પ્રેગ્નેન્સી દરમિયાન તણાવના કારણે બાળકના લિંગમાં ફેરફાર થઈ શકે છે: અભ્યાસ
હાલમાં જ કરાયેલ એક અભ્યાસથી માલુમ થયુ કે માનસિક તણાવથી માત્ર ભ્રૂણ અને બાળકના વિકાસ પર અસર નથી થતી પરંતુ જન્મના પરિણામો પર પણ અસર થાય છે. આ અભ્યાસ ઑનલાઈન જનરલ - પીએમએએસ, ધ પ્રોસીડિંગ્ઝ ઑફ ધ નેશનલ એકેડમી ઑફ સાયન્સીસમાં પ્રકાશિત થયો છે. અભ્યાસથી માલુમ પડ્યુ કે શારીરિક અને મનોવૈજ્ઞાનિક તણાવનો સામનો કરતી ગર્ભવતી મહિલાઓને છોકરો થવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

તણાવનો સામનો કરતી ગર્ભવતી મહિલાઓને છોકરો થવાની સંભાવના ઘણી ઓછી
કેથરીન મોંક પીએચડી, કોલંબિયા વિશ્વવિદ્યાલય વેગેલોસ કૉલેજ ઑફ ફિઝીશિયન અને સર્જનમાં ચિકિત્સા મનોવિજ્ઞાનના પ્રોફેસર અને ન્યૂયોર્ક - પ્રેસ્બિટેરિયન/કોલંબિયા વિશ્વવિદ્યાલય ઈરવિંગ મેડિકલ સેન્ટરમાં પ્રસૂતિ તેમજ સ્ત્રી રોજ વિભાગમાં મહિલા માનસિક આરોગ્યના નિર્દેશક છે. તેમણે જણાવ્યુ કે ‘ગર્ભ પણ બાળક માટે એટલુ જ પ્રેરક હોય છે જેટલુ કે ઘર જેમાં જન્મ બાદ બાળક રહે છે.' તણાવ ઘણી રીતે દેખાઈ શકે છે, બંને રીતે, ભલે તે વ્યક્તિગત અનુભવ હોય કે શારીરિક અને જીવનશૈલીની રીતે. મોંક તથા તેમના સહયોગીઓએ 18થી 45 વર્ષની 187 તંદુરસ્ત ગર્ભવતી મહિલાઓની 27 માનકો પર તપાસ કરી. આ માનક માનસિક, શારીરિક અને જીવનશૈલીથી સંબંધિત તણાવ હતા જેમને પ્રશ્નાવલી, ડાયરી અને તેમના દૈનિક શારીરિક પરીક્ષણથી એકત્ર કરવામાં આવ્યા હતા. અભ્યાસથી માલુમ પડ્યુ કે શારીરિક અને મનોવૈજ્ઞાનિક તણાવનો સામનો કરતી ગર્ભવતી મહિલાઓને છોકરો થવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

9/11ના આતંકવાદી હુમલા બાદ પેટર્નની થઈ તપાસ
મોંકે જણાવ્યુ કે સામાજિક ઉથલપાથલ જેવી કે ન્યૂયોર્ક શહેરમાં થયેલ 9/11ના આતંકવાદી હુમલા બાદ એવી પેટર્ન જોવામાં આવી કે છોકરાઓનો જન્મદર ઘટી ગયો છે. મોંકે એ પણ જણાવ્યુ કે, ‘આ તણાવ મહિલાઓમાં લાંબા સમય સુધી રહેવાની સંભાવના છે. અભ્યાસોથી માલુમ પડ્યુ કે પુરુષ પ્રતિકૂળ પ્રસવપૂર્વ વાતાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. પહેલા ગર્ભપાત થઈ જવા પર અથવા એ ગર્ભપાતમાં છોકરાને ગુમાવ્યા બાદ ઘણીવાર તેમને ખબર પણ નથી હોતી કે તે ગર્ભવતીછે, ઘણા વધુ તણાવમાંથી પસાર થતી મહિલાઓના છોકરાને જન્મ આપવાની સંભાવના બહ જ ઓછી હોય છે.' આ ઉપરાંત તણાવ રહિત માતાઓની તુલનામાં શારીરિક રીતે તણાવગ્રસ્ત માતાઓમાં ભ્રૂણી હ્રદયગતિ ઘટી જાય છે જે કેન્દ્રીય તંત્રિકાના ધીમા વિકાસનો સંકેત છે. માનસિક રીતે તણાવગ્રસ્ત માતાઓમાં જન્મ સંબંધિત સમસ્યાઓ આવવાની સંભાવના વધુ હોય છે.
આ પણ વાંચોઃ Birth Anniversary special: ઈન્દિરા ગાંધીના આ મોટા નિર્ણયો જે હંમેશા યાદ રહેશે

દોસ્તો અને પરિવારના સમર્થનનો સકારાત્મક પ્રભાવ
સંશોધનકર્તાઓએ એ પણ શોધ્યુ કે ત્રણ સમૂહોમાંથી સૌથી અલગ જે હતુ તે હતુ દોસ્તો અને પરિવારથી મળતો સામાજિક સહયોગ. ઉદાહરણ તરીકે જે માને સામાજિક સહયોગ જેટલો વધુ મળે છે તેને છોકરો થવાની સંભાવના એટલી જ વધુ હોય છે. જ્યારે સામાજિક સહયોગને સમૂહોમાં આંકડાકીય રીતે સમાન રીતે વહેંચવામાં આવ્યા તો સમય પહેલા જન્મ પર તણાવનો પ્રભાવ ઘટી ગયો. મોંકે જણાવ્યુ કે જન્મ પહેલા અવસાદ અને ચિંતાની સ્ક્રીનિંગ જન્મ પહેલા કરાયેલ એક નિશ્ચિત અભ્યાસ બનતો જઈ રહ્યો છે. પરંતુ અમારો અભ્યાસ નાનો હતો, પરિણામ દર્શાવે છે કે સામાજિક સમર્થન વધવુ સંભવતઃ રોગવિષયક હસ્તક્ષેપ માટે એક પ્રભાવી લક્ષ્ય છે.

મહિલાઓમાં પોતાની નોકરી માટે તણાવ
સંશોધનકર્તાઓ અનુસાર લગભગ 30 ટકા ગર્ભવતી મહિલાઓને નોકરીના થાક કે અવસાદના કારણે તણાવ થાય છે. આ રીતે તણાવના કારણે સમય પહેલા જન્મ થવાની સંભાવના વધી જાય છે જેના કારણે નવજાત શિશુ મૃત્યુદર પણ વધે છે અથવા બાળકોમાં માનસિક અને શારીરિક વિકાર જેવા કે ધ્યાનની ઉણપ, અતિસક્રિયતા અને બાળકોમાં ચિંતા વગેરે આવવાની સંભાવના રહે છે.