For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સપીથી વિંડો 8 કરો અપગ્રેડ અને મેળવો 6000 રૂપિયા

|
Google Oneindia Gujarati News

વિંડો એક્સપી યૂઝરો માટે એક ખુશખબર છે, માઇક્રોસોફ્ટ હવે વિંડો અપગ્રેડ કરવા બદલ આપને 6000 રૂપિયા આપશે. માઇક્રોસોફ્ટ આ રૂપિયા વિંડો 8 અપગ્રેડ કરવાના બદલામાં આપશે. અમે આપને જણાવી દઇએ કે માઇક્રોસોફ્ટ 8 એપ્રિલથી વિંડો એક્સપીનું સપોર્ટ બંધ કરવા જઇ રહ્યું છે જેનાથી એક્સપીમાં વાયરસ અને હેક થવા જેવા ખતરા પણ વધી જશે.

માઇક્રોસોફ્ટનું આ પ્રમોશનલ ઓફર કંપનીની વેબસાઇટમાં ચાલી રહી છે. એક પ્રકારે કંપની એક્સપીથી વિંડો 8 ઓએસ અપગ્રેડ કરવા માટે બોનસ આપી રહી છે. સાઇટ અનુસાર આ ઓફર 15 જૂન સુધી ચાલશે. આ પહેલા કંપની ગિફ્ટ કાર્ડ ઓફર પણ નીકાળી ચૂકી છે જે વિંડો 8 અપગ્રેડ કરનાર યૂઝર્સને આપવામાં આવતું હતું. વિંડો એક્સપીને લોંચ થયે 13 વર્ષ જેટલો સમય થઇ ગયો છે.

જાણો વિંડો 8માં આપવામાં આવેલા કેટલાંક ફીચર...

યૂઝર ફ્રેંડલી

યૂઝર ફ્રેંડલી

માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર નવું વિંડો 8 પહેલાના વિંડો 7ની જેમ યૂઝર ફ્રેંડલી હશે. જોકે તેનું ઇંટરફેસ ફરીથી બનાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં વિંડો 7ની તમામ એપ્લિકેશન સપોર્ટ કરશે. બીજી તરફ જો આપ વિંડો 7નો પ્રયોગ કરી રહ્યા છો તો તેને વિંડો 8માં અપગ્રેડ કરવાનું પણ ખૂબ જ સરળ છે.

મેટ્રો ઇંટરફેસ

મેટ્રો ઇંટરફેસ

હવે ટચ સ્ક્રીનનો જમાનો છે જેને જોતા માઇક્રોસોફ્ટે નવા વિંડો 8માં મેટ્રો ઇંટરફેસના ટાઇલ્સ લે આઉટનો પ્રયોગ કર્યો છે જેને વિંડો મોબાઇલમાં પ્રયોગ કરવામાં આવે છે. વિંડો 7માં એકવારમાં એક જ એપ્લિકેશન રન કરી શકાતી હતી જ્યારે વિંડો 8માં એકવારમાં બે એપ્લિકેશન રન કરી શકાય છે.

બૂટિંગમાં ઓછો સમય લાગશે

બૂટિંગમાં ઓછો સમય લાગશે

વિંડો 8માં બૂટિંગ સમય ખૂબ જ ઓછો લેશે. સાધારણ પીસી ઓન થવામાં ઓછામાં ઓછી દસ સેકેન્ડ લગાવે છે વિંડો 8માં શટડાઉન કરતી વખતે આ કેટલાંક પ્રોગ્રામને હાઇબરનેટ કરી દેશે. જેથી ફરીથી પીસી સ્ટાર્ટ કરાવતી વખતે આ પ્રોગ્રામ ખુલવાને સ્થાને ફરીથી રન થવા લાગશે જેથી બૂટિંગનો સમય બચશે.

ટેબલેટ અને પીસી બંને માટે એક વિંડો

ટેબલેટ અને પીસી બંને માટે એક વિંડો

કામ ટેબલેટની માગને જોતા માઇક્રોસોફ્ટે નવા વિંડો 8 ઇંટરફેસને એવી રીતે બનાવ્યું છે કે નવું વિંડો 8 ઇંટેલ પ્લેટફોર્મ ઉપરાંત એએમડી અને ટેબલેટમાં પણ રન કરશે. તેમાં ઇંસ્ટોલ્ડ એપ્લિકેશન તમામમાં સરખીરીતે જ ચાલશે.

એપ સપોર્ટ

એપ સપોર્ટ

વિંડો 8માં એપ્લિકેશન સપોર્ટ આપવામાં આવ્યો છે, જેમકે ઇમેઇલ એપ, ફોટો એપ, ફોટો એડિટિંગ ઉપરાંત હજારો એપ્લિકેશન આપવામાં આવી છે, જેને આપ ડાઉનલોડ કરી શકો છો.

English summary
Update Microsoft windows 8 and get Rs 6000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X