For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા દિવસઃ સ્તનમાં થતી દરેક પીડા કેન્સરની ન હોય પરંતુ હોઈ શકે છે આ ગંભીર બિમારીઓ

જો તમારી બ્રેસ્ટમાં ગાંઠ કે લંપ્સ જેવી સમસ્યા હોય તો આને બિલકુલમાં હળવામાં ન લેશો કારણકે બ્રેસ્ટ કેન્સર સિવાય પણ બીજી ઘણી ભયાનક બિમારીઓ હોઈ શકે છે.

By Staff
|
Google Oneindia Gujarati News

તમારી બ્રેસ્ટમાં ઘણા દિવસોથી પીડા થઈ રહી છે? તો તમારે ગાયનેકોલૉજિસ્ટ પાસે જવા માટે રાહ ન જોવી જોઈએ. જો તમારી બ્રેસ્ટમાં ગાંઠ કે લંપ્સ જેવી સમસ્યા હોય તો આને બિલકુલમાં હળવામાં ન લેશો કારણકે બ્રેસ્ટ કેન્સર સિવાય પણ બીજી ઘણી ભયાનક બિમારીઓ હોઈ શકે છે. આવો જાણીએ એવી કઈ બિમારીઓ છે જેમાં બ્રેસ્ટમાં દુઃખાવો થવા લાગે છે.

ટેટૂથી બ્રેસ્ટને થઈ શકે છે ખતરો

ટેટૂથી બ્રેસ્ટને થઈ શકે છે ખતરો

વાસ્તવમાં ટેટૂ કે શાહી કે ઈન્કમાં જે ટૉક્સિક એલિમેન્ટ હોય છે તેનાથી કેન્સર થવાનુ જોખમ હોય છે. ઈક્વિમેન્ટ ક્યારેક ક્યારેક એચઆઈવી હિપેટાઈટિસ બી અને સીથી સંક્રમિત થઈ જાય છે જેનાથ સંક્રમણ ફેલાવાની સંભાવના રહે છે.

બ્રેસ્ટ ઈંગોર્જમેન્ટ

બ્રેસ્ટ ઈંગોર્જમેન્ટ

બ્રેસ્ટ ઈગોર્ઝમેન્ટ હોવાના કારણે બાળકને મા દૂધ નથી પિવડાવી શકતી. આના માટે વધારાના દૂધને કાઢી નાખવુ જોઈએ નહિ તો બ્રેસ્ટમાં સોજો આવી જાય છે અથવા તે કડક થઈ જાય છે. અહીં સુધી કે તેને સ્પર્શ કરવાથી પણ ખૂબ જ દુઃખાવો થાય છે.

સિસ્ટ અથવા પુટ

સિસ્ટ અથવા પુટ

ક્યારેક ક્યારેક સામાન્ય સિસ્ટ પણ સમય અનુસાર ઘણો દુઃખાવો આપે છે. આ કેન્સરદાયક તો નથી હોતા પરંતુ ફ્લૂઈડથી ભરેલા હોય છે. પરંતુ પીરિયડ સમયે આ સિસ્ટ ખૂબ જ વધુ સોજાઈ જાય છે અને દુઃખાવો પણ થાય છે. આ દુઃખાવો ક્યારેક બંને બ્રેસ્ટમાં થાય છે અથવા સિસ્ટની પરિસ્થિતિ અનુસાર એક બ્રેસ્ટમાં થાય છે.

બ્રેસ્ટ ઈન્ફેક્શન

બ્રેસ્ટ ઈન્ફેક્શન

ઘણી વાર પરસેવો થવા કે ગ્રંથિ એટલે કે ગ્લેન્ડ બંધ થઈ જવા, મિલ્ક ડક્ટ કે ધમની બ્લૉક થઈ જવા પર કે ઈંગ્રોન હેરના કારણે બ્રેસ્ટમાં ઈન્ફેક્શન થવાનો ડર રહે છે. જેના કારણે નિપ્પલમાંથી પસ, લોહી કે લાલ અથવા લીલુ ડિસ્ચાર્જ થવા લાગે છે.

કેન્સરરોધી ટ્યુમર

કેન્સરરોધી ટ્યુમર

જો તમારી નિપ્પલમાંથી લોહી ડિસ્ચાર્જ થઈ રહ્યુ હોય તો તેનો અર્થ છે કે ટ્યુમરમાં કેન્સર નથી. આ અવસ્થાને પેપીલોમા કહે છે જે મિલ્ક ડક્ટ્સના વધુ વિકાસના કારણે થાય છે. જો આમ હોય તો તમે બ્રેસ્ટના ડૉક્ટર પાસે જવામાં બિલકુલ મોડુ ન કરશો ખાસ કરીને જો બ્રેસ્ટમાંથી લોહી ડિસ્ચાર્જ થતુ હોય તો.

આ પણ વાંચોઃ સની લિયોનીના લેટેસ્ટ હૉટ અને સેક્સી વીડિયોથી ઈન્ટરનેટનુ તાપમાન વધ્યુ, તમે પણ જુઓ

English summary
The following are common causes of breast pain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X