ઓછુ સેક્સ કરનારી મહિલાઓમાં જલ્દી આવે છે મેનોપૉઝઃ અભ્યાસ
રિલેશનશિપમાં શારીરિક સંબંધ પાર્ટનર્સને નજીક આવવાનો મોકો આપે છે. સંબંધો માટે જ નહિ પરંતુ આરોગ્ય માટે પણ ઈન્ટીમેટ સંબંધ ઘણા ફાયદાકારક હોય છે. આનાથી સ્ટ્રેસ ઘટાડવા અને કેલેરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. મહિલાઓને વધુ એક ફાયદો મળવાની માહિતી મળી છે. વાસ્તવમાં હાલમાં જ એક અભ્યાસ સામે આવ્યો છે જે મુજબ જે મહિલાઓ વધુ શારીરિક સંબંધ બનાવે છે તેમાં મેનોપૉઝ આવવાની સંભાવના ઘટી જાય છે. વળી, અઠવાડિયામાં એક વાર શારીરિક સંબંધ બનાવતી મહિલાઓમાં મેનોપૉઝની સંભાવના મહિનામાં એક વાર સંબંધ બનાવતી મહિલાઓથી 28 ટકા ઓછી નોંધવામાં આવી.

સંબંધ ન બનાવવાથી ઑવ્યુલેશન બંધ થઈ જાય છે
અભ્યાસ મુજબ જે મહિલાઓ 35 કે તેનાથી વધુ ઉંમરે નિયમિત અંતરે શારીરિક સંબંધ ન બનાવતી હોય તો તેમાં જલ્દી મેનોપૉઝની સ્થિતિ આવી જાય છે. આ અભ્યાસ સાથે જોડાયેલ શોધકર્તા મેગન અર્નોટ અભ્યાસનુ નિષ્કર્ષ જણાવતા કહે છે કે જો કોઈ મહિલા યૌન સંબંધ ન બનાવતી હોય અને તેની ગર્ભધારણની સ્થિતિ ન મળી રહી હોય તો શરીર અંડોત્સર્ગની પ્રક્રિયા અટકાવી દે છે કારણકેતે વ્યર્થ થઈ રહ્યુ છે.

અભ્યાસમાં શામેલ કરવામાં આવી 3 હજાર મહિલા
આ અભ્યાસમાં લગભગ 3 હજાર મહિલાઓ પાસેથી એકઠા કરવામાં આવેલ આંકડા પર આધારિત છે જે 1996-1997માં SWAN અધ્યયન માટે કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમને ઘણા સવાલ પૂછવામાં આવ્યા હતા જેમાં એ અંગેની માહિતી પણ માંગવામાં આવી કે ગયા છ મહિનામાં તેમણે પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવ્યા કે નહિ. અભ્યાસમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે ઑવ્યુલેશન અર્થાત અંડોત્સર્ગ દરમિયાન મહિલાની પ્રતિરક્ષા ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી બગડી જાય છે. આ દરમિયાન શરીરમાં બિમારી થવાની સંભાવના વધી જાય છે. ઉલ્લેખનીય છે કે જર્નલ રૉયલ સોસાયટી ઓપન સાયન્સ નામક મેગેઝીનમાં આ સંશોધનનો રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ ઉંમરની મહિલાઓનો થયો નેચરલ મેનોપૉઝ
અભ્યાસમાં શામેલ થયેલી મહિલાઓને છેલ્લા 6 મહિના દરમિયાન કામોત્તેજના સાથે જોડાયેલા ઘણા બીજા સવાલ પણ પૂછવામાં આવ્યા જેમાં ઓરલ સેક્સ, યૌન સ્પર્શ અને માસ્ટરબેશન વિશે પણ વિસ્તૃત માહિતી લેવામાં આવી. આમાં 64 ટકા લોકોનો જવાબ હતો કે તે અઠવાડિયામાં કમસે કમ એક વાર યૌન ક્રિયામાં ભાગ લે છે. એક નિશ્ચિત સમયગાળામાં જોવામાં આવ્યુ છે કે ત્રણ હજાર મહિલાઓમાંથી 1324 (45 ટકા) મહિલાઓએ 52 વર્ષની સરેરાશ ઉંમરમાં નેચરલ મેનોપૉઝનો અનુભવ કર્યો.
આ પણ વાંચોઃ ઑર્ગેઝમથી સ્કિનમાં આવે છે ગ્લો, એક્ને-પીંપલ્સ અને ડાર્ક સર્કલ પણ રહે છે દૂર