• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Blue Moon: 31 ઓક્ટોબરે દેખાશે વાદળી ચાંદ, જાણો ભારતમાં કેટલા વાગે થશે દીદાર?

|
Google Oneindia Gujarati News

વર્ષ 2020માં લોકોને ઘણી વાર એવી ઘટનાઓ જોવા મળી રહી છે કે જેના વિશે વિચાર્યુ પણ નહિ હોય. હવે 31 ઓક્ટોબરે લોકો એક દૂર્લભ ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનાની છેલ્લી તારીખે ચાંદ કંઈક અલગ જ દેખાવાનો છે. 31 ઓક્ટોબરે(શનિવાર) આકાશમાં પહેલી વાર ચાંદ વાદળી રંગનો દેખાશે. આ ખગોળીય ઘટના બધાને એક સુખદ અનુભવ આપવાની છે. ચાલો, બ્લૂ મૂન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

બ્લૂ મૂન શું છે?

બ્લૂ મૂન શું છે?

નાસાના જણાવ્યા મુજબ સામાન્યરીતે બ્લૂ મૂનનાસમયે ચાંદ પીળો અને સફેદ રંગમાં જોવા મળે છે પરંતુ આ વખતે ચાંદ અલગ અને ખાસ હશે. માહિતી અનુસાર બ્લૂ મૂન એક અસામાન્ય ખગોળીય ઘટના છે જે દર બેથી ત્રણ વર્ષમાં જોવા મળે છે. પરંતુ વર્ષ 2020માં દેખાનાર બ્લૂ મૂન વિશેષ છે અને તે ફરીથી 2039માં જોવા મળી શકશે.

આ પહેલા ક્યારે દેખાયો હતો બ્લૂ મૂન?

આ પહેલા ક્યારે દેખાયો હતો બ્લૂ મૂન?

લગભગ 137 વર્ષ પહેલા, વર્ષ 1883માં પણ લોકોને વાદળી ચાંદના દીદાર કરવાનો મોકો મળ્યો હતો. વાસ્તવમાં જ્વાળામુખી ક્રાકોટા ફાટવાના કારણે ધૂળના કણ હવામાં ભળી ગયા અને આના કારણે ચંદ્રમા વાદળી દેખાવા લાગ્યો. ઉલ્લેખનીય છે કે આ દિવસે વાદળી ચાંદ દેખાયો હતો પરંતુ આ ખગોળીય ઘટના નહોતી.

કેટલા વાગે દેખાશે?

કેટલા વાગે દેખાશે?

જ્યારે એક જ મહિનામાં બે વાર પૂનમ આવે ત્યારે મહિનાની બીજી પૂનમને બ્લૂ મૂન કહેવામાં આવે છે. બ્લૂ મૂનની ઝલક 30 ઓક્ટોબરેની સાંજે 5.45 વાગ્યાથી 31 ઓક્ટોબરની રાતે 8.18 વાગ્યા સુધી જોવા મળી શકશે. આશા છે કે 31 ઓક્ટોબરની રાતે આકાશ સ્વચ્છ રહેશે અને એ વખતે ટેલીસ્કોપની મદદથી કોઈ પણ બ્લૂ મૂન જોઈ શકશે.

શરદ પૂર્ણિમા પર ખીર બની જાય છે અમૃત, જાણો આની પાછળનુ વૈજ્ઞાનિક કારણશરદ પૂર્ણિમા પર ખીર બની જાય છે અમૃત, જાણો આની પાછળનુ વૈજ્ઞાનિક કારણ

English summary
The 'Blue Moon' will be visible on October 31st from around 8.19 PM. Know everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X