For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંઇક આ રીતે જીવન અને સમય આપણી જોડે ખેલ ખેલી જાય છે!

|
Google Oneindia Gujarati News

જીવન એક કોયડા સમાન છે. આપણને જ્યારે જે જોયતું હોય છે ત્યારે આપણને તે મળતું નથી અને જ્યારે કંઇ નથી જોયતું ત્યારે તેવું કંઇક મળી જાય છે કે આપણને વધુને વધુ મેળવવાની લાલશા આપી જાય. કહેવાય છે કે હાથોની લકીરમાં બધુ લખાયેલુ છે. આપણા હાથમાં કંઇ નથી બધુ પહેલેથી લખાયેલું છે બસ આપણને તે ખબર નથી.

અને આ માટે જ ધણાં લોકો નસીબથી લડતા રહેતા હોય છે અને ધણાં લોકો નસીબના હવાલે બધુ છોડીને બેસી જાય છે. પણ શું તમને ખબર છે જીવન અને સમય હંમેશા આપણી જોડે એક જબરો ખેલ રમે છે. જે આપણે સમજી નથી શકતા અને જ્યાં સુધીમાં સમજી જઇને ત્યાં સુધીમાં જીવનનો અંત થઇ જાય છે. આ ખેલમાં જ્યારે જે જોયતું હોય ત્યારે તે નથી મળતું અને ના જોઇએ તે પહેલું મળે છે.. કેવી રીતે જાણો અહીં.....

નાનપણ

નાનપણ

નાનપણમાં આપણને તમામ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. માટે જ આપણને એક આદત પડી જાય છે કે આપણે ક્યાંક ગૂંચવાઇશું ત્યારે આપણો પરિવાર કે મિત્રો કોઇ તો હશે જ મદદ માટે. અને આપણને તેની આદત પડી જાય છે

યુવાની

યુવાની

પણ આજ આદતના કારણે મોટા થઇને જ્યારે આપણે કેટલાક પ્રશ્નોમાં અટવાઇએ છીએ અને આપણે તે માટે પરિવાર કે મિત્રો જોડે પાછા જઇએ છીએ ત્યારે આપણાથી આશા સેવવામાં આવે છે કે આ પ્રશ્નોનો ઉકેલ આપણે જાતે જ લાવીએ. જો કે નાનપણથી આપણને મોટા નિર્ણયો બધાને પૂછીને જ લેતા શીખવાડવામાં આવ્યું હોય છે!

યુવાની

યુવાની

યુવાનીમાં ધીરે ધીરે કરીને આપણે એકલા રહેતા, આપણી રીતે એકલા નિર્ણય લેતા શીખી જઇએ છીએ. અને આ વાતમાં જ્યાં થોડીક ફાવટ આવી ગઇ હોય છે અને આપણે આપણી એકલતાને માણતા થઇ જઇએ છીએ. ત્યારે જ જીવનનો એક બીજો સફર શરૂ થાય છે. જે છે લગ્ન.

લગ્ન

લગ્ન

બાદ આપણા નિર્ણયો આપણા નથી રહેતા, બે લોકોના સહકારી નિર્ણયો હોય છે. વળી પાછળા આપણને આપણી એકલતામાંથી એક પારિવારિક સમુદાયમાં રાખી દેવામાં આવે છે. જ્યાં આપણે ફરીથી સામાજીક બનવું પડે છે. પોતાની ખુશી નહીં બીજાની ખુશોનું પણ માન આપતા થવું પડે છે.

બાળક અને પરિવાર

બાળક અને પરિવાર

પછી એક તેવો સમય આવે છે જ્યારે તમે બાળકો અને પરિવારથી ધેરાયેલા હોય છે. તમારી પ્રાયોરીટી તે થઇ જાય છે. તમે તેમના સુખ, દુખ માટે જીવો છો. અને જ્યાં તમે આ વાતથી ટેવાઇ જાવ છો અને તમને થાય છે કે હા હવે લાઇફ થોડી સેટ થઇ ચૂકી છે ત્યાં જ એકલતા પાછી ફરે છે.

વૃદ્ધાઅવસ્થા

વૃદ્ધાઅવસ્થા

તેને વૃદ્ધ થાવ છો. તમારા બાળકો મોટા થઇને પૈસા, નોકરી માટે કરીને તમારાથી દૂર થાય છે. તમે પણ તે જ ઇચ્છો છો કે તે પગભર બને. અને આ વાત દ્વારા ફરી તમે એકલા થઇ જાવ છો. અને વળી પાછી લોકો પરથી તમારી પ્રાયોરિટી પોતાની પર આવી જાય છે. જેમાં તમારે તમારા શરીરનું, હેલ્થનું ધ્યાન રાખવું પડે છે.

ગેમ

ગેમ

એટલે કે જ્યારે આપણને એકલતા નથી જોયતી ત્યારે એકલતા મળે છે. વળી એકલતાની આદત જ્યાં પડે છે ત્યાં પાછું તમારે સમાજિક થવું પડે છે અને સામાજિક થવાની જ્યાં આદત પડી જાય છે ત્યારે ફરીથી એકલા થવાનો વારો આવે છે. એટલે કે જ્યારે જે જોઇએ છે તે નથી મળતું પણ જે નથી માંગતા તે મળી જાય છે. છે ને જીવનનો ગજબ ખેલ! અને મોટી વાત તો એ છે કે આ ખેલ બધા ખેલે છે! અને માટે જ જીવન એક મસ્ત કોયડો છે.

English summary
That's How life and time play with us. know more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X