• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teachers Day: જાણો પ્રાચીન ભારતના 10 સૌથી મહાન ગુરુઓ વિશે

|

આજે દેશભરમાં શિક્ષક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. શિક્ષક કોઈ પણ વ્યક્તિના જીવનમાં મહત્વનો હિસ્સો હોય છે. તે શિક્ષક છે જે જીવનને દશા અને દિશા બંને આપે છે. ભારતના પ્રાચીન કાળમાં એવા ઘણા ગુરુ, શિક્ષક હતા જેમના આપેલી શિક્ષા આજે પણ એટલી જ મહત્વની છે. તે ગુરુ દ્રોણાચાર્ય હોય કે ચાણક્ય તેમની વાતો અને આદર્શોનું મહત્વ આજે પણ એટલુ જ છે. જાણો આવા જ 10 ગુરુઓ વિશે -

ગુરુ દ્રોણાચાર્ય

ગુરુ દ્રોણાચાર્ય

દ્રોણાચાર્યને કોણ નથી જાણતુ. કૌરવો અને પાંડવોને શાસ્ત્રોનું શિક્ષણ આપનાર દ્રોણાચાર્યનું સ્થાન શિક્ષકોમાં ઘણુ ઉપર માનવામાં આવે છે. તે દ્રોણાચાર્યની જ શિક્ષા હતી જેણે અર્જૂનને એક મહાન યોદ્ધા બનાવ્યો. અર્જૂને પણ કઠોર પરિશ્રમથી પોતાના ગુરુનું માન રાખ્યુ જેનાથી પ્રસન્ન થઈને દ્રોણાચાર્યએ અર્જૂનને બ્રહ્માનું શક્તિશાળી દિવ્ય હથિયાર બ્રહ્માસ્ત્રનું આહવાન કરવા માટે મંત્ર બતાવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતનું દર ત્રીજુ બાળક કુપોષણનો શિકાર છેઃ CAG

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્યએ ભારતના સંતોને એક કરીને દસનામી સંપ્રદાયની રચના કરી. તેમણે ચાર ધામોને પુનઃજીવિત કર્યા અને દેશના ચારે ખૂણામાં મઠોની સ્થાપના કરી જેણે અદ્વૈત વેદાંતના ઐતિહાસિક વિકાસ, પુનરુદ્ધાર અને પ્રસારમાં મદદ કરી. તેમણે દેશભરમાં પોતાના વિચાર અને હિંદુ ધર્મનો પ્રચાર કર્યો.

મહર્ષિ સાંદીપનિ

મહર્ષિ સાંદીપનિ

મહર્ષિ સાંદીપનિ વિષ્ણુના અવતાર કૃષ્ણના ગુરુ હતા. તેમનો આશ્રમ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં હતો જ્યાં શ્રીકૃષ્ણએ પોતાના ભાઈ બલરામ અને દોસ્ત સુદામાં સાથે શિક્ષણ ગ્રહણ કર્યુ હતુ. શિક્ષણ પૂરુ થયા બાદ કૃષ્ણ અને બલરામે સાંદીપનિ પાસેથી ગુરુ દક્ષિણા માંગવા માટે કહ્યુ હતુ જેના પર સાંદીપનિએ તેમને પોતાનો ખોવાયેલો પુત્ર શોધવા માટે કહ્યુ હતુ. શ્રીકૃષ્ણ અને બલરામે મળીને તેમના પુત્રને શોધ્યો હતો.

ચાણક્ય

ચાણક્ય

ચંદ્રગુપ્ત મૌર્યને સત્તાના સિંહાસન પર બેસાડવા પાછળ ચાણક્યનો જ હાથ માનવામાં આવે છે. રાજકારણ અને અર્થશાસ્ત્ર અંગે તેની સૂક્ષ્મ સમજના કારણે તેમને ભારતીય ઈતિહાસના સૌથી મહાન રાજનીતિજ્ઞ કહેવામાં આવે છે. તેમણે પોતાની કૂટનીતિ અને રાજકીય સમજથી ચંદ્રગુપ્ત જેવા એક સાધારણ વ્યક્તિને સિંહાસન પર બિરાજમાન કર્યા હતા.

વિશ્વામિત્ર

વિશ્વામિત્ર

વિશ્વામિત્ર પ્રાચીન ભારતના સૌથી સમ્માનિત ઋષિઓમાંના એક છે. તેમણે ગાયત્રી મંત્ર સહિત ઋગ્વેદના મંડળ3 ના મહત્તમ લેખકના રૂપમાં પણ શ્રેય આપવામાં આવે છે. વશિષ્ઠ સામે યુદ્ધ હારી ગયા બાદ વિશ્વામિત્રએ પોતાનું રાજકાજ છોડીને તપસ્યા કરી. ઘોર તપસ્યા બાદ વશિષ્ઠ પાસેથી જ તેમણે બ્રહ્મર્ષિનું પદ લીધુ હતુ.

સ્વામી સમર્થ રામદાસ

સ્વામી સમર્થ રામદાસ

સ્વામી સમર્થ રામદાસ મહારાષ્ટ્રના આધ્યાત્મિક કવિ હતા. તેમને તેમના અદ્વૈત વેદાંતવાદી પાઠ, દાસબોધ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. રામદાસ હનુમાન અને રામના ભક્ત હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ પણ હતા.

પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર

પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર

પરશુરામ પોતાના ક્રોધ માટે પણ જાણીતા હતા. પરશુરામો પોતાના પિતાના કહેવા પર માતાનો વધુ કર્યો હતો. તેઓ એક બ્રાહ્મણના રૂપમાં જરૂર જન્મ્યા હતા પરંતુ કર્મથી એક ક્ષત્રિય હતા. તેમને ભાર્ગવના નામથી પણ ઓળખવામાં આવે છે.

રામકૃષ્ણ પરમહંસ

રામકૃષ્ણ પરમહંસ

રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. એક યોગી અને આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણ પરમહંસનો ઝૂકાવ કાલી અને વૈષ્ણવ તરફ માનવામાં આવે છે. તેમના મુખ્ય શિષ્ય સ્વામી વિવેકાનંદે જ તેમના સમ્માનમાં રામકૃષ્ણ પરમહંસ મિશનની રચના કરી હતી જેનો હેતુ ધર્મોની સદભાવના અને માનવતા માટે શાંતિ અને સમાનતા સ્થાપિત કરવાનો છે.

ગુરુ વશિષ્ઠ

ગુરુ વશિષ્ઠ

સપ્તર્ષિઓમાંના એક ગુરુ વશિષ્ઠે રાજા દશરથના ચારે પુત્રોને શિક્ષણ આપ્યુ હતુ. ઋષિ વિશ્વામિત્ર સાથેના તેમના મહાન સંઘર્ષો માટે તેઓ હિંદુ પૌરાણિક કથાઓમાં પ્રસિદ્ધ છે. સમુદ્ર મંથનથી ઉત્પન્ન ગાય કામધેનુના કુળનો વિસ્તાર પણ તેમણે જ કર્યો હતો. જેના માટે તેમનો ઘણા રાજાઓ સાથે યુદ્ધ પણ થયુ અને તેમના 100 પુત્રો માર્યા ગયા પરંતુ તેમણે કામધેનુ ગાયને કોઈને લઈ જવા દીધી નહિ.

શૌનક

શૌનક

ભૃગુવંશી ઋષિના પુત્ર શૌનકે રાજા જનમેજયનો અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. તેમના આદર્શ અને શિક્ષણ એવુ હતુ કે તેમને દસ હજાર શિષ્યોવાળા ગુરુકુળના કુલપતિ બનવાનું ગૌરવ મળ્યુ. શૌનક સપ્તઋષિઓમાંના એક છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, વામદેવ અત્રિ, કણ્વ અને શૌનક જ તે સાત સપ્તઋષિઓ છે.

આ પણ વાંચોઃ કૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે'

English summary
Teachers Day 2018: Dronacharya, Chanakya And Other Teachers Of Indian Mythology And History.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more