ડૉ.રાધાકૃષ્ણન અને આચાર્ય નરેન્દ્ર દેવ માટે વિદ્યાર્થીઓ હંમેશા ખાસ હતા
પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. આ દિવસે દેશની બધી જ શાળા, કોલેજ, વિશ્વવિદ્યાલય અને સંસ્થાનોમાં શિક્ષકોના સન્માનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને ઉપહાર આપે છે. ખાસ કરીને પાંચ સપ્ટેમ્બરનો દિવસ એટલે તમને પણ તમારા ખાસ શિક્ષકની યાદ જરૂર આવશે. આખરે આ દિવસમાં એવું તો શું ખાસ છે કે દરેકને પોતાના શિક્ષક યાદ આવી જાય.
આ જાદુ તિથીનો નથી, પરંતુ આ દિવસે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેમની જેમ જ ડૉ. આચાર્ય નરેન્દ્ર દેવ જેવા શિક્ષકોનો પણ છે, જેમને આજે વર્ષો વિતવા છતા પણ લોકો સહ્રદય યાદ કરે છે.
આજની પેઢી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને આચાર્ય નરેન્દ્ર દેવને ભલે જોઈ ન શક્તી હોય પણ તેમના વિશે વાંચવા અને સાંભળવાથી પણ ઘણું માન થશે. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1988માં થયો હતો. તે આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ (1962-1967) હતા. મદ્રાસ પ્રેસીડેન્સી કોલેજથી અધ્યાપક તરીકે કાર્ય શરૂ કરવાવાળા રાધાકૃષ્ણન આગળ વધતા મૈસુર વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ એક પછી એક ઘણાં વિશ્વવિદ્યાલયોમાં તેમણે ભણાવવાનું કાર્ય કર્યુ. વર્ષ 1939થી 1948 સુધી તેઓ બનારસ વિશ્વ હિંદુ વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા.
રાધાકૃષ્ણનના વિદ્યાર્થી
ડૉ. રાધાકૃષ્ણનના વ્યક્તિત્વની વાત કરીએ તો વર્ષ 1945માં BHUના છાત્ર રહી ચૂકેલા પી.રામાલીંગમ કહી રહ્યાં છે કે જ્યારે તેમનું એડમીશન BHUમાં થયું ત્યારે તેઓ પરિસર ખુલવાના ત્રણ દિવસ અગાઉ જ બનારસ પહોંચી ગયા. હોસ્ટેલ બંધ હતી અને સમજણ નહતી પડતી કે આ અજાણ્યા શહેરમાં શું કરવું અને ક્યાં જવું?
ત્યારે અક સ્થાનિક વ્યક્તિની મદદથી તેમને કુલપતિને મળવાની તક મળી. તેમણે તાત્કાલિક હોસ્ટેલના વોર્ડનને બોલાવીને પી.રામાલીંગમની રહેવાની વ્યવસ્થા કરાવી. ડૉ.રાધાકૃષ્ણનની ખાસિયત એ હતી કે તેઓ પોતાના છાત્રોને ક્યારેય તકલીફમાં નહોતા જોઈ શક્તા.
LUમાં આચાર્યજી જેવા કોઈ વાઈસ ચાન્સેલર નથી થયા
હવે જો આચાર્ય નરેન્દ્ર દેવની વાત કરીએ તો દેશમાં આજ સુધી એવા કોઈ વાઈસ ચાન્સેલર નથી થયા કે જેમણે છાત્રોને રહેવા માટે પોતાનું વીસી આવાસ આપી દીધુ હોય. વર્ષ 1947માં જ્યારે છાત્રોને રહેવાની જગ્યામાં તકલીફ પડી અને બધાં જ છાત્ર આવાસો ભરાઈ ગયા ત્યારે આચાર્યજીએ પોતાનું વીસી આવાસ છાત્રોના આવાસ માટે પરિવર્તીત કરી દીધુ. અને તેઓ ખુદ એક નાનકડા રૂમમાં રહેવા લાગ્યા.
લખનઉ છોડતી વખતે આચાર્યજી માટે છાત્રો રડ્યા હતા
ખાસ વાત તો એ છે કે જ્યારે આચાર્યજી લખનઉ છોડી રહ્યાં હતા, ત્યારે તેમને રોકવા માટે સેંકડો વિદ્યાર્થી તેમને રોકવાના હેતુથી ગાડીની સામે ઉભા રહી ગયા હતા. આ તમામ છાત્ર તેમની પાછળ પાછળ વારાણસી સુધી પહોંચી ગયા હતા. અને મુશ્કેલ તો એ થઈ પડી કે વારાણસીના વિદ્યાર્થીઓ આચાર્યજીના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરીને ઉભા હતા, જ્યારે લખનઉના વિદ્યાર્થીઓ તેમને પાછા લાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા.