• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બીજા ધોરણમાં થયા નિકાહ, છઠ્ઠા ધોરણમાં તલાક-તલાક-તલાક

By Kumar Dushyant
|

લખનઉ (ઇન્દ્રમણિ રાજા) આ સ્ટોરી એક એવા બહાદુર ખેત મજૂરની છે જેને ખરાબ રીત-રિવાજોને ધતિંગ ગણાવતાં એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જ્યારે તે રૂઢિવાદના અંધકારનો શિકાર હતો તો તેને પોતાની ત્રણ વર્ષની પુત્રી ફાતિમાના લગ્ન કરાવી દિધા અને જ્યારે તેને શિક્ષણનું અજવાળું મળ્યું તો તેને આખા ગામની સમક્ષ પોતાની ભૂલ સ્વિકારી અને આણું કરાવવા માટે આવેલા લોકોનો સામનો જ ન કર્યો પરંતુ તેને કાઝીને બોલાવી તલાક કરાવી દિધા. તેનું નામ છે મંગરે જે આજે પણ બાળલગ્ન વિરૂદ્ધ લોકોને જાગૃત કરી રહ્યાં છે અને તેનો પ્રયત્ન રંગ લાવી રહ્યો છે.

આ ઘટના દેશના તે જિલ્લાની છે જેને ભારત સરકાર અતિ પછાત માને છે. અમે વાત કરી રહ્યાં છીએ શ્રાવસ્તી જિલ્લાની. આખી દુનિયામાં શ્રાવસ્તીને ભગવાન બુદ્ધ માટે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સરકારની યોજના વિભાગ તેને અતિપછાત જિલ્લા તરીકે ઓળખે છે. ભગવાન બુદ્ધે શ્રાવસ્તીમાં પોતાના જ્ઞાનના પ્રકાશથી અંગૂલીમાલ નામના ડાકૂનું હદય પરિવર્તન કરી તેને ભિક્ષુક બનાવી દિધો હતો, પરંતુ બીજી તરફ આ જિલ્લો આજે પણ અંધકારમાં જ છે. કારણ કે જ્યાં સુધી લોકોને જ્ઞાનનો પ્રકાશ નહી મળે ત્યાં સુધી તેમના હદય પરિવર્તન નહી થાય.

શ્રાવસ્તી આખા પ્રદેશમાં મહિલા સાક્ષરતા અને સામાન્ય સાક્ષરતામાં સૌથી પાછળ છે. અહીંયા આઠ ટકા મહિલાઓ સાક્ષર છે. આટલું જ નહી શ્રાવસ્તી સૌથી વધુ પ્રજન્ન દરવાળો જિલ્લો પણ છે અને આટલું જ નહી દેશમાં સૌથી વધુ બાળમૃત્યું દર પણ અહીં જ છે. પ્રતિ 1000 પર 128 બાળકોના મોત થઇ જાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જણાવે છે કે સૌથી વધુ બાળલગ્ન ઉત્તરપ્રદેશના શ્રાવસ્તીમાં જ થાય છે.

શ્રાવસ્તી જિલ્લામાં એક વિકાસ ખંડ છે જમુનહા અને નકહીમાં એક મંગરે પરિવાર સાથ રહે છે. મંગરેની પુત્રી છે ફાતિમા. તેને પોતાની ચાર વર્ષની પુત્રી ફાતિમાના લગ્ન નજીકના ગામ તુલસીપુરમાં રહેવાસી 14 વર્ષના પુત્ર બકરીદીથી કરી દિધા. આ ઘટના લગભગ ચાર વર્ષ પહેલાંની છે. તે દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પૂર્વ વિદ્યાર્થીઓની મદદ બાદ દેહાત નામની સંસ્થાએ શ્રાવસ્તીના કેટલાક ગામોમાં શિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરી.

fatima-600

મંગરે પણ સંપર્કમાં આવ્યો અને તેને બાળલગ્નની સમસ્યા વિશે ખબર પડી. મંગો ગરીબ હતો અને મજૂરી કામ કરીને ઘર ચલાવતો હતો, પરંતુ તેને જ્ઞાનના પ્રકાશને પોતાની પાસે આવતાં ન રોક્યો અને તેનો ફાયદો થયો કે તેની પુત્રીના નિકાહના ચાર વર્ષ બાદ વર પક્ષવાળા તેના ગામ આવ્યા અને ધમકાવ્યા કે તે આણું કરાવવા માટે આવ્યા છે. મંગરે પરિવાર સ્તબ્ધ રહી ગયો.

ગામનું સામાજિક દબાણ ચારેયતરફ અને વચ્ચે મંગરે. ફાતિમાના પિતા મંગરેએ ફોન પર જણાવ્યું કે તે ઘરમાં આવી ગયા અને પોતાની આઠ વર્ષની પુત્રીની આંખોમાં આંખો નાંખીને તેને પોતાની પુત્રી ફાતિમાને કહ્યું કે તે ઘભરાઇ નહી તેને જવાનું નથી. ત્યારબાદ આત્મવિશ્વાસથી ભરેલા મંગરેએ આખા ગામની સમક્ષ વરપક્ષ સમક્ષ શરત રાખી કે તેની પુત્રી હજુ આઠ વર્ષની છે એવામાં તેનું આણું નહી કરે અને જો વરપક્ષને આણું કરવું છે તો તે દસ વર્ષની રાહ જુએ અને જ્યારે તેની પુત્રી 18 વર્ષની થઇ જશે ત્યારે આણું કરશે.

આ શરત વરપક્ષને મંજૂર ન હતી અને અંતે મંગરેના સાહસ સામે કોઇની એક ન ચાલી. મંગરેએ કાઝીને બોલાવીને તરત જ તલાકનામા લખાવું દિધુ અને જે સામાન વરપક્ષ લાવ્યો હતો, તેનું વળતર ભરી દિધું. એમ તેને પોતાની પુત્રી ફાતિમાને તેના અધિકારની ભેટ આપી દિધી. મંગરેએ જણાવ્યું કે તેની પુત્રી ફાતિમા છઠ્ઠા ધોરણમાં ભણે છે અને તેને આગળ ભણાવવા માંગે છે તેનો પુત્ર પણ આઠમા ધોરણમાં ભણે છે. મંગરેએ જણાવ્યું હતું કે તેને ઘણા બાળલગ્નો અટકાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ કામ કરતો રહેશે.

English summary
This is the story of a girl in Shravasti of Uttar Pradesh, who got married when she was in class 2, now to continue her studies she give divorce to her 18 year old husband.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more