બિઝી લાઈફને સ્પાઈસી બનાવે છે શિડ્યુલ સેક્સ, જાણો તેના ફાયદા
સેક્સ, માત્ર ઈમોશનલી નથી જોડી રાખતુ કપલ્સને પરંતુ આના ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે. એક્સપર્ટની માનીએ તો સેક્સ કરવાથી તમે તંદુરસ્ત રહો છો. ઘણી વાર બિઝી શિડ્યુલ હોવાના કારણે તમે સેક્સને અવોઈડ કરી દો છો જેની અસર તમારા સંબંધ પર પડી શકે છે. પરંતુ આજકાલ બિઝી લાઈફસ્ટાઈલમાં સેક્સ લાઈફનો ભરપૂર રોમાંચ ઉઠાવવા માટે લોકો શિડ્યુલ સેક્સનો કૉન્સેપ્ટ ફૉલો કરવા લાગ્યા છે.
સેક્સ શિડ્યુલ! સાંભળવામાં થોડુ અજીબ લાગે છે પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. શિડ્યુલ સેક્સ, બિઝી લાઈફસ્ટાઈલમાં પણ સેક્સને સ્પાઈસી બનાવે છે. આવો જાણીએ કે કેવી રીતે શિડ્યુલ સેક્સ તમારી સેક્સ લાઈફને બનાવે છે સ્પાઈસી અને શું છે તેના ફાયદા...

આ રીતે બનાનો શિડ્યુલ સેક્સનુ પ્લાન
જો તમે ક્યારેય પણ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા હોય તો તમે શિડ્યુલ સેક્સ ટર્મ વિશે જરૂર સાંભળ્યુ હશે. આને બનાવવા માટે જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે મળીને એક સમય પસંદ કરો જ્યારે તમે બંને ફ્રી રહી એકબીજા માટે સમય કાઢી શકો.

કેલેન્ડરમાં લખો શિડ્યુલ સેક્સ
જો તમે સેક્સની ડેટ અને ટાઈમ શિડ્યુલ કરી રહ્યા હોય તો તેને મોઢે યાદ ન રાખો પરંતુ તેને નોટ કરી લો. જો તમે ઈચ્છો તો તેને કેલેન્ડરમાં જ લખીને નોટ કરી લો. જેથી બાકી ઈમ્પોર્ટન્ટ મીટિંગની જેમ તમે આને એવોઈડ ન કરો.

સાથે પસાર કરે છે ક્વૉલિટી ટાઈમ
ટેકનોલોજીના આ દોરમાં આપણે બધા વર્ચુઅલ થઈ ચૂક્યા છે. પ્રેમની બે વાત કરવા માટે લોકો પાસે સમય જ નથી બચ્યો. જો તમે સેક્સ શિડ્યુલનુ પાલન કરશો તો દિવસની અમુક પળો એવી જરૂર હશે જ્યાં તમે માત્ર બંને હશો. સાથે પસાર કરેલ આ ક્વૉલિટી ટાઈમ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે.

ફિક્સ હોય છે સેક્સનો ટાઈમ
સેક્સ શિડ્યુલનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે સેક્સને અવોઈડ નહિ કરી શકો. નહિતર અસ્તવ્યસ્ત જીવનશૈલી અને તણાવપૂર્ણ માહોલના કારણે કદાચ જ તમારા દિમાગમાં સેક્સ કરવાનો વિચાર આવી શકશે. સેક્સનુ ટાઈમટેબલ ફિક્સ હોવાના કારણે તમે બધુ વસ્તુઓને સાઈડમાં રાખીને તમારા પાર્ટનર સાથે અંતરંગ પળોને માણો છો.

તૈયારી માટે મળે છે સમય
જ્યારે તમે બંને સેક્સનુ પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે તમારી પાસે ખુદને એ પળો માટે તૈયાર કરવાનો ભરપૂર સમય હોય છે. એનો મતલબ કે તમે તમારી સેક્સ લાઈફને સ્પાઈસી બનાવવા માટે તમારી રીતે પ્લાન કરી શકો છો.
આ પણ વાંચોઃ Rose Day 2020: આજે રોઝ ડે, જાણો ગુલાબનો દરેક રંગ શું કહે છે?