For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે કયા અંદાજમાં દેખાશે મિશેલ ઓબામા, શું પહેરશે સાડી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: આવતા રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાની બીજી ભારત યાત્રા પર આવી રહ્યા છે અને આખી દુનિયામાં માત્ર તેમની ભારતયાત્રાને લઇને ચર્ચા થઇ રહી છે. ઓબામા ભારત પ્રવાસ પર શું કરશે, તેઓ કયા મુદ્દા પર ભારતની સાથે ચર્ચા કરશે, અને કયા પ્રકારે આતંકવાદ અને અન્ય મુદ્દાઓ પર પોતાની વાત રાખશે.

પરંતુ દરેકજણ એ વાતને પણ નજરઅંદાજ કરી રહ્યું છે કે તેમની સાથે તેમની પત્ની ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા પણ હશે. ગઇ વખતની જેમ આ વખતે પણ મિશેલના ભારત આવતા પહેલા ઘણા પ્રકારના સવાલ આવી રહ્યા છે. આ તમામ સવાલોમાંથી જ એક સવાલ છે કે શું મિશેલ આ વખતે સાડી પહેરીને ભારતયાત્રા કરશે?

ગઇ વખતે તૈયાર હતી સાડી

ગઇ વખતે તૈયાર હતી સાડી

મિશેલ જ્યારે પહેલી વાર ભારત આવી હતી તો તેમના ડ્રેસિંગ સેંસ પર ભારતીય મીડિયાએ ઘણું બધું લખ્યું હતું. ગઇ વખત ભારત આવવા પર મિશેલે માત્ર વેસ્ટર્ન ડ્રેસીસને જ પ્રાથમિકતા આપી હતી. જોકે તેના માટે સાડી પણ અહીં જ તૈયાર કરવામાં આવી હતી.

ભારતીય છે મિશેલનો ડિઝાઇનર

ભારતીય છે મિશેલનો ડિઝાઇનર

આપને જણાવી દઇએ કે મિશેલ અમેરિકાની એ 5 ફર્સ્ટ લેડીઝની લીગનો ભાગ બની ગઇ છે જે ખૂબ જ સ્ટાઇલીશ રહી છે. ભારતીય ડિઝાઇનર નઇમ ખાન મિશેલના આઉટફિટ્સ ડિઝાઇન કરે છે.

પાછલી યાત્રાની ઝલક

પાછલી યાત્રાની ઝલક

ગઇ વખતે મિશેલે યૂરોપિયન સ્ટાઇલમાં ભારતમાં પગ મૂક્યો હતો. તેમણે આખા દૌરમાં સ્કર્ટ અને ગાઉનમાં દેખાઇ હતી.

ભારતથી ખૂબ જ પ્રભાવિત છે

ભારતથી ખૂબ જ પ્રભાવિત છે

મિશેલ જ્યારે ગઇવખતે ભારત આવ્યા હતા ત્યારે તેમણે ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ પહેલી વાર ભારત આવી છે અને હું તેનાથી ઘણી આકર્ષાઇ છું. મિશેલ અનુસાર ભારતની સંસ્કૃતિ દુનિયાને એક નવો સંદેશ આપવા માટે કાફી છે.

શું તેમની પુત્રીઓ આ વખતે આવશે ભારત

શું તેમની પુત્રીઓ આ વખતે આવશે ભારત

મિશેલની સાથે જ તેમની પુત્રીઓ માલિયા અને સાશાના આવવા અંગે પણ વાતો ચર્ચાઇ રહી છે. માલિયા અને સાશા બંને ગઇ વખત ન્હોતી આવી.

વ્હાઇટ હાઉસમાં શરૂ કર્યું યોગાનું ચલણ

વ્હાઇટ હાઉસમાં શરૂ કર્યું યોગાનું ચલણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મિશેલ ઓબામા બંને યોગના મોટા સમર્થક છે. મિશેલના કારણે જ યોગ પહેલી વાર વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યું. પરંતુ જ્યારે મોદી સપ્ટેમ્બરમાં વ્હાઇટ હાઉસ પહોંચ્યા તો મોદી અને મિશેલની મુલાકાત થઇ શકી ન્હોતી.

English summary
Stylish first lady Michelle Obama will try saree this time in India. Michelle is one of the most stylish ladies in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X