• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ડોક્ટર ગામે ગામ ફરીને કેન્સરના દર્દીઓનો મફતમાં ઉપચાર કરે છે

|

1 જુલાઈ ડોક્ટર્સ ડે ઉજવાઈ રહ્યો છે. ડોક્ટર્સ ડે મનાવવા પાછળ જુદા જુદા ઘણા કારણ છે. આપણા દેશમાં ડોક્ટર્સને ભગવાનો અવતાર મનાયા છે, જે બીમારીમાંથી દર્દીઓને બચાવે છે. આજે ડોક્ટર્સ ડે પર અમે તમને એક એવા ડોક્ટરને મળાવીશું જે પોતાના કામને પોતાનો ધર્મ માને છે અને કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા ગરીબો અને અસહાય લોકોનો જી બચાવે છે. અમે વાત કરી રહ્યા છીએ ડોક્ટર સ્વપ્નિલ માનેની જે ગામેગામ ફરીને ગરીબો અને જરૂરિયાત મંદ કેન્સર પીડીતોની મફત સેવા કરે છે.

અંગત લોકોના મૃત્યુ બાદ લીધો ડોક્ટર બનવાનો સંકલ્પ

અંગત લોકોના મૃત્યુ બાદ લીધો ડોક્ટર બનવાનો સંકલ્પ

ડોક્ટર સ્વપ્નિલની માતાનું સપનું હતું કે તેમનો પુત્ર મોટો થઈને ડોક્ટર બને અને ગરીબોની મદદ કરે. સ્વપ્નિલ પણ બાળપણથી ડોક્ટર બનવા ઈચ્છતા હતા, તેમણે પોતાની આંખો સામે કેટલાક બાળકોને અને પોતાની નજીકના લોકોને કેન્સર જેવી ભયાનક બીમારીથી મરતા જોયા હતા. ત્યારથી જ સ્વપ્નિલે કેન્સરની સારવાર વિશે ભણવાનું શરૂ કરી દીધું. સ્વપ્નિલ કહે છે કેન્સરના કારણે મૃત્યુ પામતા લોકો મોટા બાગે મોંઘી સારવારને કારણે જીવ ગુમાવે છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈ બાળકનો જીવ કેન્સરના કારણે જાય. ત્યારથી જ તેમણે કંઈક કરવાનું વિચાર્યું. પોતાના બાળપણના અનુભવને શૅર કરતા સ્વપ્નિલે કહ્યું કે જ્યારે તે 8 વર્ષના હતા ત્યારથી પોતાની પાડોશમાં રહેતા એક વ્યક્તિને કેન્સરથી મરતા જોયા. તેમને ફેફસાનું કેન્સર હતું. મરનાર વ્યક્તિ મજૂરી કરીને પરિવારનું પેટ ભરતો હતો અને રોજ 60 રૂપિયા કમાતો હતો. ઈલાજ મોંઘો હોવાને કારણે તે પોતાનો ઈલાજ ન કરાવી શક્યો અને તેનું મૃત્યુ થયું.

જરૂરિયાતમંદ અને અસહાય લોકોની કરે છે મદદ

જરૂરિયાતમંદ અને અસહાય લોકોની કરે છે મદદ

ડૉ. સ્વપ્નિલ આર્થિક રીતે નબળા લોકોનો કેન્સર જેવી મોંઘી બીમારીથી મફતમાં ઈલાજ કરે છે. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં શિરડીથી લગભગ 35 કિલોમીટર દૂર રાહુરીમાં ડૉક્ટર માનેું મેડિકલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર છે. જ્યાં તેમણે કેન્સરના દર્દીઓ માટે 25 બેડની કેન્સર હોસ્પિટલ સાંઈ ધામ બનાવી છે. આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સારવાર ખૂબ જ ઓછા ખર્ચે કરવામાં આવે છે. આર્થિક રીતે નબળા લોકોનો ઈલાજ ફ્રીમાં થાય છે. ડો. માને 13 ડોક્ટર અને છ સાથીઓ સાથે મળીને અત્યાર સુધી 50થી વધુ ગામમાં ફ્રી કેન્સર ચેક અપ અને મેડિસિન ડિસ્ટ્રીબ્ટુશન કેમ્પ યોજ્યા છે.

પોતાની ટીમ સાથે ગામે ગામ ફરીને કરી રહ્યા છે મદદ

પોતાની ટીમ સાથે ગામે ગામ ફરીને કરી રહ્યા છે મદદ

કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે અને કેન્સર રોગીઓ માટે પોતાના સાથીઓની સાથે મળી કેમ્પ લગાવે છે. ત્યારની પોતાની આર્થિક સ્થિતિ પર વાત કરતા તે કહે છે કે,'પિતાજી એક બેન્કમાં નોકરી કરતા હતા, જે હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે. માતા આંગણવાડી કાર્યકર્તા હતી, જે ઘર ખર્ચ ચલાવતી હતી. ઘરની સ્થિતિ બરાબર નહોતી એટલે અમે પડોશીની સારવાર ન કરાવી શક્યા.'

કેમ મનાવાય છે ડોક્ટર્સ ડે?

કેમ મનાવાય છે ડોક્ટર્સ ડે?

1 જુલાઈએ આખા દેશમાં ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે. ભારતના પ્રસિદ્ધ ડોક્ટર બિધાનચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની જયંતી અને પુણ્યતિથિ પર ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 1882માં બિહારના પટનામાં થયો હતો. કોલકાતામાં ડોક્ટરનો અભ્યાસ પૂરો કર્યા બાદ ડોક્ટર રાયે MRCP અને FRCSની ડિગ્રી લંડનથી લીધી હતી. 1911માં તેમણે ભારતમાં પ્રેક્ટિસ શરૂ કરી. બાદમાં તે કોલકાતા મેડિકલ કોલેજમાં પ્રોફેસર બન્યા અને ત્યાંથી કેમ્પબેલ મેડિકલ સ્કૂલ તેમજ કારમિકેલ મેડિકલ કોલેજ ગયા.

બાદમાં તે રાજકારણમાં આવ્યા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા. અને પશ્ચિમ બંગાળના સીએમ પણ બન્યા. ડોક્ટર રાયને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. 80 વર્ષની ઉંમરમાં 1962ની સાલમાં જન્મદિવસે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ દિવસને આખા દેસના ડોક્ટર્સનું સન્માન કરીને તેમને મેસેજ કરીને કાર્ડ મોકલીને શુભેચ્છા પાઠવામાં આવે છે. આવી જ રીતે અન્ય દેશોમાં પણ ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે.

જુદા જુદા દિવસે મનાવાય છે ડોક્ટર્સ ડે

જુદા જુદા દિવસે મનાવાય છે ડોક્ટર્સ ડે

દુનિયાના અન્ય દેશોમાં જુદા જુદા દિવસે ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે. જેમ કે અમેરિકામાં 30 માર્ચે મનાવાય છે, જે પહેલા 9 મેના રોજ મનાવાતો હતો. આ જ રીતે ક્યુબા, ઈરાનમાં પણ જુદી જુદી તારીખે મનાવવામાં આવે છે.

English summary
swapnil mane, doctor from maharashtra doing free cancer treatment to needy people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more