For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ એક એવું ગેજેટ છે જે આપના બદલે વાંચશે પુસ્તક!

|
Google Oneindia Gujarati News

ઘણી વખત આપણે એવો વિચાર કરીએ છીએ કે એવું કોઇ ઉપરકરણ હોત જે શબ્દો પર આંગળી રાખવા માત્રથી જ આપણા બદલે પુસ્તક વાચવા લાગતું. મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ની મીડિયા લેબએ ફિંગર રીડર નામનું ઉપકરણ વિકસિત કર્યું છે, જે શબ્દો પર આંગળી ફરાવવાથી તે શબ્દોનું ઉચ્ચારણ કરે છે.

આ ઉપકરણ દ્રષ્ટિબાધિત લોકો માટે સૌથી વધારે ઉપયોગી બની રહેશે, કારણ કે તેમને વાંચવા માટે ખાસ પ્રકારની ઉપસી આવેલા અક્ષરોવાળા લખાણની અને અનુવાદની જરૂર પડે છે. આ ઉપકરણના ઉપયોગકર્તા શબ્દો પર આંગળી ફરાવીને તેનો ઓડિયો ફીડબેકના માધ્યમથી ઉચ્ચારણ સાંભળી શકે છે અને હેપ્ટિક ફીડબેકના માધ્યમથી એક પંક્તિ અથવા પરિચ્છેદના શરૂ અને ખત્મ થવાની અનુભૂતિ પણ કરી શકો છો.

હેપ્ટિક ફીડબેક સ્પર્શની સૂચના આપનારી ટેકનોલોજી છે, જે સ્પર્શની સંવેદનાના માધ્યમથી ઉપયોગકર્તાને બળ, કંપન અને ગતિ પ્રદાન કરે છે. એમઆઇટીથી જારી કરાયેલ જાહેરાત અનુસાર, ફિંગરરીડર ઉપયોગકર્તાને શબ્દોની પંક્તિથી દિશાવિમુખ થવા પર પણ સૂચના આપે છે અને દરેક શબ્દ અથવા પંક્તિ પર ગતિ કરવામાં મદદ કરે છે.

લાગણીઓ પ્રમાણે કામ કરે છે આ ગેજેટ

લાગણીઓ પ્રમાણે કામ કરે છે આ ગેજેટ

આ ઉપકરણને પહેરનાર જો પુસ્તકમાં કોઇ એવી વસ્તુ વાચી રહ્યો છે જે ભયાવહ હોય તો ચેસ્ટ પર બાંધેલો બેલ્ટ એની જાતે જ ટાઇટ થવા લાગશે.

શરીરનું તાપમાન અને હાર્ટરેટ પણ વધારે છે આ ડિવાઇસ

શરીરનું તાપમાન અને હાર્ટરેટ પણ વધારે છે આ ડિવાઇસ

જો પુસ્તકમાં લખેલ શબ્દ આપને ખરાબ લાગી રહ્યા છે તો ઉપકરણમાં લાગેલી હિટીંગ ડિવાઇસ આપનું તાપમાન બદલવા લાગશે.

આને જેકેટની જેમ પહેરી શકો છો

આને જેકેટની જેમ પહેરી શકો છો

એક્સાઇટમેન્ટ દરમિયાન આ ઉપકરણમાં લાગેલ બેલ્ટ કમરની તરફ વાઇબ્રેટ કરવા લાગશે.

ઉપકરણમાં ઘણી બધી લિડ લાઇટ લાગેલી છે

ઉપકરણમાં ઘણી બધી લિડ લાઇટ લાગેલી છે

જો આપ દુખી છો તો આ પુસ્તકમાં લાગેલી હજારો લિડ લાઇટો, બુકના કવર પેજ પર એવી લાઇટ પાડશે કે જેનાથી આપના ઇમોશન શો થશે.

વીડિયોમાં જુઓ

વીડિયોમાં જુઓ કેવી રીતે કામ કરે છે આ ગેજેટ.

English summary
The mit media lab class that makes science fiction real.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X