
વિશ્વના 4 દેશોના પ્રમુખ હિન્દુ છે, જેમની કુશળતાને માને છે દુનિયા
ભારત, નેપાળ, મોરિશસ ઉપરાંત હવે બ્રિટન પણ આ યાદીમાં સામેલ થયો છે, જેમના પ્રમુખ હિંદુ રાજનેતા છે. આ તમામ નેતાઓ પર દેશની જનતા અને પાર્ટી પુરો વિશ્વાસ કરે છે. આ સાથે તેમની રાજનીતિને કારણે દુનિયાભરમાં તેમનું માન છે. તો ચાલો આપણ આ રાજનેતાઓ વિશે જાણીએ.

ઋષિ સુનક
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા છે. તેમણે લગભગ છ અઠવાડિયા પહેલા લિઝ ટ્રસ સામે સમાન પદ ગુમાવ્યું હતું,પરંતુ લિઝ ટ્રસને તેની નબળી નાણાકીય યોજનાને કારણે માત્ર 45 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. તેણી દેશની આર્થિક નીતિઓનેયોગ્ય રીતે સમજી શકી ન હતી અને તેના એક નિર્ણયે બજારમાં ઉથલપાથલ મચાવી હતી.

સમગ્ર કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમના જેવો કોઈ નેતા નથી
આવી સ્થિતિમાં દેશનું નેતૃત્વ કરવા માટે એક સારા નેતાની જરૂર હતી. આજથી 7 વર્ષ પહેલા ઋષિ સુનક પહેલીવાર સાંસદ બન્યા હતા,પરંતુ આ સફરમાં તેઓ રાજકીય ગ્રાફ પર આવતા રહ્યા. જેના કારણે જો આજે સ્થિતિ જોવામાં આવે તો સમગ્ર કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમનાજેવો કોઈ નેતા નથી. તેથી જ તેને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

તેમના દાદા-દાદી પંજાબી હતા
ઋષિ સુનકે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી વિશ્વની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે અને ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. 42 વર્ષીય સુનકનો જન્મ યુકેના સાઉધમ્પ્ટનમાં એક ભારતીય પરિવારમાં થયો હતો. તેમના દાદા-દાદી પંજાબી હતા.

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વમાં ટોચના સ્થાન પર છે. દેશને પ્રગતિના પંથે લઈ જનાર વડાપ્રધાન હિન્દુ સમુદાયનાછે.
તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે, ચા વેચનાર ક્યારેય દેશના ટોચના પદ પર બિરાજમાન થશે, પરંતુ સખત મહેનત અને દેશ માટે કંઈકકરવાની ઈચ્છાથી બધું શક્ય બન્યું અને વર્ષ 2014 થી લઈને અત્યાર સુધી સતત બે ટર્મ સુધી તેઓ દેશ અને લોકોની સેવા કરી રહ્યા છે.

1974માં નવનિર્માણ આંદોલનમાં જોડાયા
17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના વડનગરમાં ખૂબ જ સાધારણ પરિવારમાં જન્મેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સમાંએમએ કર્યું છે. બાળપણથી જ તેમનો સંઘ તરફ ઝુકાવ હતો અને ગુજરાતમાં આરએસએસનો મજબૂત આધાર પણ હતો.
તેઓ 1967માં 17વર્ષની વયે અમદાવાદ પહોંચ્યા અને તે જ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. આ પછી તેઓ 1974માં નવનિર્માણ આંદોલનમાંજોડાયા. આ રીતે સક્રિય રાજકારણમાં જોડાતા પહેલા મોદી ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા.

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા
શેર બહાદુર દેઉબા લાંબા સમયથી નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ છે. તેમણે વર્ષ 2017માં નેપાળના 40મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
આ પહેલા તેઓ 1995 થી 1997, પછી 2001 થી 2002 અને 2004 થી 2005 સુધી નેપાળના વડાપ્રધાન હતા. તેઓ નેપાળી કોંગ્રેસનાઅધ્યક્ષ છે.
રાજનીતિની વાત કરીએ તો, દેઉબાએ 19 વર્ષની ઉંમરે (1965) સ્ટુડન્ટ પોલિટિક્સથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરીહતી.
1965 થી 1968 સુધી, તેમણે ફાર-વેસ્ટર્ન સ્ટુડન્ટ્સ કમિટિ, કાઠમંડુના પ્રમુખ તરીકે સેવા આપી હતી. શેર બહાદુર દેઉબા નેપાળસ્ટુડન્ટ્સ યુનિયનના સ્થાપક સભ્ય હતા, જે નેપાળી કોંગ્રેસના સહયોગી હતા.
1960 અને 1970ના દાયકામાં પંચાયત પ્રણાલી વિરુદ્ધ કામકરવા બદલ તેમને જુદા જુદા સમયે નવ વર્ષની જેલ પણ થઈ હતી. ત્યારબાદ 1980ના દાયકામાં નેપાળી કોંગ્રેસની રાજકીય સલાહકારસમિતિના સંયોજક તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. શેર બહાદુર દેઉબાહિન્દુ સમુદાયના છે.

પ્રવિંદ જુગનાથ
પ્રવિંદ જુગનાથ 23 જાન્યુઆરી 2017 થી મોરેશિયસના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 25 ડિસેમ્બર 1961ના રોજ પવારમાં એકપ્રતિષ્ઠિત હિંદુ પરિવારમાં જન્મેલા પ્રવિંદ જુગનાથને બર્કિંગહામ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. આ પહેલાતેમના પિતા અનિરુદ્ધ જુગનાથ સતત 18 વર્ષ સુધી મોરેશિયસના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.
ભારતમાં મોરેશિયસના હાઈ કમિશનરજગદીશ્વર ગોવર્ધને જણાવ્યું કે, વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથના પૂર્વજો 1873માં મોરેશિયસમાં જહાજ દ્વારા શેરડી વાવવા ગયા હતા, જે બાદતેઓ ત્યાં જ સેટલ થઇ ગયા હતા.મોરેશિયસમાં ઘણા વર્ષોથી માત્ર એક હિન્દુ પરિવાર જ વડાપ્રાધાન પદ શોભાવી રહ્યું છે.