ્રચલિત છે પરંતુ સોથી વધુ લોકપ્રિય જે કહાનીની ચર્ચા થાય છે તે યમ અને યમીની કહાણી છે.

શું છે કથા
ભગવાન સૂર્યદેવના પત્ની છયા છે જેમના બે સંતાન યમરાજ અને યમુના છે. યમુના પોતાના ભાઈ યમરાજને બહુ પ્રેમ કરતી હતી. યમુના યમરાજને હંમેશા નિવેદન કરતી હતી કે એમના ઘરે આવીને તેઓ ભોજન કરે. પરંતુ યમરાજ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે એમને સમય જ નહોતો મળતો અને તે કારણે જ યમુનાની વાતને ટાળી મૂકતા હતા.

કાર્તિક શુક્લ બીજ
એકવાર કાર્તિક શુક્લ બીજે યમુના પોતાના ભાઈ યમરાજને ભોજન કરવા માટે બોલાવે છે તો યમરાજ ઈનકાર ન કરી શક્યા અને બહેનના ઘરે જવા નિકળ્યા. રસ્તામાં યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કરી દીધા. ભાઈને જોતાં જ યમુના બહુ પ્રફુલ્લિત થયાં અને ભાઈનું સ્વાગત કર્યું. યમુનાના હાથે સ્નેહભર્યું ભોજન ગ્રહણ કર્યા બાદ પ્રસન્ન થઈ યમરાજે બહેનને કંઈક માગવા કહ્યું.

યમરાજનો ભય નહિ
યમુનાએ યમરાજને કહ્યું કે તમે દર વર્ષે આજના દિવસે મારે ત્યાં ભોજન કરવા આવશો અને આ દિવસે જે ભાઈ પોતાની બહેનથી મળશે અને બહેન પોતાના ભાઈને ચાંદલો કરી ભોજન કરાવશે તેમને તમારો ડર નહિ રહે. યમરાજે યમુનાની વાત માનતા તથાસ્તુ કહ્યું અને યમલોક ચાલ્યા ગયા. ત્યારથી જ આ માન્યતા ચાલી આવી છે કે કાર્તિક શુક્લ બીજના રોજ ભાઈ પોતાની બહેનનો આતિથ્ય સ્વીકાર કરે છે અને એમને યમરાજનો ભય રહેતો નથી.
ભાઈ બીજનું શુભ મુહૂર્ત
મુહૂર્ત પ્રારંભ- બપોરે 1 વાગીને 10 મિનિટ.
મુહૂર્ત સમાપ્ત- બપોરે 3 વાગીને 27 મિનિટ.
મુહૂર્ત અવધી- 2 કલાક અને 17 મિનિટ.
દિવાળીની રાતે દિલ્હી પોલીસ એક્શનમાં, 690 કિલો ફટાકડા જપ્ત, 31 લોકોની ધરપકડ